પહેલાં જ એપિસોડમાં જેઠાલાલ પહોંચી ગયા હતા જેલમાં, શું થયું હતું તારક મેહતા..ના પહેલા એપિસોડમાં યાદ છે તમને?

પહેલાં જ એપિસોડમાં જેઠાલાલ પહોંચી ગયા હતા જેલમાં – શું થયું હતું તારક મેહતા..ના પહેલા એપિસોડમાં યાદ છે તમને?

image source

આખાએ દેશમાં તારક મેહતા કા ઉલ્ટા ચશ્મા સિરિયલના લાખો ફેન્સ છે તેમાં કોઈ જ શંકા નથી. છેલ્લા 11 વર્ષથી આ સિરિયલ સફળ રીતે વિના વિઘ્ને લોકોનું મનોરંજન કરી રહી છે. સબ ટીવી ઉપરાંત સોનીટીવીની બીજી પેટા ચેનલો પર તારક મેહતાકા ઉલ્ટા ચશ્માના જુના એપિસોડ પણ વારંવાર ટેલીકાસ્ટ કરવામાં આવે છે અને લોકો તેને પણ જોવાનું પસંદ કરે છે.

આજે લોકડાઉનની સ્થિતિમાં મહાભારત, રામાયણની સાથે સાથે બધી જ ટેલિવિઝન ચેનલો પોતાના જૂના શોઝ રીટેલીકાસ્ટ કરી રહી છે અને લોકો તેને મજાથી જોઈ પણ રહ્યા છે. કારણ કે લોકડાઉનના કારણે હાલ નથી તો ફીલ્મનું શુટિંગ થઈ રહ્યું કે નથી તો કોઈ સિરિયલનું શુૂટિંગ થઈ રહ્યું બધું જ ઠપ છે. અને માટે જ તારક મેહતાના બેસ્ટ એપિસોડ હાલ તેમના ફેન્સ માટે રીટેલિકાસ્ટ કરવામાં આવી રહ્યા છે.

image source

આજે અમે પણ તમને તારક મેહતા કા ઉલ્ટા ચશ્મા સિરિયલના જુના દિવસોમાં લઈ જઈ રહ્યા છીએ. તો ચાલો જાણીએ શું બન્યું હતું તારક મેહતા… સિરિયલના પ્રથમ એપિસોડમાં ? કેવી રીતે થઈ હતી શોની શરૂઆત.

કંઈક આવો હતો પહેલો એપિસોડ

તારક મેહતા કા ઉલ્ટા ચશ્મા સિરિયલના પ્રથમ એપિસોડની શરૂઆત શોમાં તારક મેહતા બનેલા શૈલેષ લોઢા દ્વારા કરવામાં આવેલા વર્ણનથી થઈ હતી. સાથે સાથે વાસ્તવિક લેખક તારક મેહતાને પણ બતાવવામાં આવ્યા હતા. કારણ કે તેમના દ્વારા લિખિત દુનિયાને ઉંધા ચશ્મા પરથી આ સિરિયલ પ્રેરિત છે. ત્યાર બાદ શોના પાત્રોનો પરિચય કરાવવામાં આવ્યો હતો. શોના શરૂઆતમાં જ મજાક-મસ્તીની શરૂઆત થઈ ગઈ હતી. અને આ એપિસોડમાં ત્યારે ટ્વિસ્ટ આવે છે જ્યારે શોના મહત્ત્વના પાત્ર એવા જેઠાલાલની એન્ટ્રી થાય છે.

image source

જેઠા લાલની એન્ટ્રી પણ કોઈ સામાન્ય એન્ટ્રી નથી હોતી. તેમણે જેલના કેદીનો યુનિફોર્મ પહેર્યો હોય છે અને તેના પર 420 નંબર પણ લખેલો હોય છે. અને તેમને કોર્ટમાં રજૂ કરવામાં આવ્યા હોય છે. તે વખતે સોસાયટીના બધા જ સભ્યો કોર્ટમાં હાજર હોય છે. જેઠા લાલ પર એવો આરોપ મુકવામાં આવ્યો હતો કે તેમના કારણે ગોકુલધામ સોસાયટીના સુખ-શાંતિ છીનવાઈ ગયા હતા. જેઠાલાલે ટપૂને પેદા કરીને સોસાયટીમાં તબાહી મચાવી દીધી છે.

image source

ત્યાર બાદ સોસાયટીના બધા જ સભ્યો જેઠા લાલ પર વિવિધ આરોપ લગાવવા લાગે છે અને તેના માટે જજ પાસે કડકમાં કડક સજાની માંગ કરે છે. બધા જ લોકો ટપૂની ધમાલથી પરેશાન થઈ ગયા હોય છે. બધા જ જેઠાલાલ અને ટપૂથી છૂટકારો મેળવવા ઇચ્છતા હતા. બોલી બોલીને ગોકુલધામ સોસાયટીના લોકો જજને પરેશાન કરી મૂકે છે અને છેવટે જજ કંટાળીને જેઠાલાલને કાળાપાણીની સજા ફટકારી દે છે. અને ત્યાં જ અચાનક જેઠાલાલ ઉંઘમાંથી જાગી ઉઠે છે.

image source

હા, જેઠા લાલે ઉંઘમાં આ ભયંક સ્વપ્ન જોયું હતું. કારણ કે ટપુના ત્રાસથી તે પોતે પરેશાન થઈ ગયા છે. શોના પ્રથમ એપિસોડમાં જેઠાલાલ અને ટપૂની વિશિષ્ટ એન્ટ્રી બતાવવામાં આવી છે. આમ દર્શકો સાથે પહેલા જ એપિસોડથી તારક મહેતા… સીરીયલ કનેક્ટ થઈ ગઈ હતી. જે કનેક્શન આજે પણ શોની ક્રીએટીવ ટીમે જાળવી રાખ્યું છે. અને માટે જ આટલા વર્ષોથી તેના ચાહક વર્ગમાં કોઈ જ કમી નથી આવી.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !

– તમારો જેંતીલાલ