ફરવા ગયા હતા ગોવા અને એવી અજાણી આફત આવી કે જીવ ગુમાવવો પડ્યો… જાણો શું બની હતી ઘટના…

ક્યારેક એવું બને કે તમે વિચાર્યું પણ હોય એવી ઉપાધી સામે આવી પહોંચે છે અને તેમાંથી બચવાનો કોઈ જ ઉપાય પણ મળતો નથી. હરવા – ફરવા ગયા હોવ અને તમારી સામે મોજમજા કરવાને બદલ એવી સ્થિતિ આવી ઊભી રહે કે જીવ બચાવવા ભાગવું પડે… એવું વિચારતાં પણ ડર લાગે છે ને?
આજે એક કરૂણ સમાચાર લઈને આવ્યાં છીએ. ગોવા જેવા રમણીય સ્થળે વેકેશન માણવા ગયેલા મિત્રોનું એક ગૃપમાંથી ગયા હતા ૮ જણાં પરંતુ એક વડીલ મિત્રનું ત્યાં થઈ ગયું મોત.


ગોવાના વાલપોઈમાં બની હતી આ ઘટના. ત્યાંની નદીના ઘાટ પાસે બેસીને એ મિત્રોનું ગૃપ આરામથી કુદરતી વાતાવરણ માણતું હતું. એવામાં એક ને શું સૂઝ્યું કે નદીમાં એક એક પત્થર નાખવા લાગ્યા. એ પત્થરોમાંથી એક નદીના એવા વિસ્તારમાં જઈ પડ્યો જ્યાં મઘમાખીનો બહુ જ મોટો મઘપુડો હતો. જોતજોતાંમાં ત્યાં એક સાથે સેંકડો મઘમાખીઓ બણબણવા લાગી અને એ મિત્રોને કરડવા લાગી.


જીવ બચાવવા એક ૬૦ વર્ષના વડીલ મિત્રએ પોતે નદીમાં જ ઝંપલાવ્યું. તેમને એમ હતું કે પાણીમાંથી તરીને બહાર નીકળી જવાશે. પરંતુ એ શક્ય ન બન્યું. તેઓ નદીમાં વધુને વધુ ખૂંપતા ગયા અને મહા મુશ્કેલીથી તેમને બહાર લાવીને સ્થાનિક હોસ્પીટલમાં લઈ ગયા. હોસ્પીટલ પહોંચતાં પહેલાં તેમનું મૃત્યુ થઈ ગયું હતું. જેની તપાસ કરીને ગોવા CHC ડોક્ટરોએ તેમને મૃત જાહેર કરી હાથ ઉંચા કરી દીધા.


તેમને બચાવવા જતાં તેમના બીજા ત્રણ મિત્રોનો જીવ તો બચી ગયો હતો પણ તેઓ ઘાયલ થયા છે. આ મૃતકનું નામ શામરાવ મોરે (ઉમર વર્ષ ૬૦) હતી અને તેમના મિત્રો, જેઓ ગંભીર રીતે ગાયલ થયા છે તેમના નામ છે મધુ ગાંવકર (ઉમર વર્ષ ૨૭), શ્રીપદ ગાંવકર (ઉમર વર્ષ ૩૩) અને આત્મરામ રાઉત (ઉમર વર્ષ ૨૪) છે. તેમને વાલપોઈ ગોવા મેડિકલ કોલેજમાં ભરતી કરાયા છે એવા સૂત્રો દ્વારા સમાચાર મળ્યા છે.


ત્યાંના સ્થાનિક લોકોનું કહેવું છે કે એ સ્થળે ઘણી વખત આ પ્રમાણે મધમાખીઓનો હૂમલો થયો છે પરંતુ આ રીતે ક્યારેય કોઈનું મોત નથી નિપજ્યું હરવખતે એ લોકો ભાગી છૂટવામાં સફળ થયા છે. આ મિત્રોનું ગૃપ સત્તારીના સોનલ વિસ્તારમાં પિકનિક કરવા આવ્યા હતા કહેવાય છે કે કુદરતની રચનાને ક્યારે છંછેડવી ન જોઈએ. હરવા – ફરવાને બદલે કરૂણ સ્થિતિમાંથી તેમને પસાર થવું પડ્યું.