ફાઇનાન્શિયલ એક્પર્ટની સલાહ, ૩૦ વર્ષની ઉંમર થવા પહેલાં ઓછામાં ઓછી એક ઇન્સ્યોરન્સ પોલીસી

ફાઇનાન્શિયલ એક્પર્ટની સલાહ, ૩૦ વર્ષની ઉંમર થવા પહેલાં ઓછામાં ઓછી એક ઇન્સ્યોરન્સ પોલીસી ચોક્કસ ખરીદી લેવી જોઈએ.

કેટલાક વૈશ્વિક સર્વેના આંકડાઓ પ્રમાણે હાલમાં ભારતમાં સૌથી વધુ યુવાધન છે. આ સર્વે મુજબ આપણાં દેશમાં અત્યારના દાયકામાં સૌથી વધારે પ્રમાણમાં ૧૮ વર્ષથી ૩૫ વર્ષ સુધીના લોકો છે. જેમાં સ્ત્રીઓ અને પુરુષો બંનેનો સમાવેશ થાય છે. આ હિસાબે ભારતીય નાણાકીય રોકાણ બાબતોના જાણકારોનું કહેવું છે કે જો દેશનું યુવાધન એમણે કરેલી કમાણી યોગ્ય સમયે અને સાચી જગ્યાએ રોકાણ કરશે તો એમને એમની વૃદ્ધાઅવસ્થામાં પૈસેટકે તકલીફ પડશે નહીં.

મોંઘવારીનું પ્રમાણ વર્ષોવર્ષ વધતું જાય છે. જેની સામે કમાણીના સંસાધનો અને આવકના વિકલ્પો વધતા નથી. સૌનું લિવિંગ સ્ટેન્ડર્ડ એટલે કે જીવનનિર્વાહનું સ્તર સતત વધારતાં રહેવું છે. ઘર અને ઘરમાં વસાવવામાં આવતી

ચીજવસ્તુઓના ખર્ચની સાથે બહાર હરવું – ફરવું, મોંઘાં કપડાં અને હોટલસમાં જમવા જવા જેવા ખર્ચોને આપણે રોકી શકવા ક્યારેક અસમર્થ હોઈએ છીએ. પરિવારની જરૂરિયાતો સાથે સમાધાન કરવું ગમતું નથી. એવે સમયે જો આપાણે આપણાં કપરા સમય માટે એટલે અચાનક આવેલ માંદગી કે પછી હોસ્પીટલ્સના ખર્ચ અને અન્ય પ્રાસંગિક ખર્ચાઓ માટે આપણે આપણી કમાણીમાંથી એક ચોક્કસ જથ્થાની રકમ અલગ તારવીને રાખી મૂકવી પડે છે. જો એવું ન થાય તો કટોકટીને સમયે જુદી જુદી લોન લેવી પડે છે અથવા તો ઊંચા વ્યાજે બેંક કે અન્ય નાણાંકીય સંસ્થાઓ પાસેથી ઉછીના લેવા પડે છે. જેનું વ્યાજ અને મુદ્દલ ચૂકવતાં વર્ષો લાગે છે અને એની આડ અસરે અનિયંત્રિત રીતે ઉધારી વધતી જાય છે. આવી પરિસ્થિતિને ટાળવા માટે વિવિધ શ્રેત્રોમાં અમુક નિશ્વિત રકમનું રોકાણ તબક્કાવાર કરતાં થઈએ તો જ્યારે ખરેખર એ રકમની જરૂર પડે ત્યારે એક સાથે એ રકમનો ઉપાડ કરી શકાય છે.

