એક વખત એવો હતો જ્યારે સોનમ કપૂર સાથે કોઈ હીરો કામ કરવા તૈયાર નહોતો.

આપણે બધા જાણીએ છીએ કે સોનમ કપૂર અનિલ કપૂરની દીકરી છે. તેણી પોતાની ફિલ્મો કરતાં પોતાના કપડાંઓ માટે વધારે ચર્ચામાં રહે છે. તેને બોલીવૂડ ફેશનિસ્ટા કહેવામાં આવે છે. જો કે તેની વસ્ત્રોની પસંદ ખરેખર દાદ માગી લે તેવી. છે. બોલીવૂડની અન્ય હિરોઈનોની જેમ તે પણ કેન્સ ફિલ્મ ફેસ્ટિવલમાં છવાયેલી રહે છે.

 

View this post on Instagram

 

A post shared by Sonam K Ahuja (@sonamkapoor) on


સોનમકપૂરની ફિલ્મોની વાત કરીએ તો તેણે પોતાની ફિલ્મી કેરીયરમાં અલગ અલગ પ્રકારના પાત્રો નિભાવ્યા છે. તેણીએ પોતાની પ્રથમ ફિલ્મ સંજય લીલા ભણસાલી જેવા દીગ્ગજ ડીરેક્ટર સાથે કરી હતી. જો કે ફિલ્મ સફળ નહતી રહી પણ ફિલ્મના લીડ એક્ટર્સ રનબીર કપૂર અને સોનમ કપૂરની એક્ટીંગના વખાણ કરવામાં આવ્યા હતા. રનબીર તો જો કે ત્યાર બાદ ફીલ્મ ઇન્ડસ્ટ્રી પર છવાય જ ગયો.

 

View this post on Instagram

 

A post shared by Sonam K Ahuja (@sonamkapoor) on


સોનમ કપૂરને ભલે તેના અભિનય માટે એટલી બિરદાવવામાં નથી આવી પણ તેણી એ પોતાની ક્ષમતાને ફિલ્મ નિર્જામાં શાબિત કરી દીધી હતી. અને આ ફિલ્મ માટે તેણીને શ્રેષ્ઠ અભિનેત્રીનો રાષ્ટ્રિય અવોર્ડ પણ મળી ચુક્યો છે. જેના માટે તેણીને ખુબ જ ગર્વ છે.

તાજેતરમાં ફિલ્મફેયર મેગેઝીનને આપેલા એક ઇન્ટર્વ્યુમાં તેણીએ પોતાની અહીં સુધીની સફર વિષે નાના કિસ્સાઓ કહ્યા હતા. તેમાં તેણીએ જણાવ્યું હતું કે તેણીએ જ્યારે ખુબસુરત ફિલ્મ પ્રોડ્યુસ કરવાનું નક્કી કર્યું ત્યારે ફિલ્મના ટાઇટલના કારણે કોઈ હીરો તેમાં કામ કરવા માટે તૈયાર નહોતો આ ઉપરાંત ફિલ્મ હીરોઈન કેન્દ્રીત હતી માટે પણ કોઈ હીરો તેમાં કામ કરવા નહોતો માગતો.

 

View this post on Instagram

 

A post shared by Fawad A Khan (@fawadkhan81) on


અને માટે જ તેણીને પાકિસ્તાનથી ફવાદખાનને બોલિવૂડમાં લાવવો પડ્યો અને તેણે પોતાનું કામ ખુબ જ સારી રીતે ફિલ્મ ખુબસુરતમાં કરી બતાવ્યું. તેણી જણાવે છે કે તેણીને ફવાદ ખાનને સાઇન કરતી વખતે પૂરો આત્મ વિશ્વાસ હતો કે તે બોલિવૂડમાં સફળ થશે. જો કે તેણી જણાવે છે કે તેને આઇશા બનાવવામાં પણ તેટલી જ તકલીફ પડી હતી.

 

View this post on Instagram

 

A post shared by Sonam K Ahuja (@sonamkapoor) on


છેલ્લે આવેલી તેણીની ફિલ્મ ‘એક લડકી કો દેખા તો એસા લગા’ બોક્ષ ઓફિસ પર કંઈ ખાસ કમાલ ન બતાવ શકી. હાલ તેણી ‘ધી ઝોયા ફેક્ટર’ નામની ફિલ્મમાં કામ કરી રહી છે. જેમાં તેની સામે સાઉથ ઇન્ડિયન એક્ટર દલકોર સલમાન છે.

સોનમ કપૂર સોશિયલ મિડિયા પર ખુબ એક્ટીવ રહે છે. તેણી અવારનવાર પોતાના ફોટોઝ પોતાના ફેન્સ સાથે શેયર કરે છે. પણ તેણી તેના ફોટોઝ કરતાં તેણીના સ્ટેટમેન્ટ્સ માટે વધારે ચર્ચામાં રહે છે અને અવારનવાર ટ્રોલ થયા કરે છે. તેના બોલ્ડ સ્ટેટમેન્ટ્સ તેની એક ઓળખ જ બની ગઈ છે.

