ભારતનાં આ મંદિરો છે દુનિયાના સૌથી ચમત્કારીક મંદિર, ખુદ વિજ્ઞાન પણ નથી જાણી શક્યું રહસ્ય ….જાણીને થશે આશ્ચર્ય!

આપણા હિન્દુ ધર્મનાં મઠ, મંદિર, જ્યોતિર્લિંગ અને ગુફાઓ સાથે અદભૂત અને રહસ્યમય કથાઓ જોડાયેલી છે. આ કથાઓમાં મંદિરનાં ચમત્કાર કે ઘટનાઓ વિશે પણ ઉલ્લેખ કરવામાં આવે છે, જેનાં વિશે આપણને કદાચ જ ખબર હશે. પરંતુ ભારતમાં આવા અમુક મંદિરો છે જેની રહસ્યમય ઘટનાઓ ખુબ જ ચર્ચિત છે. તો ચાલો આજે જાણીએ કે ક્યાં આવેલા છે આ મંદિરો અને તેમની સાથે કઈ ઘટનાઓ કે કિસ્સા જોડાયેલા છે. મિત્રો આ કિસ્સાઓ ખુબ જ રસપ્રદ છે તો વધારે વિગતમાં જાણવા માટે આગળ વાંચતા રહો….

જ્વાલાદેવી

આ મંદિરમાં અનંત કાળથી જ્વાળા નીકળી રહી છે, આથી જ આ મંદિર જ્વાળાદેવીનાં મંદિરનાં નામે પ્રખ્યાત છે. આ મંદિર હિમાચલ પ્રદેશનાં કાંગડા જિલ્લામાં કાલીધાર પહાડીઓની વચ્ચે સ્થિત છે. કહેવાય છે કે અહીં માતા સતીની જીભ પડી હતી અને આ જ  કારણથી અહીંયા અગ્નિ ભડકતી રહે છે. આ સિવાય અહીં અન્ય એક અજીબ ધટના જોવા મળે છે કે મંદિરનાં મેદાનમાં ‘ગોરખ ડિબ્બી’ જગ્યા છે, જે એક પાણીનું કુંડ છે. આ કુંડનું પાણી હંમેશા ગરમ લાય જેવું ઉકળતુ રહે છે, પણ જો કોઈ વ્યક્તિ આ પાણીને સ્પર્શ કરે છે તો તે ઠંડું થઈ જાય છે.

કાલભૈરવને દારુનું સેવન કરાવવું

કાલભૈરવનું મંદિર મધ્યપ્રદેશનાં ઉજ્જૈન શહેરમાં આવેલ છે, જ્યાં ભગવાનને દારુનો ભોગ લગાવવામાં આવે છે. ભગવાન કાલભૈરવને મદિરાનું સેવન કરાવવુંએ મંદિરની પરંપરા છે. વૈજ્ઞાનિકો દ્વારા ખાસ રીસર્ચ પણ કરવામાં આવ્યું હતું કે ભગવાનને અર્પિત કરેલ દારુ આખરે ક્યાં જાય છે, પણ અંત્તે આ પ્રશ્નનો ઉત્તર તેમને પણ નહતો મળ્યો. કાલભૈરવનું આ મંદિર આશરે ૬,૦૦૦ વર્ષ જૂનું છે, જ્યાં ભગવાનને મદિરાનો ભોગ ચઢાવવાની પ્રથા પણ વર્ષો પુરાણી છે.

પુરીનું જગ્ગનાથ મંદિર

ઓડિશાનાં પુરી શહેરનાં તટ ઉપર ભગવાન જગ્ગનાથનો પ્રાચીન મંદિર સ્થાપિત છે. જ્યાં હંમેશા ભક્તોની ભીડ જોવા મળે છે. આ મંદિર સાથે પણ ઘણાં ચમત્કારીક રહ્સ્યો જોડાયેલા છે. કહેવાય છે કે આ મંદિરનાં ગુંબજનો પડછાયો નથી પડતો અને તેની આજુબાજુ કોઈ પક્ષી ઉડતુ જોવા નથી મળતું. આ સિવાય મંદિરની ઉપર લગાવેલ ધ્વજ હવાની વિપરીત દિશામાં લહેરાતો હોય છે. અગણિત તપાસ કર્યા બાદ પણ આજ સુધી આ રહસ્યોનો ખુલાસો નથી થયો.

મૈહર માતાનું મંદિર

જબલપુર જિલ્લામાં મૈહરની માતા શારદાનું પ્રસિદ્ધ મંદિર આવેલું છે. જાણવા મળે છે કે મંદિર બંધ થયા બાદ પણ અંદરથી ધંટ અને પૂજા કરવાનો અવાજ સંભળાતો હોય છે. જેના વિશે એવું માનવામાં આવે છે કે માતાનાં ભક્ત આલ્હા હજી પણ પૂજા કરવા અહીં આવે છે, પરંતુ મ્ંદિરનાં દ્વાર ખોલ્યા બાદ ત્યાં કોઈ નજરે નથી પડતું. ઘણી વાર આ અંગે તપાસ કરવામાં આવી પણ દરેક સમયે અસફળતા જ હાથ લાગી છે.

કેદારનાથ મંદિર

કહેવાય છે કે કેદારનાથનું મંદિર ચમત્કારોનું ભંડાર છે. જે હંમેશાથી જેવુંને તેવું અડિખમ ઉભું છે અને અહીં કોઈ પણ પ્રકારની મુશ્કેલી નથી આવતી. પાંડવો દ્વારા મંદિરનાં નિર્માણ બાદ તેનું સમારકામ શંકરાચાર્ય અને તેમનાં પછી રાજા ભોજ દ્વારા કરવામાં આવ્યું હતું. વર્ષ ૨૦૧૩માં કેદારનાથમાં જે પૂર આવી હતી તેમાં લગભગ ૧૦,૦૦૦ લોકોની મૃત્યુ થઈ હતી, પણ મંદિરને કોઈ પણ પ્રકારનું નૂકસાન નહતુ થયુ. આજે પણ કરોડોની સંખ્યામાં શ્રદ્ધાળુઓ દર્શન કરવા માટે અહીં આવતા હોય છે.

રામેશ્વરમ મંદિર

રામેશ્વરમમાં ભગવાન શ્રી રામએ શિવલિંગની સ્થાપના કરી હતી. અહીં આજે પણ અમુદ્ર સંયમ અને સ્થિરતાથી વહે છે અને તે ક્યારેય ઉછાળો નથી મારતો. શ્રીરામેશ્વરમજીનું મંદિર ૧,૦૦૦ ફુટ લાંબુ છે. આ સિવાય તે ૬૫૦ ફુટ પહોળુ અને ૧૨૫ ફુટ ઉંચું છે. આ મંદિરમાં પ્રાકૃતિક રુપે શિવલિંગની મૂર્તિ સ્થાપવામાં આવી હતી.

રામસેતુનાં પથ્થર

વિશ્વમાં એકમાત્ર રામસેતુનું સ્થાન એવું છે જ્યાંના પથ્થર પાણીમાં તરતા હોય છે. અહીં આવેલા ખડકો અને પથ્થરોનાં વેચાણને અટકાવવામાં આવેલ છે, પરંતુ હજુ પણ ટુઅરિસ્ટ ગાઈડ દ્વારા સ્થાનિક લોકો ચોરી છૂપે પત્થરોનું વેચાણ કરે છે. આજકાલ આ પથ્થર ઘણા સંતો અને અન્ય લોકો પાસે પણ સરળતાથી જોવા મળે છે. એવી માન્યતા છે રામસેતુ કે નલસેતુનાં નિર્માણમાં જે પથ્થરોનો ઉપયોગ થયો હતો તે પથ્થરોને પાણીમાં ફેંક્યા બાદ સમુદ્રમાં ડૂબી જવાનાં બદલે પાણીની સપાટી પર જ તરતા રહ્યા.

મૂર્તિઓનું દૂધ પીવું

આ વાત કોઈ વિશેષ મંદિર કે ભગવાન સાથે નથી જોડાયેલી, પરંતુ કહેવાય છે કે ૧ સપ્ટેમ્બર ૧૯૯૫ અને ૨૦૦૬ માં દુનિયાભરમાં મૂર્તિઓ દૂધનું સેવન કરે છે તેવી વાતો સાંભળવા મળી હતી. ભારત સહિત નેપાલ, અમેરિકા, બ્રિટન, કેનેડા જેવી અન્ય જગ્યાઓએ આ ઘટના દરમિયાન મૂર્તિઓએ દૂધ પીધું છે તેવાં ચોક્કસ પુરાવા પણ હતા. જો કે આની પાછળ વૈજ્ઞાનિકોએ તર્ક આપ્યું હતું કે કદાચ ગરમીનાં કારણે મૂર્તિઓ અંદરથી સુકાઈ ગઈ છે એટલે પ્રવાહી સ્વરૂપે દુધને તે શોષી લે છે. અસંખ્યવાર તપાસ કરવામાં આવી કે આખરે આટલું બધું દૂધ ક્યાં જાય છે પણ આજ સુધી આ રહસ્ય ઉકેલાયું નથી.

રોજ આવી ધાર્મિક માહિતી મેળવવા માટે આજે લાઈક કરો અમારું ફેસબુક પેજ : જલ્સા કરોને જેંતીલાલ