સંપૂર્ણ નેચરલ ફ્રૂટ જામ – કોઈપણ રંગ કે એસેન્સ વગર બનાવો ઘરમાં મળી આવતી સામગ્રીથી

આજે કરિશ્મા પંડયા યુરોપથી સૌને શીખવશે “નાના બાળકોનો મનપસંદ એવો સંપૂર્ણ નેચરલ ફ્રૂટ જામ” આની ખાસ વાત છે કે આમાં કોઈ પણ રંગ કે એસેન્સ વગર જ ઘરમાં મળી આવતી સામગ્રીથી બનાવ્યો છે.બાળકોને સવારે નાસ્તામાં કે પછી બપોરે જયારે પણ ભૂખ લાગે ત્યારે બનાવી આપવા માટે બેસ્ટ ઓપ્સન છે.એકવાર બનાવીને ચાખશો તો વારંવાર ઘરે જ બનાવાનું મન થશે.ઘરમાં નાના છોકરાવથી લઈને મોટા વડીલો સુધી સૌં કોઈને બોઉં જ ભાવશે.એકવાર ઘરે જરૂરથી બનાવજો.વિડીયોને છેલ્લે સુધી જોજો.કોમેન્ટમાં જણાવજો તમને રેસિપી કેવી લાગી???

સામગ્રી :

  • ૫૦૦ ગ્રામ સફરજન
  • ૨૦૦ ગ્રામ બીટ
  • ૩/૪ કપ ખાંડ
  • ૧ ટેબલ સ્પૂન લીંબુ નો રસ

રીત :

૧. સફરજન અને બીટ ને છોલી ને એના નાના નાના ટુકડા કરી લેવા.

૨. હવે એમાં ૩/૪ કપ પાણી ઉમેરી ને કૂકર માં ૪ સીટી વગાડી લેવી.

૩. કૂકર ઠંડુ પડે એટલે બાફેલા મિશ્રણ ને પાવ ભાજી મેશર થી દબાવી ને એકરસ કરી લેવું.

૪. હવે એક પેન માં આ મિશ્રણ ને ઉકાળવા મુકો અને ધીમા તાપે ગરમ ત્યાં સુધી હલાવતા રહો.

૫. મિશ્રણ ઉકળે એટલે એમાં ખાંડ ઉમેરો અને ઉકાળવા દો.

૬. હવે એને ધીમા થી મધ્યમ તાપ ઉપર હલાવતા રહો અને પાણી ના બળે ત્યાં સુધી ઉકાળતા રહો.

૭. ૧૫ મિનિટ જેવું ઉકળે એટલે મિશ્રણ કાચ જેવું થવા માંડશે અને જામ જેવું દેખાવા માંડશે.

૮. આ ટાઈમ એ આમ લીંબુ નો રસ ઉમેરી દેવો.

૯. હવે ૩ મિનિટ જેવું વધારે ઉકાળી ને ગેસ બંધ કરી દેવો.

૧૦. એક ધોઈ ને સાફ કરેલી બોટલ માં આ જામ ગરમ હોય ત્યારે જ ભરી દેવો અને ઢાકણું ઢાક્યા વગર જ જામ ને ઠંડો પડવા દેવો.

૧૧. હવે આને ટાઈટ બંધ કરી ને ફ્રિજ માં સ્ટોર કરી ને બ્રેડ અથવા પરાઠા જોડે પીરસો.

વિડિઓ રેસિપી :


રસોઈની રાણી : કરિશ્મા પંડ્યા

Youtube Link :ચેનલ સાથે જોડાવવા અહીંયા ક્લિક કરો.

મિત્રો, આપ સૌ ને મારી આ રેસિપી કેવી લાગી ? કોમેન્ટ માં અચૂક જણાવજો…જેથી નવી વાનગી આપવા માટે મને ઉત્સાહ રહે…

દરરોજ અવનવી વાનગી માટે લાઇક કરો અમારું પેજ – રસોઈની રાણી.