ચેક કરો તમારી પત્નીની આંખો કેવી છે અને જાણો તેમનો સ્વભાવ…

યુવતીઓની આંખો તેમના શરીર અને સુંદરતાનું સૌથી મહત્ત્વનો હિસ્સો માનવામાં આવે છે. યુવતીઓની આંખો પર તો અનેક ગીતો પણ બન્યા છે. તેમની આંખોને સાગર બતાવાઈ છે, તો કોઈ સરોવરની ઊંડાઈ. યુવતીઓની આંખો કંઈ પણ કહ્યા વગર બહુ જ કંઈ કહી જાય છે. તેમની આંખોમાંથી તમે તેમના દિલની વાતો જાણી શકો છો.


તમામ ઈમોશન્સ તેઓ આંખોથી રજૂ કરે છે. આમ તો યુવતીઓની આંખોની બનાવટ અને તેનો રંગ અલગ અલગ હોય છે. કેટલીક ખાસ પ્રકારી યુવતીઓને સુપરરોમેન્ટિક માનવામાં આવે છે. તો ચાલો આજે તમને જણાવીએ કે કેવા પ્રકારની આંખોવાળી યુવતીઓ રોમેન્ટિક હોય છે.

વ્યક્તિના નૈન-નક્શ તેના વ્યક્તિત્વને રજૂ કરે છે. જેમાં આંખો બહુ જ મહત્ત્વની હોય છે. આંખોમાઁથી તેમના અંદરની ખુશી, અને દુખ વ્યક્ત કરે છે. આ જ આંખો બીજા પર તમારા પ્રભાવને છોડે છે. કહેવાય છે કે, આંખો દિલનો અરીસો હોય છે, તો આજે જાણી લો કેવા પ્રકારની યુવતીઓ તમારામાં રસ લઈ શકે છે. સમુદ્રશાસ્ત્ર અનુસાર, જે યુવતીઓની આંખો કાજળ જેવી કાળી અને ગોળ હોય છે, તે રોમેન્ટિક હોય છે. તે પાર્ટનરથી નજીક રહેવાનું પસંદ કરે છે.

જે યુવતીની આંખો લાંબી અને મોટી હોય છે, સાથે જ આંખોના કિનારે લાલિમા હોય છે, તો સાવધાન રહેજો. આવી યુવતીઓને જલ્દી ગુસ્સો આવે છે. આવી યુવતીઓ સામાજિક ક્ષેત્રોમાં વધુ સફળ અને પ્રભાવશાળી હોય છે.

જે યુવતીઓની આંખો નશીલી અને ઊંઘભરેલી લાગે તો, તેમની સાથેની મિત્રતા પ્રેમમાં બદલાતા વાર નથી લાગતી, પરંતુ જો આવી યુવતીઓને કોઈ બીજો પસંદ આવે તો તેમને પહેલાને છોડતા સમય નથી લાગતો.

આંખોમાં ભાવનાઓનો સમુદ્ર છુપાયેલો હોય છે, જો તમે તમારી ગર્લફ્રેન્ડની આંખોની ભાષા સમજી શકો છો, તો તમે તેને સારી રીતે સમજી ગયા તેવું કહેવાય. કેમ કે, અનેકવાર યુવતીઓ ગુસ્સામાં મોઢેથી તો કંઈ જ નથી કહેતી, પણ તેમની નારાજગી તેમની આઁખોમાં સ્પષ્ટ છલકાઈ આવે છે.

બસ, તો તમારે હંમેશા તેમની આંખો જોવાની રહેશે. આંખોમાં એટલી તાકાત હોય છે કે તે કોઈના પણ દિલને કહ્યા વગર ઘાયલ કરી શકે છે. જેનું સૌથી મોટું ઉદાહરણ વેલેન્ટાઈન ડે પર વાઈરલ થયેલો વીડિયો છે, જેમાં સાઉથની એક્ટ્રેસ પ્રિયા પ્રકાશ વોરિયરની આંખોના દિવાના લોકો થયા હતા.

એટલે જ યુવીતઓની આંખો કાતિલાના કહેવાય છે. તે નૈનોથી તીર ચલાવીને યુવકોને ઘાયલ કરી શકે છે. જેમ, પ્રિયા પ્રકાશ વોરિયરે લોકોને ઘાયલ કર્યા હતા. પ્રિયાએ આંખ શુ મારી, અનેકોના દિલ ઘાયલ થઈ ગયા હતા.

આંખોમાં બહુ જ તાકાત હોય છે. તમારી આંખોના ઈશારાથી જ લોકો સમજી જાય છે કે, તેમાં પ્રેમ, નફરત કે ક્રોધ ભરેલો છે. તમારા પાર્ટનરની આંખોમાં હંમેશા પ્રેમ દેખાતો હોય તો, તે હમેશા તમારી પાસે આવશે.

લેખન સંકલન : અશ્વિની ઠક્કર

દરરોજ અવનવી માહિતી માટે લાઇક કરો અમારું પેજ.

આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !
– તમારો જેંતીલાલ