વધતી ફાંદથી પરેશાન છો? તો કરો આ ૪ સુપર એક્સરસાઈઝ…

પેટ પર વધતી જતી ચરબીના થરને ફટાફટ ઉતારવા માટેની 4 સરળ એક્સરસાઈઝ જોઈએ.

image source

આરામદાયક બેઠાડુ લ્લઈફ સ્ટાઈલ અને ભારે ખોરાકને કારણે વજન વધવાની સમસ્યા ઊભી થાય છે. વજન વધવાની સમસ્યા સાથે જ પેટનો ભાગ પણ સૌથી પહેલા અને ઝડપથી વધે છે. ચરબી ના મોટાભાગના થર પેટની આસપાસ વધારે પ્રમાણમાં જમા થાય છે .ખાસ કરીને મહિલાઓને પેટના ભાગમાં ચરબી વધવાની સમસ્યા વિશેષ પ્રમાણમાં ઉપસ્થિત થાય છે . ચરબીને કારણે બહાર નિકળેલું પેટ સૌંદર્યમાં પણ ઘટાડો કરે છે અને રોજબરોજની દૈનિક હલનચલનમાં પણ તકલીફ ઊભી કરે છે .આ પેટને ઘટાડવાના ઉપાયો માટે ૩૦ થી ૩૫ મિનીટ દિવસ દરમિયાન કસરત કરવી જરૂરી બને છે.

image source

પેટ ઘટાડવાની 4 સરળ રીત અમે અહીં તમને બતાવી રહ્યા છીએ. જે નિયમિત પણે ૩૦ થી ૪૦ મિનિટ કરવાથી થોડા જ સમયમાં પેટની ચરબી ઓગાળવા લાગશે અને પેટ ધીમે ધીમે સપાટ થતું જશે .તમારી દૈનિક ક્રિયાઓમાં પડતી મુશ્કેલીઓ ઓછી થશે એટલું જ નહીં શારીરિક સૌંદર્ય પણ નિખરી ઉઠશે.

પ્લેન્ક

image source

પ્લેંક ફૂલ બોડી એક્સરસાઇઝ છે.તેની અસર સીધી કોર પર પડે છે, જેને કારણે પેટની સાથે સાથે પીઠ, છાતી અને ખભા પણ મજબૂત થાય છે. તેનો મોટામાં મોટો ફાયદો એ છે કે પેટના અલગ અલગ મસલ્સને અલગ અલગ કસરતથી ફીટ રાખવાને બદલે માત્ર પ્લેંક કરવાથી જ પેટના તમામ મસલ્સ એક જ એક્સરસાઇસમાં ટોન થાય છે .પેટના મસલ્સને સારું એવું સ્ટ્રેચિંગ મળી રહે છે ,મસલ ટોન થવાને થવાને કારણે ચરબીમાં ઘટાડો થાય છે.પ્લેંક કરતી વખતે ખાસ ધ્યાન રાખવું કે પીઠ ને આગળ તરફ ઝુકાવી નહીં અને શરીરનું બેલેન્સ સીધુ રાખવું.

શરૂઆતમાં પાંચ વાર પ્લેન્ક કરવા જોઈએ, એક મિનિટ સુધી પ્લેંકની સ્થિતિમાં શરીરનું બેલેન્સ જાળવી રાખવાથી પેટના મસલ પર તે પ્રભાવક સાબિત થાય છે.ધીરે ધીરે પ્લેન્ક ની પ્રેક્ટિસ વધારતા જવી.પ્લેંક ની સ્થિતિમાં શરીરને હોલ્ડ કરવાનો સમય વધારતા જવો જોઈએ.

બ્રિજ

image source

બ્રિજ એક યોગમુદ્રા છે. જેનાથી પેટના સ્નાયુઓ પૂરતા પ્રમાણમાં ખેંચાય છે.એક આસન પર ચત્તા સુઇને ઘૂંટણથી પગને થાપા તરફ ખેંચીને વાળવા.બંને હાથેથી પગના એન્કલ પકડીને પેટ તથા પીઠના ભાગ ને ધીમે ધીમે જમીનથી ઉપર કમાન નો શેપ સરજાય એ રીતે ઉપરની તરફ ખેંચીને લાવવા.આ મુદ્રામાં થોડી વખત શરીરને હોલ્ડ કરવું. ઊંડા શ્વાસ લેવા, બ્રિજ મુદ્રા પણ દિવસમાં પાંચ વખત કરવાની ટેવ પાડવી.આ કસરતથી કોર, સાથળ તથા પીઠના સ્નાયુઓને મજબૂત થશે.

