ગરમ પાણીમાં કપડા ધોવાથી કપડા સારા રહે એવું તમે માનો છો? તો આ માહિતી…

જ્યારે પણ તમે વોશિંગ મશીનમાં કપડા ધોવા માટે નાખો છો, તો મનમાં એક ડર રહે છે કે, ક્યાંક બધા કપડાનો રંગ એકબીજાને ન લાગી જા. વોશિંગ મશીનમાં કપડા ધોતા સમયે જે ડિટરજન્ટ નાખવામા આવે છે, તે બહુ જ હાર્ડ હોય છે. તેનાથી કપડાના દોરા પર સીધી અસર પડો છે અને અનેકવાર કપડા રંગ છોડી દે છે.


કપડાના રંગ છોડવા પર તે ફેડ દેખાવા લાગે છે. ક્યારેક કપડાના રંગ ધોમ તડકામાં સૂકાવાથી પણ જતા રહે છે. કપડાને ફેડ થવાથી બચાવવા માટે અનેક રીત છે. જેને અપનાવીને તમે આસાનીથી કપડાને હંમેશા માટે નવા જેવા બનાવી રાખી શકો છો.

ડાર્ક અને બોલ્ડ કલરના કપડાનો રંગ જલ્દી છૂટે છે. ફિરોઝી અને લીલા રંગના કપડામાંથી પણ રંગ વહેલો છૂટવા લાગે છે. તેથી તેને હંમેશા અલગ ધોવા જોઈએ. કપડા પરથી રંગ નીકળતો બચાવવા માટે અને નીરસ તેમજ હળવા થવાથી પણ બચાવવા માટે તમે નીચે આપેલી આસાન ટિપ્સનો ઉપયોગ કરી શકો છો. પછી જુઓ કમાલ.

વારાફરતી કપડા ધુઓ

તમે કપડા મશીનથી ધુઓ, કે હાથથી. પરતુ હળવા અને ડાર્ક રંગના કપડાને હંમેશા અલગ અલગ કરીને જ ધોવા જોઈએ. તેનાથી કપડા પર એકબીજાના રંગ લાગતા નથી. તેમજ કપડા પરની ચમક પણ યથાવત રહે છે.

સિરકામા ડુબાડવા

જો તમે હાથથી કપડા ધુઓ છો, તો ડિટરજન્ટની જગ્યાએ તેને સિરકામાં પલાળો. તેનાથી તેની ચમક પણ બની રહેશે, તેનો રંગ પણ નહિ નીકળે.

તડકાથી બચાવો

જો તમારા કપડા બહુ જ નાજુક છે, તો તેને ક્યારેય તડકામા ન સૂકાવતા. જો સૂકવવા જરૂરી જ છે, તો તેને ઊલટા કરીને સૂકવો. તેનાથી કપડા પર સીધો તડકો નહિ પડે અને તેની ચમક યથાવત રહે છે. તે ફિક્કા નથી પડતા.

યોગ્ય રીતે સૂકવો

કપડામાં ચમક તેને ગમે તે રીતે સૂકવવાથી પણ ઉડી જાય છે. કપડામાંથી વ્યવસ્થિત રીતે પાણી નીચોડવુ અને એકવાર તેને હવામાં ઝાટકવું. ત્યાર બાદ ઊલટા કરીને જ તેને તાર પર નાખવા. તેનાથી તેમાં એકજેવી હવા લાગે છે અને તે સૂકાઈ જાય છે.

ઠંડા પાણીથી જ ધોવા


ઘણા લોકો એવી સલાહ આપતા હોય છે કે, કપડા ગરમ પાણીમાં ધોવા. આવુ કરવાથી કપડા સારા રહે છે અને કપડા પરનો રંગ પણ નથી ઉતરતો. તેથી મોટાભાગના લોકો કપડાને ડિટરજન્ટમા પલાળતી વખતે જ ગરમ પાણીનો ઉપયોગ કરે છે. પરંતુ ગરમ કે હળવા ગરમ પાણીમાં કપડા ધોવાથી તેની ચમક જતી રહે છે અને રંગ પણ ઉતરી જાય છે. તેથી કપડાને હંમેશા ઠંડા પાણીમા જ ધોવા.

લેખન સંકલન : અશ્વિની ઠક્કર

શેર કરો આ માહિતી દરેક મિત્રો સાથે અને દરરોજ આવી અનેક ઉપયોગી માહિતી વાંચો ફક્ત અમારા પેજ પર.

આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !
– તમારો જેંતીલાલ