બ્લડપ્રેશરથી માંડીને અનેક બીમારીઓને કાબુમાં કરે છે કાળા મરી – જાણો એક્સપર્ટ્સનો મત…

ભારતીય રસોઈ અનેક ઔષધીય ગુણોથી ભરપૂર છે. ભારતીય રસોઈ કળા માં એક વિજ્ઞાન સમાયેલું છે. રસોઈ શાસ્ત્રમાં જ ઔષધશાસ્ત્ર પણ છુપાયેલું છે. ઘણી બધી શારીરિક સમસ્યાઓ નો ઈલાજ આહારમાં વાપરવામાં આવતા રોજ-બરોજના ખાદ્ય પદાર્થોમાં સમાયેલો છે. શું તમે જાણો છો કે તેજાના તરીકે વાપરવામાં આવતા કાળા મરી પણ ઔષધીય ગુણોથી સમૃદ્ધ છે? કાળા મરીમાં ઘણી બધી અસાધ્ય બીમારી ને સાધવાનો પણ ગુણ રહેલો છે.

image source

હાલનું જીવન ઘણું જ ફાસ્ટ થઈ રહ્યું છે ઉપરાંત દેખાદેખી વધુ પડતું મેળવી લેવાની ટેવ અને અતિશય કામનું પ્રેશર પણ જીવનશૈલી પર અસર કરે છે અને તાણમાં વધારો કરે છે. જેને કારણે આજકાલ હાઈ બ્લડપ્રેશરની સમસ્યા સામાન્ય થઈ ગઈ છે.ઘણા લોકો હાઇ બ્લડપ્રેશર જેવી બીમારીનો ભોગ બની ચૂક્યા છે પરંતુ સામાન્ય થઈ ગયેલી બીમારી સામે જો લાપરવાહી દાખવવામાં આવે તો તે ગંભીર પરિણામ લાવી શકે છે.

image source

હાઇબ્લડપ્રેશર જેવી લોહીની ગંભીર બીમારીમાં પણ મરી નો ઉપયોગ ફાયદાકારક છે. મરી બ્લડપ્રેશરને કંટ્રોલ કરવામાં મદદરૂપ છે.

image source

દિલ્હીની સરોજ સુપર સ્પેશીયાલીટી હોસ્પિટલ ના ડોક્ટર નિધી ધવન જણાવે છે કે કાળામરી સ્વાસ્થ્ય માટે ફાયદાકારક છે. મરીમાં રહેલું કેલ્શિયમ આયર્ન ફોસ્ફરસ કેરોટીન sign in આઈ પ્રાઈઝ ખોરાકને પચાવવામાં મદદરૂપ છે પેટને લગતી કેટલીક બીમારીઓ માં મરી ફાયદાકારક છે ઉપરાંત મરી પેટમાં રહેલા હાઇડ્રોક્લોરિક એસિડ ની માત્રા વધારે છે જેનાથી ખોરાકનુ સારી રીતે પાચન થઈ શકે છે. મરીમાં રહેલું પાઈપરીન તત્વ કેન્સર સામે પણ રક્ષણ આપે છે.

image source

આહારમાં યોગ્ય માત્રામાં મરીનું સેવન કરવામાં આવે તો મેલેરિયા, દાંત નો દુખાવો ,કફ, ખાંસી શરદી ,પેટનો અપચો ,ડિપ્રેશન અને હાઇ બ્લડપ્રેશર જેવી સમસ્યાઓમાં પણ રાહત મળે છે. ખાલી પેટે મરી ખાવાથી તે પ્લેટલેટસમાં મિક્સ થઈને બ્લડપ્રેશરને નિયંત્રીત કરવામાં મદદરૂપ છે.

image source

કાળા મરી હાઈ બ્લડપ્રેશરની દવા ની જેમ જ કેલ્શિયમ ચેનલને બ્લોક કરવાની ક્ષમતા ધરાવે છે ,ઉપરાંત બ્લડ શુગર લેવલને કંટ્રોલમાં રાખે છે .પાચન સિસ્ટમને મજબૂત કરે છે. આંતરડા સંબંધિત સમસ્યાઓ અને હૃદય રોગમાં પણ મરી ઉપયોગી છે. ચામા પણ મરી પાવડર મિક્સ કરીને લઈ શકાય છે.

image source

કબજિયાત, અપચો, પેટ નો બગાડ ઉપરાંત શ્વાસની બીમારીઓમાં પણ મરી પાવડર રાહત આપે છે. કાળા મરીનો નિયમિત સેવન કરવાથી ડિપ્રેશન પણ દૂર થાય છે. મૂડ સ્વિંગ ની સમસ્યામાં પણ મરી રાહતરૂપ છે. મરી શરીરમાં સેરોટોનિનનું લેવલ વધારે છે જે મૂડ સુધારવામાં મદદ કરે છે.

image source

આહાર નિષ્ણાત ડૉક્ટર નેહા પઠાણી ના જણાવ્યા મુજબ મારી પોષક તત્વોની ખાણ છે. મરી મા રહેલા પોષક તત્વો શરીરને ગરમી આપે છે.મારી માં ભરપૂર માત્રામાં રહેલું પોટેશિયમ હૃદયની ગતિને નિયંત્રિત કરવામાં મદદરુપ બને છે ઉપરાંત તે બ્લડપ્રેશરને પણ કંટ્રોલમાં રાખે છે. મરી માં ભરપૂર માત્રામાં આયરન પણ રહેલું છે જે લો બ્લડ પ્રેશર સામે શરીરનું રક્ષણ કરે છે ઉપરાંત મરી લોહીમાં લાલ રક્તકણોની સંખ્યા વધારે છે એમાં રહેલું મેંગેનીઝ તેમજ એન્ટિઓક્સિડન્ટ તત્ત્વ પણ શરીરનું સ્વાસ્થ્ય લાંબા સમય સુધી જાળવી રાખે છે.

image source

એક ગ્લાસ છાશમાં અડધી ચમચી મરી પાઉડર મિક્સ કરી સિંધાલૂણ ભેળવી પીવાથી પેટની સમસ્યામાં રાહત મળે છે. કાળી દ્રાક્ષ સાથે પણ કાળા મરીનું સેવન કરી શકાય છે, એનાથી પણ પેટને ઠંડક મળે છે અને પાચનતંત્ર સુધરે છે.

image source

લીંબુ પાણીમાં પણ મરી પાવડર મિક્સ કરીને બેસી શકાય છે ઉપરાંત એક ચમચી ઘીમાં કાળા મરીનો પાવડર તેમજ થોડીક ખાંડ મિક્ષ કરીને રોજ ખાવાથી પણ શરીર સ્વસ્થ અને નિરોગી રહે છે. પાંચથી છ કાળા મરીના દાણા ખાવાથી બ્લડપ્રેશર કંટ્રોલમાં રહે છે. આટલું જાણ્યા પછી હવે હાઇબ્લડપ્રેશરના દર્દી માટે પ્રેશરને કન્ટ્રોલમાં રાખવું ખૂબ સરળ બની રહેશે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !

– તમારો જેંતીલાલ