ઓફીસના લેપટોપ અને કોમ્પ્યુટર પર આ કામ ક્યારેય ના કરવા જોઈએ નહિ તો…

આપણા બધાનુ શિડ્યુલ રોજ એટલું બિઝી હોય છે કે, આપણા નાના મોટા કામ પણ સમયસર થતા નથી. જેમ કે વીજળીનુ બિલ ભરવું, ઓનલાઈન કોઈ સામાન ઓર્ડર કરવો.


આજકાલ તો આ બધા જ કામ ઓનલાઈ થી જતા હોય છે. તેથી મોટાભાગના લોકો વિચારે છે કે આ કામ ઓફિસના સમયમાં જ કરી લેવા. આમ, તો આજકાલ દરેક વ્યક્તિ ઓફિસમાં જ વધુ સમય વિતાવે છે. તેમજ બધાના ઘરે લેપટોપ કે ડેસ્કટોપ તો હોય તેવું જરૂરી નથી. તેથી મોટાભાગના લોકો પોતાના ઓફિસનાકોમ્પ્યૂટર પરથી જ કરી લેતા હોય છે.


પરંતુ ઓફિસમાં તમે આવા કામ ન કરો તો જ સારું રહેશે. ત્યારે ઓફિસનાકોમ્પ્યૂટર પર કયા કામ ન કરવા તે આજે અમે તમને જણાવીશું.ઓફિસના લેપટોપ પર પર્સનલફાઈલ સેવ ન કરો. બની શકે છે કે, તેમાં તમારા ભવિષ્યના કામને લઈને આઈડિયા હોય. જે સિસ્ટમ પર સેવ કરવું યોગ્ય નથી.


ઓફિસમાં જ આ ફાઈલલીક થઈ શકે છે. તો તમારુ નુકશાન થઈ શકે છે. તેમજ તમારા ઘરના પ્રાઈવેટ ડોક્યુમેન્ટ્સ પણ લીક થઈ જવાની શક્યતા હોય છે.


જેટલું બની શકે, તેટલું ઓનલાઈન શોપિંગ કે સર્ચિંગથી બચો. કંપનીમાં કેટલાક કર્મચારીઓ માત્ર એમ્પ્લોઈ પર નજર રાખવા માટે જ હોય છે. તમે શુ સર્ચ કરો છો, કઈ વેબસાઈટ સર્ચ કરો છો, તેના વિશે તમારી કંપનીને ખબર પડી જાય છે. તેથી અકારણ સર્ચ કરવું યોગ્ય નથી.


ગૂગલ હેન્ગઆઉટ કે વોટ્સએપ પર ચેટ કરતા સમયે ધ્યાન રાખો. ઓફિસના કોમ્પ્યૂટર પર ક્યારેય તમારુ વોટ્સએપ વેબ ઓપન ન કરવું. જો તમારી પર્સનલ વેબસાઈટ કે ઈન્ફોર્મેશન ઓપન ન કરવી.


ઓફિસમાં કોમ્પ્યૂટર પર બેસીને બીજી નોકરી માટે સર્ચ ન કરો. આ વિશે તમારા એચઆર મેનેજર કે મેનેજમેન્ટને માલૂમ પડશે તો તકલીફ થઈ શકે છે. બીજી કંપનીમાં નોકરી શોધવાની વાત જો જલ્દીથી ફેલાઈ જાય તો તમારી નોકરીનીતકો જતી રહી શકે છે. અને જો બીજા કંપનીના ડોક્યુમેન્ટ્સ કોઈના હાથમાં આવી ગયા તો તમારી હાલની નોકરી પણ મુશ્કેલમાં મૂકાઈ શકે છે. તેથી નવી નોકરી સાથે જોડાયેલ કોઈ પણ માહિતી જૂની ઓફિસમાં શેર ન કરો.


ઓફિસના કોમ્પ્યૂટર પર ક્યારેય પર્સનલ ઈ-મેઈલઓપન ન કરવા, કારણ કે તમારા પર્સનલ ઈ-મેઈલમાં તમારી પર્સનલ માહિતી હોય છે. જો ક્યારેક તમે ઈ-મેઈલ લોગ આઉટ કરવાનું ભૂલી જશો. તો તમારી મેઈલહેક પણ થઈ શકે છે.


આ ઉપરાંત તમારું કોઈ પણ પર્સનલ કામ ઓફિસમાં કરતા પહેલા ખાસ ધ્યાન રાખજો.

આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !
– તમારો જેંતીલાલ