માત્ર શોખને ખાતર ગામડે આવીને ખેતી શરૂ કરી આજે તેણે લાખોમાં કમાણી કરીને નામના પણ કમાઈ છે…

અભ્યાસે સોફ્ટવેર ઇન્જિનિયર, કરે છે ખેતી અને કમાય છે લાખોની રકમ… જાણો, કોણ છે આ યુવાન અને શું છે તેની અધધ કમાણીનું રહસ્ય… માત્ર શોખને ખાતર ગામડે આવીને ખેતી શરૂ કરી આજે તેણે લાખોમાં કમાણી કરીને નામના પણ કમાઈ છે…


હૈદરાબાદનો આ યુવાન અભ્યાસે સોફ્ટવેર ઇન્જિનિયર છે. પુલિચરલા હનુમા રેડ્ડી નામનો આ યુવક તેના ગામડે માત્ર શોખને ખાતર ખેતી કરવા માટે રોકાણ કર્યું હતું. ૩૨ વર્ષના આયુવકને સ્વપ્નમાં પણ ખ્યાલ નહીં હોય કે તેણે શરૂ કરેલ આ કવાયતમાં મહેનતનું ફળ આટલું મીઠું આવશે… માત્ર ૯ જ મહિનામાં તેની ખેતીએ પાક આવવા માંડ્યા અને લાખોની કમાણી કરવા લાગ્યો. તેની આખી વાત જાણીને નવાઈ લાગશે.

જામફળ વાવીને કરે છે કમાણી


હનુમાએ પોતાની ૬ એકર જમીનમાં તાઈવાન જામફળ વાવવાનો નિર્ણય લીધો. તે એક એવું ફળ છે જેમાં ઓછા પાણી અને ઓછા ખર્ચમાં પણ વધુ પ્રમાણમાં ફળ આવે છે. આ ફળને વાવ્યા બાદ તેના પાકની માવજત કરીને લગભગ નવેક મહિનામાં તેના પર પુષ્કળ ફળ આવવા લાગ્યા.

હનુમાએ વાપરી હતી અદ્યતન ટેક્નોલોજી

હનુમાએ પોતાના ખેતરમાં ફળની વાવણી કરવા માટે સોલાર ટેક્નોલોજી અને ડ્રી ઇરિગેશન પદ્ધતિ અપનાવી હતી. છ એકર જમીનમાં તેમણે ચાર હજાર જામફળીના છોડનું વાવેતર કર્યું હતું. જેને કારણે સારો એવો પાક સિઝન થતાં લાગ્યો અને તેમને સફળતા મળી.


કંપનીઓએ ખરીદ્યા તેમના ફળ

આજે ટોચની ફળ ખરીદતી કંપનીઓએ તેમનો સંપર્ક કર્યો છે અને તેમની પાસેથી તાઈવાન જામફળની ખરીદી કરી રહ્યા છે. ઉત્તમ ગુણવત્તાવાળા ફલ અંદાજે ૩૫થી ૪૦ રૂપિયામાં એક કિલોના હિસાબે તેમને હોલસેલમાં મળી રહ્યા છે જે બજાર ભાવ ૯0થી ૧૨૦ રૂપિયા અંદાજિત ભાવે વહેંચાય છે.

તાઈવાન જામફળની ગુણવત્તા

આ જામફળની સરખામણી સફરજનની ગુણવત્તા સાથે થઈ રહી છે. તેની ન્યૂટ્રીશિયન વેલ્યુ સફરજનથી પણ વધારે છે તેવું કહેવાય છે. ડોક્ટરોની સલાહ મુજબ ડાયાબિટીઝના અને અન્ય દર્દીઓ પણ આ ફળ ખાઈ શકે છે.


ઓછા રોકાણમાં વધારે કમાણી

શરૂઆતમાં તેમણે ૪ લાખ રૂપિયાનું ઇન્વેસ્ટમેન્ટ કર્યું હતું. જે નવ મહિનામાં વળતર મળીને ૯ લાખની કમાણી ઉપજી છે. જ્યારે તેમના વિસ્તારમાં વરસાદ ઓછો પડ્યો અને પાણીની તંગી વર્તાઈ ત્યારે આ તાઈવાન જામફળની વાવણીનો વિચાર આવ્યો હતો. જેમાં પાણીની લાગત અને માવજત પણ ઓછી જ પડે છે. તેઓ હવે પોતાના ગામમાં અઠવાડિયે બે વખત આવે છે અને બાગયત ફળની ખેતી કરે છે. જેમાંથી તેમને મહિને લાખ રૂપિયાની કમાણી થાય છે.

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !

– તમારો જેંતીલાલ