 

View this post on Instagram

 

A post shared by Sonam K Ahuja (@sonamkapoor) on


આ ઉપરાંત તે પોતાની ઇન્ડસ્ટ્રીઝમાં કામ કરતી સાથી અભિનેત્રીઓ બાબતે પણ ઘણા બોલ્ડ સ્ટેટમેન્ટ્સ આપી ચુકી છે. એક સમયે તેણે ઐશ્વર્યા રાયને આન્ટી કહી દીધી હતી. તો તેણે દીપીકા પદુકોણે વિષે પણ ઘણું કહ્યું છે. સોનલ કપૂર હંમેશા તેને જે બાબત સાચી લાગે છે તેના માટે સ્પષ્ટ સ્ટેન્ડ લેતી અભિનેત્રી છે.

 

View this post on Instagram

 

A post shared by Sonam K Ahuja (@sonamkapoor) on


તેણીએ પોતાના આ ઇન્ટર્વ્યૂમાં લોકોનો તેના પ્રત્યે એક ભ્રમ છે તેને તોડવાનો પ્રયાસ કર્યો છે. તેણી જણાવે છે કે તેણી જ્યારે આ ઇન્ડસ્ટ્રીમાં આવી ત્યારે લોકો એમ કહેતાં હતા કે તે તો ફિલ્મી ખાનદાનની છોકરી છે તેને તો સરળતાથી ફિલ્મો મળી જાય. પણ તેણી અહીં જણાવે છે કે ના તેના માટે આ કંઈ સહેલું નહોતું તેણીએ પણ ફિલ્મોમાં આવવા માટે સામાન્ય યુવાનોની જેમ ઓડીશન આપવા પડ્યા છે.

 

View this post on Instagram

 

A post shared by Sonam K Ahuja (@sonamkapoor) on


તેણે ‘સાવરીયા’, ‘દીલ્હી 6’ અને અત્યાર સુધીમાં જેટલી પણ ફિલ્મો કરી છે તેના માટે ઓડિશન આપ્યા છે. તેણી સ્વિકારે છે તેણીને માત્ર ડીરેક્ટર સાથેની પ્રથમ મિટીંગનો જ લાભ મળ્યો છે. બાકી તેણીએ પણ સામાન્ય એક્ટર્સની જેમ બધી જ પ્રક્રિયાઓમાંથી પસાર થવું પડ્યું છે.

 

View this post on Instagram

 

A post shared by Sonam K Ahuja (@sonamkapoor) on

ગયા વર્ષે સોનમે દીલ્હીના બિઝનેસમેન આનંદ આહુજા સાથે લગ્ન કરી લીધા. આનંદ અને સોનમ છેલ્લા કેટલાએ વખતથી ડેટીંગ કરી રહ્યા હતાં. છેવટે તેણીએ પ્રભુતામાં પગલાં પાડી જ લીધા. તેજ વર્ષે દીપીકા-રણવીર અને અનુષ્કા-વિરાટ, પ્રિયંકા-નીક જોનાસે પણ લગ્ન કર્યા હતાં. આમ ફિલ્મ ઇન્ડસ્ટ્રી માટે આ વર્ષ યાદગાર સાબિત થયું હતું.

 

View this post on Instagram

 

A post shared by Sonam K Ahuja (@sonamkapoor) on

હજુ નેવુના જ દાયકાની વાત કરીએ તો અભિનેત્રીઓ પોતાની કેરિયરમાં એટલી રચી જતી હતી કે સામાજીક ધોરણો પ્રમાણે તેમની લગ્નની ઉંમર જતી રહેતી હતી. આપણી સામે દાખલા છે જ કે માધુરી, જુહી, શ્રીદેવીએ મોડા લગ્ન કર્યા છે. જો કે તે સમયે લોકોનું માનસ થોડું પછાત હતું. લોકોની એવી માન્યતા હતી કે જો અભિનેત્રીઓના લગ્ન થઈ જાય તો ત્યાર બાદ તેઓ તેટલી સફળ નથી રહેતી.

 

View this post on Instagram

 

A post shared by Star Style Story (@starstylestory) on

પણ હવે જમાનો બદલાયો છે લોકોના માનસ પણ. આજની અભિનેત્રીઓ પોતાની કેરિયરની સાથે સાથે પોતાની પર્સનલ લાઈફને પણ તેટલું જ મહત્ત્વ આપે છે. આજે આ બધી જ અભિનેત્રીઓ પોતાના કામમાં ટોચ પર છે. અને સાથે સાથે પોતાના અંગત જીવનને પણ તેટલો જ સમય આપી રહી છે. અને લોકોએ પણ આ વાસ્તવિકતાને સ્વિકારી લીધી છે.

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !
– તમારો જેંતીલાલ