રામાયણ વિશેની આ અજાણી વાતો જાણીને તમને પણ લાગશે નવાઇ

રામાયણ કાળની ૭ સાબિતી

image source

આજે અમે આપને રામાયણ વિષે કેટલીક જાણકારી આપીશું. રામાયણ એટલે ટીવી સીરીયલ નહી રામાયણ ગ્રંથ વિષે. જી હા, રામાયણ યુગ આશરે ૭ હજાર વર્ષો પહેલા હતો, પરંતુ કેટલાક લોકોને આ રામાયણ સાચી નથી લાગતી બસ, આજે આવી જ કેટલીક વ્યક્તિઓને વિશ્વાસ કરાવવા માટે અમે આપને કેટલાક સ્થળો વિષે જાણકારી આપીશું.

ત્યાના વિષે જાણીને આપ પણ રામાયણને હકીકત માનવા લાગશો. ચાલો જાણીએ એ ૭ જગ્યાઓ વિષે…

-લેપાક્ષી મંદિર.:

image source

રાવણ જયારે સીતા માતાને છળપૂર્વક અપહરણ કરીને પુષ્પક વિમાનમાં બેસાડીને લંકા લઈ જાય છે ત્યારે જટાયુ સીતા માતાની સાથે રાવણને જોઈ જાય છે. સીતા માતાને બચાવવા માટે જટાયુ રાવણ સાથે યુદ્ધ કરે છે. રાવણ-જટાયુના આ યુધ્ધમાં રાવણ જયારે જટાયુની એક પાંખ કાપી નાખે છે, જટાયુ જે જગ્યા પર પડે છે. ત્યાં આગળ જતા જટાયુની સ્મૃતિ તરીકે આ મંદિરની સ્થાપના કરવામાં આવે છે. લેપાક્ષીનો અર્થ થાય છે ‘ઉઠો પક્ષી’ જયારે શ્રીરામ અને લક્ષમણજી સીતા માતાને શોધતા શોધતા જટાયુ પાસે પહોચે છે ત્યારે શ્રીરામ જટાયુને ઉઠવા માટે લેપાક્ષી કહે છે. આમ આ મંદિરનું નામ લેપાક્ષી મંદિર રાખવામાં આવે છે. લેપાક્ષી મંદિર ભારતના આંધ્રપ્રદેશમાં આવેલ છે.

-દીવુરમપોલા.:

image source

દિવુંરમપોલા નામની જગ્યાનો ઉલ્લેખ રામાયણમાં સીતા માતાની અગ્નિ પરીક્ષાના સ્થળ તરીકે કરવામાં આવ્યો છે. દિવુંરમપોલા સ્થાન હાલના શ્રીલંકામાં આવેલ છે. દિવુંરમપોલના સ્થાન પર રાવણ વધ પછી જયારે સીતા માતાને જયારે અગ્નિ પરીક્ષા આપવા માટે કહેવામાં આવ્યું ત્યારે દિવુંરમપોલા સ્થાન પર સીતા માતાની અગ્નિ પરીક્ષા લેવામાં આવી હતી. આ સ્થાન હવે દિવુંરમપોલાના નામથી જાણીતી છે.

-દ્રોણાગીરી પર્વત.:

image source

દ્રોણાગીરી પર્વતમાળા આજે પણ હિમાલય પર્વતોમાં સ્થાન ધરાવે છે. રામાયણમાં જયારે લક્ષમણજી અને મેઘનાદ વચ્ચે યુદ્ધ થાય છે ત્યારે મેઘનાદ પર લક્ષમણજીને ઘાતક શસ્ત્રથી પ્રહાર કરે છે. જેના લીધે લક્ષ્મણજી મૂર્છિત અવસ્થામાં પહોચી જાય છે. વૈધરાજ જયારે લક્ષ્મણજીને બચાવવા માટે સંજીવની જડીબુટ્ટી લાવવાનું કહે છે ત્યારે હનુમાનજીને દ્રોણાગીરી પર્વત પર આવેલ જડીબુટ્ટીઓમાંથી ઓળખવામાં આવતા હનુમાનજી આખા દ્રોણાગીરી પર્વતને ઉખાડીને લઈ જાય છે. આ દ્રોણાગીરીને ઉખાડીને લાવ્યાના નિશાન પણ આપ જોઈ શકો છો.

