કંઇ પણ વિચાર્યા વગર આજથી જ ફોલો કરો આ ટિપ્સ, ચોકલેટ ખાધા પછી પણ નહિં સડે દાંત

ઈચ્છા હોય તેટલી ખાઓ ચોકલેટ નહીં સડે દાંત, પણ ચોકલેટ ખાધા પછી ફોલો કરવી પડશે આ ટીપ્સ

image source

બાળક ચોકલેટ ખાવા માંગે કે માતા તેને અટકાવે, કારણ કે એવી માન્યતા છે કે ચોકલેટ ખાવાથી દાંત સડી જાય છે. આ કારણ અને વર્ષો જૂની માન્યતાના કારણે બાળકો ચોકલેટ ખાઈ પણ શકતા નથી.

તો ચાલો આજે આ માન્યતાને દૂર કરીએ. સૌથી પહેલા તો જાણી લો કે ચોકલેટ ખાવાથી દાંત સડતા નથી જો ચોકલેટ ખાધા પછી તમે યોગ્ય રીતે માવજત કરો તો…

image source

– ચોકલેટને ખોરાકના એક ભાગ તરીકે ખાવી, એટલે કે જમ્યા પછી તરત ખાવી અને પછી પાણી પી લેવું. ચોકલેટ ખાધા પછી કોગળા કરી લેવાથી ચોકલેટના કારણે થતી આડઅસરથી બચી શકાય છે. આમ કરવાથી ચોકલેટમાં રહેલા પદાર્થો દાંત પર ચોંટેલા રહેતા નથી અને તેના કારણે દાંતનો સડો અને દાંતના અન્ય રોગો ટાળી શકાય છે.

image source

– કેરેમલ વાળી અથવા ખુબ ચીકણી ચોકલેટ જે દાંતમાં ચોંટે તેવી હોય તેનું સેવન કરવા કરતાં ડાર્ક ચોકલેટ અથવા ઓછી મીઠી હોય તેવી ચોકલેટ પસંદ કરો. ડાર્ક ચોકલેટ ખાવાના પણ ખુબ ફાયદાઓ હોય છે.

image source

તે હાર્ટ તથા ત્વચા માટે ઘણી ફાયદાકારક હોય છે. ડાર્ક ચોકલેટ ખાવાથી દાંતની તકલીફો થવાની સંભાવના નહિવત થઈ જાય છે. કેરેમલ તેમજ અન્ય ચીકણા પદાર્થો લાંબા સમય સુધી દાંત પર ચોંટેલા રહે તો દાંતના રોગો થવાની સંભાવના વધી જાય છે.

એક વાત હંમેશા યાદ રાખવી કે ચોકલેટ દાંતની દુશ્મન નથી પરંતુ જો તે દાંત પર ચોંટેલી રહી જાય તો દાંત સડે છે.

image source

– રાત્રિના સમયે સુતા પહેલા ચોકલેટ ખાવાની ટેવથી બચો. મોડી રાત્રે ચોકલેટ ખાવાથી ચોકલેટના દ્રવ્યો, ગાલ, જીભ તથા દાંત સાથે ચોંટેલા રહી જાય છે. જે બેક્ટેરિયા વધારે છે. ચોકલેટમાં રહેલી સુગર બેક્ટેરિયા એસિડમાં પરિવર્તીત કરે છે. જે દાંતને નુકસાન પહોંચાડે છે. રાત્રે આ પ્રક્રિયા વધુ તીવ્ર ગતીથી થતી હોય છે.

image source

– ચોકલેટ ખાધા પછી મીઠાના પાણીથી કોગળા કરવા જોઈએ. મીઠું દાંત માટે ઉપયોગી વસ્તુ છે. પાણીમાં મીઠું નાખીને કોગળા કરવાથી દાંત પર લાગેલા ચીકણા દ્રવ્યો સાફ થઈ જાય છે. આ ઉપરાંત મીઠું મોમાં રહેલા બેક્ટેરિયાનો નાશ કરે છે. જો કે મીઠું પણ ઘસારો કરતી વસ્તુ છે તો પાણીમાં વધારે પડતું મીઠું ન ઉમેરવું.

image source

– નાના બાળકોને ચોકલેટ, બિસ્કિટ આપ્યા પછી બ્રશ કરવાની આદત પાડો. આગ્રહ રાખો. પુખ્ત વયના લોકોની સરખામણીમાં બાળકોના દાંત વધુ નરમ હોય છે. બાળકોના દાંતની રચના અસમાન હોય છે જેમાં ખોરાક ફસાવાની શક્યતા વધુ હોય છે.

બ્રશ કરવાથી ફસાયેલો ખોરાક અને ચોકલેટ દૂર થાય છે. બ્રશ કરવાથી દાંતના સડા જેવા રોગોથી બચી શકાય છે. માત્ર બ્રશ કરવાનો પ્રયોગ કરવાથી પણ ફાયદો થાય છે. એટલે બાળક ચોકલેટ ખાય કે નહીં પરંતુ રાત્રે બ્રશ કરવાની આદત હંમેશા રાખો.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !

– તમારો જેંતીલાલ