એક યુવાન વ્યક્તિ જ્યારે એની ઉમરના ત્રણ દાયકાની આસપાસ પહોંચે છે ત્યારે એ સમયાગાળા સુધીમાં એ વ્યક્તિ એના કરિયર અને પરિવાર બંનેમાં એક સ્થિતિએ પહોંચેલ હોય છે. લગ્ન કરીને ઘર સંસાર વસાવાઈ ગયો હોય. પોતાની કમાણીમાંથી નવું મકાન, ફ્લેટ અને ગાડી ખરીદવાની તૈયારી હોય અથવા ખરીદાઈ ગઈ હોય. પોતાનું કુટુંબ શરુ કરવાની તૈયારી હોય જેમાં બાળકોનો જન્મ, ઉછેર અને ઘરના વડીલોની સારવાર જેવી જવાબદારીઓ અને અન્ય સામાજિક ફરજો બજાવવાની હોય છે. એ જ્યારે ૩૦ વર્ષનો થાય ત્યારે તેની માનસિક સમજણ વધુ પુખ્ત થઈ હોય છે અને એજ શ્રેષ્ઠ સમય છે જ્યારે યુવાવસ્થામાં જ ભવિષ્ય વિશે વિચારીને યોગ્ય જગ્યાએ રોકાણ કરવાનો નિર્ણય લેવાઈ જાય. જેથી જ્યારે અને જેવી જરૂર પડે એ એની રકમને ઉપયોગમાં લઈ શકે છે. જેમ કે અકસ્માત, ઓચિંતી માંદગી, બાળકોનો ઉચ્ચ શિક્ષણનો ખર્ચ, બાળકોનાં લગ્ન અને પોતાનો નિવૃત્તિકાળ. આ દરેક તબક્કામાં થનાર સંભવિત ખર્ચને પહોંચી વળવા એક જ શ્રેષ્ઠ ઉપાય છે, મુદ્દતવાળી વિમા પોલીસીઓ.

તમારી નાણાકીય ભવિષ્યની સુખાકારીને સાચવવા આપના વર્તમાનમાં રોકાણ કરવાના પાંચ ફાયદા સમજીએઃ

૧ વિમા કંપનીના વિવિઘ એવા અગ્રણીય ઉત્પાદનોઃ

તમે જ્યારે તમારી ઉંમરની ત્રીસી તરફ જતાં જાવ છો એ સમયે આપને કેટલીય જુદીજુદી ઓફર્સ મળે છે. આ એક એવી તક છે જેમાં સૌથી વધુ ફાયદો આપ મેળવી શકશો. કેમ કે આ સમયે અનેક વિમા કંપનીના વિવિઘ એવા અગ્રણીય ઉત્પાદનો જેવાં કે મ્યુચ્યુઅલ ફંડ્સ, એસ.આઈ.પી, જીવન વીમા પોલીસી અને પેન્શન પ્લાન્સ રજૂ થતાં હોય છે જેને લીધે આપ આપનો ભવિષ્યમાં આવનાર નિવૃત્તિકાળની યોજના આજના સમયમાં જ ઘડી શકો.
મોટાભાગના વિમા કંપનીઓ અને ફાઇનાન્શિયલ એક્પર્ટની આપને આજ સલાહ હશે કે આ સમયથી આપ રોકાણ કરતાં થઈ જાવ કેમ કે આ સમયથી દર વર્ષે આપને વાર્ષિક આવકમાંથી ૨% રોકવાના રહેશે જે ભવિષ્યમાં આપને અનેકગણું થઈને લગભગ ૨૦% જેટલું વળતર મળશે.

૨ વહેલું રોકાણ, ઓછું પ્રિમિયમઃ

તમે જો ૩૦ વર્ષની ઉંમરથી વીમા પોલિસીમાં રોકાણ કરતાં થઈ જાવ તો એ સમય સૌથી ઓછો જોખમી હોય છે. તમારી તંદુરસ્તી સારી હોય છે અને ડાયાબિટિઝ, હાર્ટ ટ્રબલ જેવાં જીવનશૈલીને ખરાબ અસર કરતાં રોગો હોતાં નથી જેથી આપની જીવન વીમા પોલિસી વહેલી સુનિશ્વિત થઈ જાય છે અને એ પણ ઓછી મુદ્ત મુદ્દલ સાથે. આના માટે તમારે હેલ્થ ચેકઅપ કરાવવું પડે છે. જો એમાં કોઈ એવો રોગ લાગુ પડતો હોય તો આપની જીવન વીમા પોલિસી સ્વીકારાતી નથી, રદ થાય છે. દા.ત. જો આપને કોઈ વ્યસન હોય તો આપને આપવું પડતું પ્રિમિયમ નોર્મલ વ્યક્તિ કરતાં વધારે આપવાનું થાય. જેથી જો આપ ૪૦ વર્ષથી વધુ ઉમરના થતા જાવ એમ પ્રિમિયમ પણ વધે અને એની સ્વીકારવાની

સુનિશ્ચિતતા પણ ઘટે.

