કસરત કરતા પહેલા ભૂલથી પણ ના ખાશો આ ૫ વસ્તુઓ – મળશે ઊંધા પરિણામો!

શું તમે જીમ જાવ છો અથવા ઘરે એક્સરસાઇઝ કરો છો ? દિનચર્યામાં કસરતને પણ સ્થાન આપવું ખૂબ જ મહત્વનું છે . ખૂબ સારી વાત છે .તેનાથી શારીરિક અને માનસિક તંદુરસ્તી બંને જળવાઈ રહે છે. પણ કસરત કરતા પહેલા કેટલીક મહત્વની બાબતો ની જાણકારી હોવી પણ જરૂરી છે.

image source

ખાસ કરીને કસરત કરતા પહેલા શું ન ખાવું જોઈએ તેની જાણકારી ધરાવવી બહુ મહત્વની બાબત બની રહે છે. કારણ કે ભાગદોડ ભર્યા વ્યસ્ત જીવનમાં વચ્ચેથી જ્યારે કસરતનો સમય કાઢીને જિમમાં જઈને વર્કઆઉટ કરતા હોઈએ ત્યારે એક નાનકડી ભૂલ પણ વર્કઆઉટ કરેલા સમયની બરબાદી બની શકે છે. અને એ વર્કઆઉટમાં કોઈ પરિણામ પ્રાપ્ત થતું નથી.

image source

વર્કઆઉટ સેશન પહેલા જે પણ કંઈ ખાવામાં આવે તેના કારણે વર્કઆઉટ ની ક્ષમતા પર અસર પડે છે. એટલું જ નહીં વર્કઆઉટ પહેલા અપાચ્ય અથવા ભારે વસ્તુઓ ખાવામાં આવે તો પેટમાં દુખાવો, ગેસ ,ગુડગુડાટી જેવી સમસ્યા પણ સર્જાઇ શકે છે.વર્કઆઉટ પહેલા શું ન ખાવું એ વિશે આજે અમે તમને થોડી મહત્વની વાત જણાવીએ.

મીઠાઈ

image source

વર્કઆઉટ સેશન પહેલા મીઠાઈ, બ્રેકફાસ્ટમાં લેવામાં આવતા સીરીયલ તેમજ રિફાઇન્ડ ખાંડ ધરાવતા પદાર્થ બિલકુલ ન ખાવા જોઇએ. ઘણા લોકોને એવો ભ્રમ હોય છે કે મીઠાઈ ખાવાથી અથવા ગળી વસ્તુ ખાવાથી વર્કઆઉટ માટે ની જરૂરી ઊર્જા પ્રાપ્ત થાય છે, પરંતુ મીઠાઈ અથવા તો ખાંડ ધરાવતી ચીજ વસ્તુ શરીરમાં કેલરીની માત્રા ને વધારે તો દે જ છે પરંતુ તે બ્લડ શુગર લેવલને પણ બહુ ઝડપથી વધારે છે અને એટલું જ ઝડપથી નીચે પણ લાવે છે જે સ્વાસ્થ્ય માટે અતિ હાનિકારક છે.

image source

સુગર લેવલમાં અચાનક પરિવર્તન આવવાથી થાક, માથાનો દુખાવો તેમજ ચક્કર આવવા જેવી તકલીફ થાય છે. એક્સરસાઇઝ પહેલા ગળ્યું ખાવાની ઇચ્છા થતી હોય તો ફળ અથવા તો glucose લેવું હિતાવહ છે.

ડેરી પ્રોડક્ટ્સ

image source

પ્રોટીન બનાવટોની ચીજવસ્તુઓ જેવી કે દૂધ ,ચીઝ ,દહીં તેમજ પનીર વર્કઆઉટ પછી ખાવું જોઈએ.આ તમામ ચીજવસ્તુ પેટની વધુ માત્રા ધરાવતી હોવાને કારણે તેને પચાવવા માટે પૂરતો સમય આપવો પડે છે ડેરી પ્રોડક્ટ્સ અને કારણે ઉલટી અથવા તો પેટમાં ગરબડ પણ ઉભી થઇ શકે છે.

image source

ઉપર જણાવેલી કોઈપણ વસ્તુ ખાધા બાદ એક્સરસાઇઝ કરવામાં આવે તો અનિંદ્રા,ગેસ તથા અપચાને લગતી તકલીફ થાય છે. જે કસરત કરવાની ક્ષમતા પર અવળી અસર કરે છે અને શરીરમાં થાક અનુભવાય છે.

સોડા ડ્રિંક

image source

કોઈપણ પ્રકારના કોલ્ડ્રીંક અથવા તો સોડા વર્કઆઉટ પહેલા ક્યારેય પીવા જોઈએ નહીં. આ પ્રકારના ડ્રિંક્સમાં કોઈપણ પ્રકારનું પોષણ હોતું નથી ઉપરાંત તેમાં ભારોભાર શુગર રહેલી છે .જે પેટને બ્લોટેડ કરે છે, ઉપરાંત સોફ્ટ ડ્રિંક પીવાથી ઊલટી તથા પેટના દુખાવાની સમસ્યા પણ કસરત સમયે થઇ શકે છે.

image source

વર્કઆઉટ પહેલા અને વર્કઆઉટ સમયે વચ્ચે પાણી પીવું જોઈએ વર્કઆઉટ સમયે ખૂબ જ પરસેવો થવાને કારણે ઘણી વખત શરીરમાં પાણીની અછત સર્જાય છે .પાણી પીવાને કારણે હાયડ્રેટ ૨હેવાય છે.

હાય કેલરીવાળા ખાદ્ય પદાર્થ

image source

વર્કઆઉટ પહેલા હાઈ કેલરી વાળા ખાદ્ય પદાર્થ પણ લેવા જોઈએ નહીં. વિશેષ કેલરી ધરાવતાં પદાર્થમાં ફેટની માત્રા વધારે હોય છે જેને પચાવવા માટે પૂરતો સમય આપવો પડે છે .એ પહેલા વર્કઆઉટ કરવામાં આવે તો પેટની સમસ્યા સર્જાય છે.

મસાલેદાર ભોજન

image source

કસરત કરતા પહેલા વધુ પડતું ચટાકેદાર અને મસાલેદાર ભોજન કરવાનું પણ ટાળવું જોઈએ.સ્વાદિષ્ટ વ્યંજન સૌ કોઈને પ્રિય હોય છે. પરંતુ જીમ જવા માંગતા અને કસરત કરવા માગતા લોકોએ ચટાકેદાર ભોજન ખાવાનું અવૉઇડ કરવું જોઈએ.તેને કારણે અપચો તથા એસિડિટીની સમસ્યા થાય છે અને તે વર્કઆઉટ નો પ્લાન બગાડી શકે છે.

image source

ગંભીરતાપૂર્વક વર્કઆઉટ કરવાનું જેણે પણ નક્કી કર્યું હોય તેને તેના શરીરની ટેવોની સુધારવી જોઈએ. શરીરને કોઈ પણ એવું બહાનું ન આપો જેને કારણે વર્કઆઉટ કરવામાં વિઘ્ન ઊભું થાય.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.
આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !
– તમારો જેંતીલાલ