આ ખેડૂત પુત્રોની મહેનત તો જુઓ, બળદ માંદા પડી ગયા તો બન્ને પુત્રોએ કંઇક આવી રીતે ખેડી નાખ્યુ ખેતર

આ ખેડૂત પુત્રોની ખુમારી જુઓ! બળદ માંદા પડવાથી પોતે ખેતર ખેડી રહ્યા છે જાણો કેવી રીતે

લોકડાઉન સાંભળતાંની સાથે જ તમે કઈ દુકાન પર દોડી ગયા હતા? કરિયાણાની દુકાન, ખરૂં ને? અને કરિયાણાની કાચી સામગ્રી આપણને કોણ પ્રદાન કરે છે? સ્વાભાવિક છે કે, જવાબ ખેડૂતો છે. તો, શું તમે ખેડૂતો વિના તમારા જીવનની કલ્પના કરી શકો છો? આવું કરવું મુશ્કેલ છે કારણ કે ખેડૂતો આપણને જીવનની સૌથી પાયાની જરૂરિયાતો એટલે કે, ખોરાક પ્રદાન કરે છે.

image source

આવો જ એક ખેડૂતનો કિસ્સો સામે આવ્યો છે જેણે પોતાની બુધ્ધીથી દુનિયા માટે ખોરાક ઉત્પન્ન કરવા માટે કેટલી મુશ્કેલીઓનો સામનો કર્યો અને પાકની વાવણી કરીને પોતે ખેતર ખેડ્યુ. મધ્ય પ્રદેશના છિંદવાડામાં એક ખેડૂતની લાચારીની તસવીરો સામે આવી છે. મજબૂરીમાં આ ખેડૂતને ખેતરમાં વાવણી માટે બે પુત્રને બળદની જગ્યાએ હળમાં જોડવા પડ્યા. ખેડૂતનું કહેવું છે કે ગરીબીમાં બળદ બીમાર પડ્યા બાદ તેમની પાસે એટલા પૈસા નથી કે તેઓ બળદની સારવાર કરાવી શકે. લોકડાઉનના કારણે તેમની શાકભાજીનો પાક ખરાબ થઇ ગયા. જેનાથી તેઓને ભારે નુકશાન થયું છે.

image source

ખેડૂત જયદેવ દાસે જણાવ્યું કે તેમની પાસે બે બળદ છે પરંતુ એક બળદ બીમાર થઇ ગયો હતો અને બળદની સારવાર કરાવી શકે અથવા નવો બળદ ખરીદી શકે તેટલા તેમની પાસે પૈસા નથી. આવી સ્થિતિમાં તેઓએ પોતાના પુત્રોને જ બળદની જગ્યાએ જોડ્યા કારણ કે ખેતરમાં ફરીથી વાવણી કરવાની હતી.

image source

છિંદવાડામાં શાકભાજીનો પાક ખરાબ થયા બાદ ખેડૂતોને ખુબ જ નુકશાન થયું છે. ત્યારબાદ મજબૂરીમાં છિંદવાડાના સાંવલે વાડીમાં રહેતા ખેડૂત જયદેવ દાસે પોતાના પુત્રોને બદળની જગ્યાએ જોડીને ખેતર ખેડ્યુ. ખેડૂત બીજા પાક માટે ખેતર તૈયાર કરી રહ્યાં છે. તો આ ખેડૂતના પુત્રોનું કહેવું છે કે અમારી આર્થિક સ્થિતિ ખરાબ છે અને પાક પણ બરબાદ થઇ ગયો છે. બજારમાં શાકભાજી વેચાઇ રહ્યા નથી જેના કારણે ખુબ જ નુકશાન થયું છે. આથી જાતે જ હળમાં બળદ બની ખેતર ખેડી રહ્યાં છીએ.

image source

ખેડૂત જયદેવ દાસની જમીન નગર નિગમ વિસ્તારમાં છે. તો આ મામલામાં નગર નિગમ કમિશ્નર રાજેશ શાહીનું કહેવું છે. શહેરી વિસ્તારમાં તેમની અંદાજે અઢી એકર જમીન છે અને પાક્કુ મકાન છે. જો કે લોકડાઉનના કારણે શાકભાજી વેચાઇ રહ્યા નથી. જેના કારણે તેમની સામે આર્થિક સંકટ આવ્યું છે. ખેડૂત જયદેવની પાસે બે એકર જમીન છે જેમાંથી શાકભાજી ઉગાડી તેઓ પોતાના પરિવારનું ગુજરાન ચલાવી રહ્યાં છે. ખેડૂત જયદેવ દાસના બે પુત્રો છે એકનું નામ રાજેશ અને બીજાનું નામ દેવ છે. બંને પુત્રો મજૂરી કરે છે અને પિતાની સાથે ખેતરમાં કામ પણ કરે છે.

image source

કોરોનાવાયરસ રોગચાળો વૈશ્વિક સ્તરે શરૂ થયો ત્યારથી, એક દ્રશ્ય સર્વત્ર સામાન્ય થઈ ગયું છે જેમ જેમ દુકાનદારો અને ગ્રાહકો ખાદ્ય ચીજો ખરીદે છે, ત્યારે તેઓએ આપણા માટે અનાજ ઉત્પન્ન કરનારા ખેડૂતો વિશે વિચાર્યું છે? આ રોગચાળોમાં જે ખેડુતો આજે પણ ખેતરમાં છે. ઘણીવાર માંદગી, પગાર અથવા આરોગ્ય વીમા વિના, વાવેતર અને આપણા દેશમાં ખોરાકની સપ્લાય માટે લણણી કરે છે. સલામ છે આ ખેડૂતોની કપરી મહેનતને!

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.
આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !

– તમારો જેંતીલાલ