ટૂંકમાં, સ્વસ્થ યુવાઅવસ્થા = સસ્તી જીવન વીમા પોલિસી.

૩ તમારી પોલિસીને સુનિશ્ચિત કરોઃ

હવે ધારો કે, તમે કોઈ એક જીવન વીમા પોલિસી ખરીદી લીધી. તો વર્ષોવર્ષ એમાં ચૂકવવામાં આવતું પ્રિમિયમ પણ આપે ભરવાનું રહે છે. જો એ ફિક્સ્ડ ન હોય તો મોંઘવારી દર મુજબ અને માર્કેટના વલણના વધઘટ સાથે એ રકમમાં ફરક આવવાનો. એની બદલે આપ છેક આપના રિટાર્યમેન્ટ સુધીની રકમને સુનિશ્ચિત કરીને પોલિસી સાથે કરાર કરી લો તો એ તમારે સતત એકધારું નિવેશ કરી શકો છો.

આ એક આદર્શ પદ્ધતિ છે જેમાં આપ ૩૦ વર્ષના હોવ અને રોકાણ કરો જેથી આપનું નિવેશની રકમ ૩૫ના થાવ, ૫૦ના કે પછી ૬૫ વર્ષના થાવ આપે ચૂકવવાની રકમાં ફેરફાર થતો નથી અને મળવા પાત્ર રકમ પણ એના નિર્ધારિત આયોજન મુજબ આપની ઇચ્છા અનુસાર સારામાઠા પ્રસંગે આપની હાજરીમાં જ અથવા તો આપની હયાતી બાદ આપના કુટુંબીઓને મળે છે.

૪ કર બચતઃ

આ રીતની ટર્મ પોલીસીઝમાં આપને જે લાંબાગાળાના ફાયદાઓ સૂચવ્યા એની સાથોસાથ વીમા સલાહકારો આપને એ પણ જણાવે છે કે આપ આવકવેરાના રોકાણો પર બચત મેળવવાની પણ આ એક પદ્ધતિ છે. જેમાં આપના રોકાણ હેઠળ જો આપે યોગ્ય પ્રકારના વૈકલ્પિક વીમા પોલિસીનું રોકાણ કર્યું હોય તો આપની આય પર લગભગ ૮૦% જેટલો કરમાં ફાયદો મળે છે.

એટલે કે એ મહત્વનું છે જે તમે કરપેટે ચૂકવ્યા નથી પરંતુ તમે એ નાણાંનું રોકાણ કર્યું છે જેથી એની કિંમત વધી છે.

૫ વ્યાવસાયિક સંસ્થાઓ દ્વારા નક્કી કરાતું રોકાણ યોગ્ય ન પણ હોય

દરેક વ્યવસાયિક સંસ્થાઓ એમના કર્મચારીઓની સુરક્ષા હેતુ વિવિધ પ્રકારના વીમા ઉતારવાનું રોકાણ કરતા હોય છે. જેમાં જુદાજુદા પ્રકારે જોખમ અનુસાર અને કર્મચારીઓના હોદ્દાઓ અને એમની ઉમર કે સ્વાસ્થ્ય અનુસારની પોલિસી ન પણ લેવાઈ હોય કેમ કે એ જે તે કંપનીએ પોતાના નીતિનિયમોને આધારે એમના કાર્યકરો માટે ખરીદેલી હોય. ભલેને આપ જ્યાં નોકરી કરતા હોવ ત્યાંથી આપને વીમા પોલિસી મળેલ કેમ ન હોય તેમ છતાંય જો તમે જાતે જ તમારું રિટાર્યમેન્ટ પ્લાન કરી શકો છો અને તમારા પરિવારની સાહૂલિયતને અનુકૂળ આવે એ મુજબની બંધબેસતી પોલિસી ખરીદો એજ યોગ્ય રહે છે.

જો આ માહિતી આપને ગમી હોય અને આપનાના જીવના ત્રણ દાયકામાં પ્રવેશ કરી રહ્યાં હોવ તો કરી લો, આજે જ કોઈ ઓળખીતા નજીકના વીમા પોલિસી સલાહકારનો સંપર્ક અને સુનિશ્વિત કરો આપનું ભવિષ્યનું રોકાણ.

લેખ સંકલનઃ ટીમ જેંતીલાલ