જો તમે ખાશો શિયાળામાં આ 10 વસ્તુઓ, તો જલદી પડી જશો બિમાર

શિયાળામાં મનુષ્યની ઇમ્યુન સિસ્ટમ ખૂબ સારી રીતે કામ કરે છે. તેમછતા લોકોની હેલ્થ સુધરવાને બદલે ખરાબ થઈ જાય છે.

image source

તેનું એક મુખ્ય કારણ આપની ડાયટ સાથે પણ જોડાયેલું હોય છે. આપ જાણીને હેરાન થઈ જશો કે શિયાળામાં જે વસ્તુઓ આપ ખૂબ શોખથી ખાવ છો તેને થાળીમાંથી દૂર કરી દેવામાં જ ભલાઈ છે.

આવો જાણીએ શિયાળામાં શોખથી ખવાતી એ વસ્તુઓ વિશે જે આપને બીમાર કરી શકે છે.

ટામેટા:

image source

શિયાળામાં લોકો સલાડ અને શાકભાજીઓમાં ટામેટાનો સ્વાદ જરૂરથી લે છે. આ સીઝનમાં મળતા ટામેટા ફક્ત દેખાવમાં જ લાલ હોય છે. તેનો સ્વાદ ઉનાળામાં મળતા ટામેટા જેવો બિલકુલ હોતો નથી. એટલે જ શરીરને મોટું નુકસાન થાય એ પહેલાં જ ટામેટાને થાળીમાંથી દૂર કરી દેવા જોઈએ.

સ્ટ્રોબેરી:

image source

શિયાળો આવતા જ બજારમાં મળતી સ્ટ્રોબેરીનો રંગ પણ હળવો પડી જાય છે. સ્ટ્રોબેરીના રંગનો ફાઈટોન્યુટ્રીશનની સાથે સીધો સંબંધ છે. ડૉક્ટર્સના કહેવા મુજબ હાઈ ન્યુટ્રીશન ફૂડ ઉનાળામાં ખાવું વધારે ફાયદાકારક સાબિત થાય છે.

ચોકોલેટ કુકીઝ:

image source

ચોકોલેટ કુકીઝનો સ્વાદ ખૂબ મજેદાર હોય છે, પરંતુ ચોકોલેટ કુકીઝમાં વધારે પ્રમાણમાં સેચ્યુરેટેડ ફેટ હોવાના કારણે તેને શિયાળામાં ના ખાવી જ સારી રહે છે.

લાલ મરચું:

image source

શિયાળામાં નાક બંધ થાય ત્યારે લાલ મરચું ખાવું ખૂબ ફાયદાકારક છે. પરંતુ લાલ મરચું પેટ માટે બિલકુલ ફાયદાકારક નથી. શિયાળાની ઋતુમાં લાલ મરચાને બદલે ભોજનમાં કાળા મરચાને ઉપયોગમાં લેવા જોઈએ. જે ખૂબ સારું વિકલ્પ છે.

સતમૂળી(શતાવરી):

image source

શતાવરી આમ તો ઉનાળામાં ખાવી જોઈએ. પરંતુ હવે લોકો શિયાળામાં પણ શતાવરીનું સેવન કરવા લાગ્યા છે. આપને જણાવીએ કે શિયાળામાં બજારમાં મળતી શતાવરી મોટાભાગે ચીન અને પેરુથી આયાત કરવામાં આવે છે. શિયાળામાં શતાવરીનું સેવન કરવાથી આપની ઇમ્યુન સિસ્ટમ ખરાબ થઈ શકે છે.

હોટ કોફી:

image source

શિયાળામાં પહેલાથી જ ઓછું પાણી પીવાથી શરીર ડિહાઇડ્રેટ રહે છે. ગરમ કોફીમાં રહેલા કેફીનથી ખૂબ વધારે પ્રમાણમાં પેશાબ આવે છે જેનાથી શરીરમાં વધારે પાણીની ઉણપ થાય છે. જેની અસર આપની ત્વચા પર પણ જોવા મળે છે.

લીલા શાકભાજી:

image source

કેટલીકવાર લોકો સમય બચાવવા માટે પહેલેથી જ ધોઈલી અને કાપીને રાખેલ શાકભાજીનો ઉપયોગ કરે છે. પરંતુ આપ વિચારી પણ શકતા નથી કે આપના સ્વાસ્થ્ય માટે કેટલી ખતરનાક સાબિત થઈ શકે છે. શિયાળામાં આવા શાકભાજી ખાવાથી આપ બીમાર થઈ શકો છો.

લાલ માંસ:

image source

લાલ માંસ અને ઈંડામાં સૌથી વધારે પ્રોટીન મળી આવે છે. પરંતુ શિયાળામાં વધારે પ્રોટીનથી આપના ગળામાં કફની સમસ્યા થઈ શકે છે. મીટના બદલે આપ માછલીનું સેવન કરી શકો છો. જો કે માછલીમાં પણ પ્રોટીન હોય છે પણ તેનાથી કોઈ સમસ્યા થતી નથી.

ઓફ સિઝન ફ્રુટ:

image source

શિયાળાની ઋતુમાં ક્યારેય ઓફ સિઝન ફ્રુટ ખાવા જોઈએ નહીં. કેમકે આવા ફ્રુટ ફ્રેશ હોતા નથી જેથી કરીને તે આપના સ્વાસ્થ્ય માટે નુકસાનકારક સાબિત થઈ શકે છે.

આલ્કોહોલ:

image source

શિયાળામાં મોટાભાગે લોકો ઓછું પાણી પીવે છે, જેના કારણે શરીર ડિહાઇડ્રેટ થઈ જાય છે. શિયાળામાં મોટાભાગે લોકો શરીરને ગરમ રાખવા માટે વધારે આલ્કોહોલનું સેવન કરે છે. પરંતુ તેનું સેવન કરવાથી શરીર વધારે ડિહાઇડ્રેટ કરી દે છે. જે આપના માટે ખૂબ ઘાતક સાબિત થઈ શકે છે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !