ફાટેલી એડી માટે મોંઘા પેડિક્યુઅરને બદલે આ ઉપચાર અપનાવો.

હાલમાં જ દરેકે નવે નવ દિવસ મન મૂકીને ગરબા રમ્યા છે. ગરબા રમ્યા છો તો પગ પણ દુખતા હશે ને? સાચી વાત કે નહીં ફ્રેન્ડસ? તો તેના માટે તો સૌથી બેસ્ટ એક જ ઉપાય છે કે ગરમ પાણીમાં નીંબુ નાખીને અડધા ક્લાક માટે પગને ડૂબાવીને મૂકી રાખો. અડધો કલાક થાય એટલે પગને ટુવાલથી કોરા કરીને નારિયેળનું તેલ લગાવી દો. બસ આટલું જ કરવાથી પગનો દુખાવો છૂ થઈ જશે. પણ અહીંયા વાત પગનાં દર્દની નથી, વાત એ છે કે અમુક લોકોનાં પગની પાની ફાટી ગઈ હશે અથવા તો એકદમ કડક થઈ ગઈ હશે. તો આના ઉપચાર તમારા માટે લાવ્યા છીએ, એ પણ ઘરઘથ્થું. તો જણીલો આ ઉપાય અને બનાવી દો તમારી એડીને એકદમ સ્મૂથ.

ફાટેલી એડીને ઠીક કરવા માટે રાત્રે અમુક ઈલાજ કરવાથી રાહત મળે છે. એડીનાં ઈલાજ માટે કોઈ મોંઘા પેડિક્યુઅર કરવાની પણ જરુર નથી, તમને ફક્ત અમુક જ વસ્તુઓ કરવાની રહેશે જેનાથી પગ એક સ્વચ્છ અને સુંદર લાગશે. દરેકનાં ઘરમાં જ અમુક વસ્તુઓ હોય છે, જેનાં ઉપયોગથી તમારી બધી તકલીફ દૂર થઈ શકે છે. આ રહ્યા તે ઉપાય….

નીંબુ
એડીને સાજી કરવા માટે સૌથી સારો ઉપાય નીંબુ છે, જે આપણ બધાનાં ઘરમાં હોય છે. ગરમ પાણીમાં નીંબુનો રસ નાખો અને તેમાં ૧૦ થી ૧૫ મિનિટ સુધી પગને તેમાં ડૂબાળીને રાખો. ત્યાર બાદ પ્યૂમિક સ્ટોન (પથ્થર જેનાંથી પગનો મેલ સાફ કરતા હોઈએ છીએ)થી પગને બરાબર સાફ કરીને પાણીથી પગને સાફ કરો અને પગમાં નારિયેળ તેલ અથવા વેસેલિન લગાવીને મોજા પહેરીને સૂઈ જાવ. રાત્રે આ ઉપચાર કર્યા બાદ સવારમાં તમને તેની ઈફેક્ટ જરૂર દેખાશે.

વનસ્પતિ તેલ
ઓલીવ, નારિયેળ કે તલનાં તેલ વનસ્પતિ ઓઈલ તરીકે ઓળખાય છે. તે આપણી ત્વચા માટે અત્યંત લાભદાયી હોય છે. તમે રાત્રે સૂતા પહેલા પગને ગરમ પાણીથી સરખી રીતે સાફ કર્યા બાદ સ્ક્રબ કરી લો. પછી પગમાં વનસ્પતિ ઓઈલથી મસાજ કરો અને જ્યારે તેલ સ્કિનમાં અબ્સૉર્બ થઈ જ્યારે મોજા પહેરી લો. આનાથી પગની ત્વચા ગ્લો કરશે અને તિરાડો પણ ધીરે-ધીરે જતી રહેશે.

ફ્રૂટ માસ્ક
તમને ભરોસો નહીં થાય કે કેળા, પાઈનેપલ, એવાકાડો અને પપૈયુ વગેરે જેવા ફળો ફાટેલી એડીઓને ઠીક કરી શકે છે. ફ્રૂટ માસ્ક બનાવવા માટે એક કેળુ, અડધુ એવાકાડો અને નારિયેળની મલાઈ લો. ત્યાર બાદ સૌથી પહેલા કેળા અને એવાકાડોને બરાબર મસળીને તેમાં નારિયેળની મલાઈ મિક્સ કરો. આ રીતે તમારું ફ્રૂટ માસ્ક બનશે અને તેને એડી ઉપર લગાવો અને ૧૫ મિનિટ રાખીને પાણીથી ધોઈ લો. આ ઉપાયથી તમારી એડીની સમસ્યાઓ દૂર થશે અને પગની સ્કિન પણ લિસ્સી બનશે.

ચોખનો લોટ

એક મુઠ્ઠી ચોખાનો લોટ લો અને તેમાં મધ તથા સીડગર વિનેગર મિક્સ કરો. જો તમારી એડીઓમાં વધારે ક્રેક્સ હોય તો તેમાં ઓલીવ ઓઈલ પણ ઍડ કરી શકો છો. આ પેકને એડી પર અપ્લાય કરતા પહેલા ગરમ પાણીમાં ૧૦ મિનિટ માટે મૂકી રાખો. પછી હલકા હાથે સ્ક્રબ કર્યા બાદ આ પેસ્ટને લગાવો. જ્યાં સુધી પગની ક્રેક્સ ઠીક ન થાય ત્યાં સુધી રોજ આ ઉપચાર અપનાવો.

કડવો લીમડો

હળદર સાથે કડવા લીમડાનાં પાદડાને પીસીને જે પેસ્ટ તૈયાર થાય છે તેમાં એન્ટીબેક્ટેરિયલ ગુણ આવી જાય છે. આ પેસ્ટને એડ ઉપર ૧ કલાક સુધી લગાવીને રાખો અને ત્યાર બાદ પાણીથી ધોઈ લો.

આ ઉપચાર તમે જો રાત્રે કરીને સૂઈ જાવ છો તો તેના અઢળક ફાયદા જોવા મળશે. તો અચૂકથી અપનાવ જો આ ઈલાજ અને એડીને બનાવી દેજો એકદમ બ્યુટીફૂલ અને સ્મૂથ. કોઇ બીજી વ્યક્તિને મદદ થાય તેના માટે શેર જરૂર કરજો આ આર્ટીકલ મિત્રો.

રોજ આવી જીવન ઉપયોગી અને હેલ્થને લગતી માહિતી વાંચો ફકત અમારા પેજ પર…