હર્નિયા થાય તો જરા પણ ના કરશો આ વાતને ઇગ્નોર, જાણો કેમ

હર્નિયા એટલે કે સારણગાંઠ ખૂબ જ સામાન્ય રોગ થઈ ગયો છે. સારણગાંઠ આશરે બે ટકા લોકોમાં જોવા મળે છે. આજે આ સમસ્યા વિશે જાણવું ખૂબ જરૂરી બની ગયું છે. ઘણીવાર ખોટી માહિતી કે માહિતી ના હોવાના કારણે આ રોગ જીવલેણ પણ સાબીત થઈ શકે છે.

આજે અમે આપને સારણગાંઠ વિશે પૂરતી જાણકારી આપવાનો પ્રયત્ન કરીશું.

સારણગાંઠ શુ હોય છે?

image source

સારણગાંઠ કોઈપણ ઉંમરમાં થઈ શકે છે. સારણગાંઠ જન્મથી લઈને વૃદ્ધાવસ્થા સુધીની દરેક વ્યક્તિને આ રોગ થઈ શકે છે. સારણગાંઠ પુરુષોમાં વધુ જોવા મળે છે.

આ રોગમાં પેટની માસ્પેશિઓના કોઈપણ ભાગમાં નબળાઈ આવવાના કારણે પેટની અંદરના અવયવો સામાન્ય રીતે બહાર આવવા લાગે છે.

image source

તેમજ એ ભાગમાં બહારની બાજુ ફુગ્ગા જેવો બની જાય છે. સારણગાંઠ સામાન્ય રીતે નાભિ, જાંઘ, પેટનો જોડાણવાળા ભાગમાં કે પછી પહેલા કરેલા ઓપરેશનની જગ્યાએ થઈ શકે છે.

લક્ષણો:

-જ્યારે સારણગાંઠ થાય છે ત્યારે પેટના ભાગે ફુગ્ગા જેવો સોજો આવી જાય છે.

-આ સોજો ઊભા રહેવાથી, ચાલવાથી, વજન ઉચકવાથી કે ઉધરસ ખાવાથી અને પેશાબ દરમિયાન જોર કરવાથી આ સોજો વધારે ફૂલી જાય છે.

image source

-પેટ પર સોજો આવેલા વિસ્તારમાં હમેશા હળવો દુખાવો રહ્યા કરે છે.

-આ સોજો આવેલ ભાગ ઊંઘવાથી કે હાથથી દબાવવાથી ગોળ ગોળ અવાજ આવે છે અને તે અંદર જતો રહે છે કે પછી નાનો થઈ જાય છે.

-જ્યારે વ્યક્તિને તીવ્ર દુખાવો થાય, ઊલટી થવી, પેટનું ફૂલી જવું, ટોયલેટ જવાનું બંધ થઈ જવું. જો આવા લક્ષણો દેખાય તો તરત જ ડોકટરનો સંપર્ક કરવો અને શક્ય તેટલી જલ્દી ઈલાજ કરાવી લેવો.

સારણગાંઠની સારવાર કેમ જરૂરી છે?

image source

-સારણગાંઠથી આપના દૈનિક નિત્યક્રમમાં ખૂબ તકલીફ પડે છે. સારણગાંઠથી સ્વસ્થતા જળવાતી નથી. ઉપરાંત ખૂબ દુખાવો પણ રહે છે. સારણગાંઠના કારણે આપ વજન પણ ઉતારી શકતા નથી અને જાતીય જીવનમાં તકલીફ પડે છે.

જેમ જેમ સમય જાય છે તેમ તેમ સારણગાંઠની તકલીફ વધતી જાય છે. આ રોગમાં આંતરડું અટકી જાય કે ફસાઈ જાય તો દર્દીને જીવનું જોખમ પણ થઈ શકે છે. આથી સારણગાંઠની જાણ થતાં જ તેનો ઈલાજ કરાવી લેવો જરૂરી છે.

-સારણગાંઠની સારવાર શુ હોય છે?

image source

સારણગાંઠનો એકમાત્ર ઈલાજ ઓપરેશન જ છે. સારણગાંઠને દૂર કરવા માટે કોઈ દવા, યોગ, ઔષધિ કે અન્ય કોઈ ટ્રીટમેન્ટ કારગત રહેતી નથી. ઘણા લોકો સારણગાંઠ થવા પર બેલ્ટ બાંધે છે જે યોગ્ય નથી.

ઘણીવાર આ બેલ્ટ નુકસાન પણ પહોચાડી શકે છે. સારણગાંઠની જાણ થતાં જ શક્ય હોય તેટલી જલ્દી ઓપરેશન કરાવી લેવું, કારણકે સારણગાંઠના ઓપરેશનમાં જેટલો વિલંબ થાય તકલીફ તેટલી જ વધી જાય છે.

ઘણીવાર આ તકલીફ જીવલેણ પણ બની જાય છે. સારણગાંઠનું ઓપરેશન નવજાત બાળક થી લઈને સો વર્ષ સુધીની કોઈપણ ઉંમરે કરાવી શકાય છે.

image source

સારણગાંઠનું ઓપરેશન ઘણી રીતે થાય છે જે દર્દીની ઉંમર અને અન્ય પરિબળો પર નિર્ભર કરે છે. તપાસ પછી જ ડોકટર યોગ્ય પદ્ધતિ જાણી શકે છે.

-સારણગાંઠ થવા પર કેવી સાવધાની રાખવી જોઈએ.

-વધારે વજન ઊંચકવું નહિ.

-શૌચક્રિયા દરમિયાન કોઈપણ પ્રકારનું દબાણ કરવું નહીં.

-ઉધરસ થઈ હોય તો જલ્દી જ ઉપચાર કરાવી લેવો, વધારે ઉધરસથી સારણગાંઠ પર દબાણ વધે છે.

– સારણગાંઠ પર દબાણ પડે એવી કોઈ કસરત કરવી નહીં, તેમજ આ સમયે ડોકટરની સલાહથી જ કસરત કરવી.

-વ્યસન કરવાનું છોડી દેવું.

-વધારે ઉભા રહેવું હિતાવહ નથી.

image source

– વહેલી તકે ઓપરેશન કરાવી લેવું.

સારણગાંઠ થવાના કારણો

-સતત ઉધરસ થવાના કારણે. જે અસ્થમા કે ટીબીમાં થઈ શકે છે.

-કબજિયાત અને જાડાપણું.

-પ્રોસ્ટેટમાં ગાંઠ કે પછી પેશાબ નળીમાં અવરોધ.

-વારસાગત કે જન્મજાત.

-લિવરનો ગંભીર રોગ.

-પ્રોટીનની ઉણપ, કુપોષણ.

-વધારે પડતું ધુમ્રપાન.

-વધારે વજન ઉપાડવાથી.

-નબળા સ્નાયુઓના કારણે.

-વૃદ્ધાવસ્થા કે લકવાના કારણે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !

– તમારો જેંતીલાલ