જો આજથી જ ફોલો કરશો આ ટિપ્સ, તો એક જ મહિનામાં વાળ થશે લાંબા અને સિલ્કી

આ ચાર તીવ્ર ગંધવાળી વસ્તુઓ મહિનામાં જ તમારા વાળને મજબૂત બનાવી દેશે. અજમાવી જોવો.

image source

વધતા પ્રદૂષણની અસર ફક્ત વાતાવરણ પર જ અસર નથી પડતી પણ એનાથી આપણું જીવન પણ ખૂબ ખરાબ રીતે પ્રભાવિત થાય છે. પ્રદૂષણની ખરાબ અસર ત્વચા પર જોવા મળે છે અને વાળ પર પણ. હવે સમયથી પેહલા વાળ ખરવા કે ઓછા વધે તો આપ ઘરડા દેખાવા લાગો છો. વાળ એ દરેકના વ્યક્તિત્વનો ખુબ મહત્વનો ભાગ હોય છે.

image source

પછી તે ભલે છોકરી હોય કે છોકરો બધા માટે વાળ ખાસ મહત્વ રાખે છે. છોકરીઓનું સપનું હોય છે કે તેના વાળ લાંબા, જાડા અને સ્વસ્થ હોય અને આ માટે તે દરેક સંભવ પ્રયત્ન કરે છે. જો તમે બધી મહેનત કરીને થાકી ગયા છો તો આજે અમે આપને એ વસ્તુઓ વિશે જણાવીશું જે ખૂબ તીવ્ર ગંધ ધરાવે છે પણ તેની અસર જલ્દી કરે છે.

લસણ:

image source

લસણ ફક્ત આપણી શારીરિક સ્વાસ્થ્ય માટે જ નહીં પણ વાળના સ્વાસ્થ્ય માટે પણ ખૂબ લાભકારક હોય છે. લસણમાં એલિસીન નામનું એક મૂળ તત્વ મળી આવે છે જે વાળને ખરતા ઓછા કરે છે અને ફંગલ ઈંફેશન સામે પણ લડત આપે છે. તે વાળમાં સેલેનિયમ નામના કમ્પાઉન્ડને પેક કરે છે. જે વાળના સ્વાસ્થ્ય માટે ખૂબ જરૂરી છે. લસણની તીવ્ર ગંધને ઓછી કરવા માટે તેમાં થોડું મધ કે નારિયેળનું તેલ ઉમેરી શકાય છે.

એપલ સાઈડર વિનેગર:

image source

આ ફક્ત વાળની ફ્રીઝીનેસને ઓછી કરે છે એટલું જ નહીં પણ વાળને કમાલની ચમક પણ આપે છે. આનું એસિડિક સ્વભાવ સ્કેલ્પને સાફ કરે છે અને વાળના મુળને મજબૂત બનાવે છે. અડધા કપ પાણીમાં એક મોટી ચમચી એપલ સાઈડર વિનેગર ભેળવવું અને રૂની મદદથી આને સ્કેલ્પ અને વાળ પર લગાવવું. આ મિશ્રણ લગાવ્યાની ૧૫ મિનિટ સુધી રાખવું અને ત્યાર પછી ધોઈ લેવું. જો આપ આની ગંધને સહન ના કરી શકતા હોવ તો આમ કોઈપણ એસેન્સિયલ ઓઈલના થોડાક ટીપા ભેળવવા.

મેથી:

image source

મેથીમાં મોટા પ્રમાણમાં પ્રોટીન મળી આવે છે. જે ગંજાપણાને સમાપ્ત કરવામાં મદદ કરે છે. આ સાથે જ તેમાં રહેલ પોટેશિયમ સમય પહેલા વાળને સફેદ થવાથી બચાવે છે. જો આપના વાળ ખૂબ ખરતા હોય તો તાજી મેથીના પાનને નારિયેળના દૂધમાં ભેળવીને પેસ્ટ બનાવી લેવી. આ પેસ્ટને વાળના મૂળમાં લગાવવાથી વાળનું ખરવું ઓછું થઈ જાય છે.

ઈંડા:

image source

ઈંડા આપના વાળ માટે એક સુપરફૂડ છે. ઇંડાના સફેદ ભાગમાં પ્રોટીન હોય છે તો ત્યાંજ તેના પીળા ભાગમાં એટલેકે જર્દીમાં ફેટી એસિડ અને વિટામીન હોય છે. જે સ્કેલ્પને પોષણ આપે છે અને કન્ડિશન પણ કરે છે. એક ઈંડાને ફેટીને સ્કેલ્પ અને વાળમાં લગાવવું અને અડધા કલાક પછી શેમ્પૂથી ધોઈ લેવું. ઈંડાની ગંધને ઓછી કરવા માટે એમાં એક ચમચી દહીં અને બે ચપટી ઈલાયચી પાઉડર ભેળવવો.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !

– તમારો જેંતીલાલ