વાળનો ગ્રોથ વધારવા અને ખરતા વાળ વધારવા માટે અકસીર છે આ તેલ, જાણો બનાવવાની રીત

શું તમે પણ તૂટતા, ખરતા વાળથી પરેશાન છો તો તમે હવે તેમાંથી જલ્દી રાહત મેળવી શકશો. આ માટે તમે અનેક નુસખા અપનાવ્યા હોય અને છતાં પણ તમને સફળતા નથી મળી તો તમે હવે હેરાન ન થશો. આજે અમે તમારા માટે એક અકસીર નુસખો લાવ્યા છે. જેનાથી તમારા વાળ કાળા રહેશે અને સાથે જ તેનો ગ્રોથ પણ વધશે અને જો તે ખરતા હશે તો તેમાંથી પણ તમને રાહત મળશે. આ માટે તમે તમારી રસોઈમાં રહેલી ડુંગળીનો ઉપયોગ કરી શકો છો.

image source

વાળની સમસ્યાથી છૂટકારો મેળવવા માટે તમે ડુંગળીનો ઉપયોગ કરી શકો છો. ડુંગળી હેલ્થ માટે સારી છે તેટલી જ વાલ માટે પણ ફાયદારૂપ છે. ડુંગળીમાં સલ્ફર અને વિટામીન હોય છે તે વાળને સ્વસ્થ અને હેલ્ધી રાખવામાં મદદ કરે છે.

image source

ડુંગળી વાળને મજબૂત કરવાની સાથે સાથે તેને ખરતા પણ અટકાવે છે. વાળ માટે ડુંગળીના ફાયદા મેળવવા માટે તમે તેના ઉપયોગની રીત જાણી લો તે સારું છે. તેની મદદથી તમે એક ખાસ તેલ બનાવી લો. જે વાળ માટે સારું રહે છે. તે બજારમાં તમને સરળતાથી ક્યાંય મળશે નહીં.

આ તેલ બનાવવાનું ખૂબ જ સરળ છે. જાણી લો તેને બનાવવાની રીત.

image source

આ માટે ડુંગળીને કાપીને મિક્સરમાં ક્રશ કરીને તેનો રસ કાઝી લો. જો રસ નથી તો તમે ડુંગળીની પેસ્ટ પણ લઈ શકો છો. આ માટે એક પેનમાં નારિયેળ તેલ લો અને ડુંગળીનો રસ કે પેસ્ટ તેમાં મિક્સ કરી લો. થોડી વાર ઉકાળો અને પછી તેને ઠંડું કરી લો. થોડી વાર બાદ તેને ગાળી લો અને બોટલમાં સ્ટોર કરી લો. આ તેલને તમે 6 મહિના સુધી વાપરી શકો છો.

image source

આ તેલ તમારા વાળને સારી રીતં કંડીશનર પણ કરે છે. તે ડ્રાય વાળ માટે ફાયદો કરે છે. જો તમારા વાળ તૂટે છે તો આ તેલનો ઉપયોગ કરવાથી તમને રાહત મળે છે. તમે શેમ્પૂ પહેલાં થોડી વાર આ તેલને વાળમાં લગાવીને રાખી શકો છો. વાળ ધોયા બાદ તેમાં તમને થોડો ફરક જોવા મળશે. ડુંગળના તેલમાં સ્મેલ આવી શકે છે. પણ તેને સારી રીતે સાફ કરી લેશો તો તમને જલ્દી રાહત મળશે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.
આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !

– તમારો જેંતીલાલ