રાશિ અનુસાર આ રીતે કરો લિપ કલર, ચહેરો લાગશે એકદમ મસ્ત…

કેવા પ્રકારનો લિપ કલર આપની રાશિ મુજબ આપના હોઠની અને નસીબની શોભા વધારશે?…

image source

દરેક છોકરી પોતાના ચેહરા પર ઉપયોગમાં લેવાતી મેકઅપ પ્રોડક્ટ વિશે પૂરતી જાણકારી પ્રાપ્ત કરે છે. તેને પોતાના ઉપયોગમાં લેવાતી દરેક વસ્તુ પરફેક્ટ હોવી જોઈએ એ પછી કપડાં હોઈ કે લિપ શેડ્સ. શાસ્ત્રો મુજબ ૧૨ પ્રકારની છોકરીઓ હોય છે આવું ૧૨ રાશિઓના પ્રભાવના લીધે માનવામાં આવે છે.

image source

એસ્ટ્રોલોજીની એક શોધ મુજબ એક ખાસ લિપ કલર જ કોઈ એક રાશિની છોકરીઓને શોભે છે. આજે આપને જણાવીશું કે કઈ રાશિની છોકરીઓ પર કયો લિપ કલર શેડ્સ શોભે છે.

મેષ રાશિ:

image source

મેષ રાશિની છોકરીઓ ઘણી બોલ્ડ હોય છે. કદાચ એટલેજ એસ્ટ્રોલોજી મુજબ ચેરી રેડ કલર આ રાશિની છોકરીઓ માટે સારો રહે છે.

વૃષભ રાશિ:

image source

વૃષભ રાશિની છોકરીઓ ખૂબ રોમેન્ટિક હોય છે. ન્યૂડ, ડસ્ટી પિંક કે આછો ગુલાબી રંગ આપની સ્ટાઇલ પર ખૂબ સારી રીતે મેચ થાય છે.

મિથુન રાશિ:

image source

મિથુન રાશિની છોકરીઓ ખૂબ જિજ્ઞાસુ અને મિલનસાર હોય છે. આ છોકરીઓનું વ્યક્તિત્વ ખૂબ નિખરી આવે છે. એટલે આમની પર બ્રાઇટ અને વાઇબ્રન્ટ કલર જ શોભે છે.

કર્ક રાશિ:

image source

કર્ક રાશિની છોકરીઓ ખૂબ ભાવુક અને હોશિયાર હોય છે. આ રાશિની છોકરીઓને લિપ્સ પર ટીએલસીની ખૂબ જરૂર હોય છે. આ રાશિની છોકરીઓએ આછો કે ડેલીકટ પિંક કલરથી પોતાના લિપ્સને લુક આપી શકે છે.

સિંહ રાશિ:

image source

સિંહ રાશિની છોકરીઓ લીડર જેવી હોય છે. તેમને કોઈની વાતોથી ફરક પડતો નથી. ઓરેન્જ, બ્રાઉન કલર કે મડ એમના વ્યવહાર મુજબ સારો રહે છે.

કન્યા રાશિ:

image source

કન્યા રાશિની છોકરીઓ ખૂબ માસુમ હોય છે. એમનો કલાસી અવતાર દરેકને પસંદ આવે છે. એમની પર કોરલ, એપ્રિકોટ અને ન્યૂડ લિપસ્ટિક સૌથી વધુ શોભે છે.

તુલા રાશિ:

image source

તુલા રાશિની છોકરીઓનો વ્યવહારે ખૂબ સરળ હોય છે. એમના પર બેરી કે ગુલાબી કલર સૌથી વધુ શોભે છે.

વૃશ્ચિક રાશિ:

image source

વૃશ્ચિક રાશિની છોકરીઓ ખૂબ શાતિર હોય છે. એટલે એમની પર ડાર્ક કે વાઈન શેડ્સ વધુ સારા લાગે છે.

ધનુ રાશિ:

image source

ધનુ રાશિની એટેનશન સીકર હોય છે. એમને બધાનું ધ્યાન પોતાની તરફ હોય તેવું ઈચ્છે છે. બ્રાઈટ પિંક કે નિયોન કલર આપના માટે સારો વિકલ્પ રહે છે.

મકર રાશિ:

image source

મકર રાશિની છોકરીઓ ખૂબ સ્વીટ હોય છે. એટલે જ એમના પર ડીપ ન્યૂડ કલર ખૂબ સારો લાગે છે.

કુંભ રાશિ:

image source

કુંભ રાશિની છોકરીઓ ખૂબ ફ્રેન્ડલી હોય છે. એટલે એમના પર રોઝી પિંક કે બ્રાઇટ પિંક સૌથી સારો લાગે છે.

મીન રાશિ:

image source

મીનરાશિની છોકરીઓ ખૂબ સેન્સેટિવ હોય છે. એટલે જ એમના પર રોઝી પિંક કે લાઈટ શેડ્સ વધારે સારા લાગે છે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !

– તમારો જેંતીલાલ