એલર્ટઃ 31 ડિસેમ્બર પહેલાં કરી લો આ કામ, નહીં તો થશે મોટો દંડ

વર્ષ 2020 પૂરું થવાને ગણતરીના દિવસો બાકી છે ત્યારે તમારા માટે એક ખાસ સમાચાર છે. આ સમાચાર તમારા બિઝનેસને લઈને છે. જો તમે તમારું ઇન્કમ ટેક્સ રિટર્ન ફાઈલ નથી કર્યું તો હજુ પણ સમય છે. 31 ડિસેમ્બર પહેલાં તમે તમારું રિટર્ન ફાઈલ કરી શકો છો. જો કે આ વખતે કદાચ આ તારીખને આગળ વધારાય તે શક્ય નથી. તો તમે તમારું કામ સમય સર પતાવી લો નહીં તો તમને 10000 રૂપિયાનો દંડ થઈ શકે છે.

image source

2019-20ના વર્ષ માટે ટેક્સ રિટર્ન ફાઈલ કરવાની છેલ્લી તારીખ 31 ડિસેમ્બર નક્કી કરાઈ છે. જો તમારું આ કામ બાકી છે તો તેને પ્રાયોરિટીમાં ખતમ કરો. નક્કી તારીખ સુધી જે લોકો રિટ્રન ફાઈલ નહીં કરે તેમને માટે સરકારે 10000 રૂપિયાનો દંડ વસૂલવાનું નક્કી કર્યં છે. જો કે 5 લાખથી ઓછી ઈન્કમ વાળા લોકો માટે આ દંડ પેટે ફક્ત 1000 રૂપિયા લેવામાં આવશે. તેને લેટ ફીના રૂપે લેવાશે.

image source

અહીં તમને જણાવી દઈએ કે ઇન્કમ ટેક્સ વિભાગે આ પહેલાં ટેક્સ રિટર્ન ફાઈલ કરવાની તારીખને 30 જૂન 2020 કરી હતી અને પછી 32 જુલાઈ, 30 સપ્ટેમ્બર અને પછી 30 નવેમ્બર કરી હતી. આ પછી વધારીને 31 ડિસેમ્બર કરી દેવામાં આવી છે. તો હવે તમારે આ કામ કરી લેવું જરૂરી છે.

આપવો પડશે મોટો દંડ

image source

જો તમે સમય સર રિટર્ન ફાઈલ નહીં કરો તો તમમારી પર દંડ ફટકારવામાં આવી શકે છે. ટેક્સ પેયર્સ રિટર્ન 31 ડિસેમ્બર બાદ ફાઈલ કરે છે તો તેમની પાસેથી 10000 રૂપિયા લેટ ફી લેવાષે. આ સિવાય 5 લાખથી ઓછી ઈન્કમ વાળા લોકો માટે આ દંડ પેટે ફક્ત 1000 રૂપિયા લેવામાં આવશે.

આ રીતે ભરો તમારો ઇન્કમ ટેક્સ

કરદાતા ઓનલાઈન પણ પોતાનો ટેક્સ ઘગરે બેઠા સરળતાથી ભરી શકે છે. આ માટેની પ્રોસેસ ખૂબ જ સરળ છે.

ઓફલાઈન મોડમાં દરેક આઈટીઆર ફોર્મ ભરી શકાય છે.

ઓનલાઈનમાં આઈટીઆર ફક્ત ફોર્મ-1 અને ફોર્મ -4 જ ભરવાના છે.

ટેક્સપેયર્સ ઈચ્છે તો સોફ્ટવેરની મદદથી પણ આઈટીઆર દાખલ કરી શકે છે.

image source

જાવા કે એક્સેલ ફોર્મેટમાં એપ્લીકેબલ આઈટીઆર ફોર્મ ડાઉનલોડ રકીને તેને ઓફલાઈન ભરી શકાય છે.

એક્સએમએલ જનરેટ કરીને તેને ઈ ફાઈલિંગ પોર્ટલ પર લોગઈન કરીને અપલોડ કરી શકાય છે.

આ મોડના દરેક પ્રકારના આઈટીઆર ફોર્મ ભરી શકાય છે.

ઓનલાઆઈન રિટર્ન દાખલ કરવા માટે ઈ ફાઈલિંગ પોર્ટલ પર લોગ ઈન કરીને આઈટીઆર તૈયાર કરીને સબમિટ કરો.

ઓનલાઈન મોડમાં ફક્ત ફોર્મ 1 અને ફોર્મ 4 ફાઈલ કરવાનું રહે છે.

આ રીતે ભરો ઓફલાઈન ફોર્મ

image source

જો તમે ઓફલાઈન આઈટીઆર ભરવા ઇચ્છો છો તો પહેલાં ઈન્કમ ટેક્સના ઈ ફાઈલિંગ પોર્ટલ પર જાઓ.

અહીં ટેક્સ રિટર્ન સોફ્ટવેર પર ક્લિક કરો અને મેન્યૂમાં જઈને ડાઉનલોડ પર ક્લિક કરો.

ફરી એસેસમેન્ટ ઈયર પસંદ કરો અને એપ્લીકેબલ આઈટીઆર ડાઉનલોડ કરો. પછી આઈટીઆર ફોર્મ ભરો.

ટેક્સપેયર પ્રી ફિલ્ડ એક્સએમએલ પણ ડાઉનલોડ કરી શકે છે.

તેમાં અનેક જાણકારી પહેલાંથી ભરેલી હશે.

હવે ઈ ફાઈલિંગ પોર્ટલમાં લોગઈન કરીને માય એકાઉન્ટ મેન્યૂમાં ડાઉનલોડ પ્રી ફિલ્ડ એક્સએમએલ પર ક્લિક કરીને ડાઉનલોડ કરો.

સોફ્ટવેરથી આ રીતે ભરો આઈટીઆર

image source

સોફ્ટવેરથી આઈટીઆર ભરવાનું સરળ છે. આ રીતે આઈટીઆર ફાઈલ કરી શકાય છે. સોફ્ટવેરની મદદથી આઈટીઆર ભરવાનું સરળ છે. તેમાં વારે વારે ડેટા ભરવાની જરૂર નથી. સોફ્ટવેર એકવાર બનાવવામાં આવેલા માસ્ટર ડેટાથી પણ જરૂરી ડેટા લે છે. સોફ્ટવેર યૂઝર્સને કંપેરિઝન, રિકાંસિલેશન અને એરર રેક્ટિફિકેશનની સુવિધા પણ મળે છે. રિટર્ન ફાઈલ કરતાં પહેલાં યૂઝર સોફ્ટવેરની મદદથી પહેલાંથી ભરેલું ફોર્મ પણ મેળવી શકે છે અને સાથે જ ભૂલને પણ સુધારી શકે છે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.
આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !

– તમારો જેંતીલાલ