v પોઝ

image source

આસન ઉપર ચત્તા સુઇને બંને પગ સાથે રાખી તેને ધીરે ધીરે 45 ના ખૂણા સુધી ઉપર લઈ આવવા .ત્યારબાદ શરીરને ખભાના ભાગે થી બંને હાથ સીધા રાખીને માથા સાથે ધીમે ધીમે ઉપર લઈ આવી પેટના સપોર્ટ ઉપર શરીરનો v શેપ બનાવવો.કોરને મજબૂત કરવા અને ટોન કરવા માટે વી શેપ ની એક્સરસાઇઝ ખૂબ જ લાભદાયક છે. તે પેટની માસપેશીઓને મજબૂત કરે છે ,અને પેટની ચરબી ઘટાડી શરીરને સુંદર ફિગર આપવામાં મદદરૂપ બને છે.આ એક્સરસાઇઝના દસ રાઉન્ડ કરવા જોઈએ.

માઉન્ટેન ક્લાઇમ્બર

માઉન્ટેન ક્લાઇમબરની એક્સરસાઇઝ કોર તથા હૃદયના સ્નાયુઓને મજબૂત કરવા માટે ઉપયોગી સાબિત થાય છે ,એટલું જ નહીં તે પેટ, પેટ નો મધ્યનો ભાગ તથા સાઈડ પરના ભાગની ચરબી ને જાદૂઈ રીતે ઝડપથી ઉતારે છે, તેના દિવસમાં ચાર રાઉન્ડ કરવા જોઇએ અને દરેક રાઉન્ડની અંદર તેના ૫૦ સ્ટેપ્સ પૂરા કરવા.

via GIPHY

આસન ઉપર ઉંધા સુઇને પછી હથેળી અને હાથના સપોર્ટ થી થોડા ઉપર આવવું અને દોડતા હોઈએ અથવા તો પર્વત ચડતા હોઈએ એ રીતે જ સૂતાં સૂતાં આ એક્સરસાઇઝ કરવી. પેટ ઉતારવા માટે થોડીક બીજી સરળ રીત જોઇએ જેમાં શ્વાસની આવન-જાવન ઉપર વિશેષ ધ્યાન આપવું.

image source

શાંત મુદ્રામાં પલાઠી વાળીને અથવા તો ફાવે તો પદ્માસનમાં બેસીને જેટલો લઇ શકાય એટલો ધીમે ધીમે ઊંડો શ્વાસ લેવો અને શ્વાસ થોડી વખત શરીરમાં હોલ્ડ કરો ત્યારબાદ ધીમે ધીમે શ્વાસ બહાર કાઢતાં જવો.રોજબરોજની કસરતમાં ડીપ બ્રીધીંગને સ્થાન આપવાથી પણ ધીમે ધીમે પેટના સ્નાયુઓ મજબૂત થઈ પેટમાં જમા કરેલી ચરબી ઓગળશે એટલું જ નહીં સ્વાસની એક્સરસાઇઝ ફેફસાની અને હૃદયને મજબૂત કરવામાં પણ મદદરૂપ છે.

કસરત કરતી વખતે શરીરના કોઇપણ સ્નાયુ માં દુખાવો થાય તો થોડો વખત અટકી જવું.કસરતની શરૂઆતના સમયમાં તો શરીરમાં દુખાવો થવો સ્વાભાવિક છે .પરંતુ જો વિશેષ પ્રમાણમાં દુખાવો થાય તો અટકીને કસરત નિષ્ણાતની સલાહ લેવી. પેટની કસરત કરતી વખતે કોર મસલસને ચાર્જ કરવા માટે પેટના સ્નાયુઓને ખેંચીને ટાઈટ રાખવા. હોલ્ડિંગ ના સમયને નિયમિત બનાવવા માટે સ્ટોપવોચ નો સહારો લેવો.સ્ટોપવોચને કારણે હોલ્ડિંગ કૅપેસિટી પણ વધશે.

via GIPHY

કોઈપણ એક્સરસાઈઝ કરતી વખતે શરીરના પોશ્ચર અંગે સજાગ રહેવુંકોઈપણ એક્સરસાઇઝની શરૂઆત ધીમે ધીમે કરવી અને ક્રમશઃ તેને વધારતા જવી .એક સાથે એક જ દિવસમાં ઘણી બધી એક્સરસાઇઝ કરી નાખવાથી શરીર એક પ્રકારનો થાક અનુભવે છે અને બીજા દિવસે એક્સરસાઈઝ કરવા માટે શરીરના મસલ્સ તૈયાર હોતા નથી માટે એક્સરસાઇઝ કરવાની યોજના છ બનાવી હોય છે એ નિયમિત સ્વરૂપમાં આવ્યા પહેલાં જ પડી ભાંગે છે.કસરત કરતી વખતે સાથે સાથે ડાયટ નું ધ્યાન રાખવું પણ એટલું જ જરૂરી છે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.
આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !
– તમારો જેંતીલાલ