આપણા દેશના આ 7 ફૂડના દિવાના તો વિદેશીઓ પણ છે, બહુ જ ચાઉથી ખાય છે…

ખાણીપીણી સંસ્કૃતિનો સૌથી મહત્ત્વનો હિસ્સો છે. આપણા સંસ્કૃતિ તો વિશ્વભરમાં પ્રખ્યાત છે. જેમાં ભારતીય ફુડ પણ સામેલ છે. ભારતીય વ્યંજનોને મોટાભાગના વિદેશના લોકો ચાટી ચાટીને માણે છે. ભારતીય ફૂડ વિશ્વના અનેક દેશોમાં પ્રખ્યાત છે. વિશ્વનો એવો કોઈ દેશ બાકી નહિ હોય, જ્યાં ભારતીય ફૂડ મળતું ન હોય, અને ત્યા વિદેશીઓ આવતા ન હોય. ભારતીય ખાણીપીણીનો સ્વાદ, મસાલાઓનો ઉપયોગ, ટેસ્ટી ઓઈલી ફૂડના દિવાના વિદેશોમાં બેશુમાર છે. ત્યારે આજે અમે તમને એવા ભારતીય ફૂડ વિશે જણાવીએ, જે વિદેશોમાં બહુ જ પોપ્યુલર છે.

સમોસા

image source

સમોસા ભારતીય નાસ્તો છે. જેને આપણે ચાની સાથે ખાવાનું વધુ પસંદ કરીએ છીએ. જેમાં મોટાભાગે બટાકાનો માવો ભરવામાં આવે છે. ત્યારે હવે વિદેશમાં પણ આપણા સમોસા બહુ જ પોપ્યુલર છે.

મસાલા ચા

image source

ભારતની કોઈ પણ ગલી બાકી નહિ હોય, જ્યાં ચા મળતી ન હોય. વિદેશોમાં જ્યાં કોફીનો ટ્રેન્ડ છે, પરંતુ ત્યાં આપણી મસાલા ચાના શોખીનો દિવસેને દિવસે વધી રહ્યો છે. કહેવાય છે કે, એકમાત્ર ભારત એવો દેશ છે, જ્યાં મસાલા નાખીને ચા પીવામા આવે છે.

નાન

..
image source

નાનને આપણે રોટલીની કેટેગરીમા મૂકીએ છીએ. નાનને વેજ અને નોન-વેજ બંને ડીશ સાથે ખાઈ શકાય છે. ત્યારે વિદેશમા પણ હવે નાન પોપ્યુલર બની રહી છે.

પાણીપુરી

image source

ભારતમા એકપણ વ્યક્તિ એવી નહિ હોય જેણે ક્યારેય પાણીપુરી ખાધી નહિ હોય. પણ હવે વિદેશોમાં પણ પાણીપુરીની લારીઓ દેખાતી હોય છે. જેમ આપણે ત્યાં વિદેશના પીઝા નાકે નાકે મળે છે, તેમ વિદશોમાં પણ પાણીપુરી એટલી જ પોપ્યુલર બની રહી છે.

પાવભાજી

image source

પાવભાજી શબ્દ સાંભળીને મોંઢામાં પાણી આવી ગયું ને. વિદેશીઓને પણ હવે આવું થવા લાગ્યું છે. વિશ્વના અનેક દેશોમાં હવે પાવભાજી પણ મેનુમાં જોવા મળે છે.

બિરયાની

image source

બિરયાની નોન-વેજ ફૂડ છે. જેને વિદેશીઓ બહુ જ ચાઉ સાથે ખાય છે. વિદેશીઓને પણ હવે બિરયાનીનો ટેસ્ટ દાઢે વળગી ગયો છે. તો બીજી તરફ, હવે વેજ બિરયાની, જેને પુલાવ કહેવાય છે તે પણ વિદેશમાં પોપ્યુલર છે.

સાઉથ ઈન્ડિયન ફૂડ

image source

સાઉથ ઈન્ડિયન ફૂડ હવે વિદેશોમાં આરામથી મળી જાય છે. આ ફૂડ એવું છે, જેમાં તેલનો વપરાશ ઓછો થાય છે, જેથી વિદેશીઓ તેને પસંદ કરવા લાગ્યા છે.

આ ઉપરાંત ભારતની અનેક એવી રેસિપી છે, જે વિદેશીઓને ગમી ગઈ છે. બીજી રેસિપીઓની વાત કરીએ તો ગુજરાતના ખમણ-ઢોકળા, હળદરવાળુ દૂધ, આલૂ પરોઠા, દાલ મખની, પનીરની સબ્જીઓ, ચાટ, ભેલ વગેરે વિદેશમાં પોપ્યુલર થવા લાગ્યું છે.
બાકી આ બધી વાનગીઓમાં તમને સૌથી વધુ કઈ વાનગી ભાવે છે અને તમે કઈ જગ્યાએ એ વાનગી ખાવાનું પસંદ કરો છો.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !

– તમારો જેંતીલાલ