-પંચવટી.:

image source

પંચવટી એ જગ્યા છે જ્યાં ભગવાન શ્રીરામે માતા સીતા અને ભાઈ લક્ષ્મણ સહિત ચૌદ વર્ષના વનવાસ દરમિયાન વસવાટ કર્યો હતો. આ જ જગ્યા પર લક્ષ્મણજી દ્વારા સુર્પર્ણખાનું નાક વિચ્છેદ કરવામાં આવ્યું હતું. ત્યાર બાદ પંચવટીની કુટિરમાં જયારે સીતામાતા એકલા હતા ત્યારે રાવણે સાધુવેશ ધારણ કરીને સીતા માતાનું અપહરણ કરી લે છે. આ સ્થાન મહારાષ્ટ્ર રાજ્યના નાસિકમાં આવેલ છે.

-જાનકી મંદિર.:

image source

જાનકી મંદિર નેપાળના જનકપુર શહેરમાં સીતા માતાના સમ્માનમાં નિર્માણ કરવામાં આવ્યું છે. રાજા જનકનું સામ્રાજ્ય હાલ નેપાળ દેશમાં વિસ્તરેલ હતું. ઉપરાંત સીતા માતાનો જન્મ ત્યાં થયો હોવાથી સીતા માતાની યાદમાં જાનકી મંદિરનું નિર્માણ કરવામાં આવ્યું છે.

-રામસેતુ.:

image source

રામસેતુનું નિર્માણ ભારતના છેલ્લા છોરથી શ્રીલંકાના છોર સુધી શ્રીરામની વાનર સેનામાં સામેલ એવા નલ-નીલ નામના વાનરો હાથથી આ રામસેતુનું નિર્માણ કરવામાં આવે છે. શ્રીરામ, લક્ષ્મણ અને વાનર સેનાને સમુદ્ર પાર કરાવવાના ઉદ્દેશથી પથ્થર પર રામનામ લખીને આ પથ્થરને નલ-નીલના હાથે સમુદ્રમાં ફેકવામાં આવે છે. આ રીતે રામસેતુની રચના કરવામાં આવી હતી. રામસેતુના કેટલાક અંશ આજે પણ જોવા મળી જાય છે. રામસેતુ તમિલનાડુમાં આવેલ છે.

-રામેશ્વર.:

image source

રાવણ એક બ્રાહ્મણ હોય છે. શ્રીરામે રાવણનો વધ કર્યા પછી લંકાથી પાછા ફરે છે ત્યારે અયોધ્યા જતા પહેલા રાવણની હત્યા કરીને પોતાને લાગેલ બ્રાહ્મણ હત્યાના પાપના નિવારણ માટે તેઓ ભગવાન શિવની આરાધના કરે છે. જયારે ભગવાન શિવ પ્રસન્ન થાય છે ત્યારે શ્રીરામ શિવજી તે સ્થાન પર સ્વયંભૂ પ્રગટ થવા વિનતી કરે છે. ત્યાર પછી શિવજી આ સ્થાન પર સ્વયંભૂ પ્રગટ થાય છે અને શ્રીરામ આ શિવલીંગની વિધિવત સ્થાપના કરીને જ્યોતિર્લીંગનો અભિષેક કરે છે. આ શિવલિંગ રામના ઉદ્દેશથી સ્થાપિત થયું હોવાથી આ મંદિરનું નામ રામેશ્વરમ રાખવામાં આવ્યું હતું.

image source

ઉપરોક્ત સાત સ્થાન આજે પણ રામાયણ કાળમાં બનેલ ઘટનાઓની સાબિતીના રૂપમાં અસ્તિત્વ ધરાવે છે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !

– તમારો જેંતીલાલ