જલદી કરો આ માહિતી શેર, અને બધાને કરી દો એક જ મિનિટમાં તમારાથી ઇમ્પ્રેસ

આ માહિતી શેક કરીને મિત્રોને ઇમ્પ્રેસ કરી દો, તેમને નહીં ખ્યાલ હોય તો બધાં વચ્ચે તમારી ધાક પડી જશે…

image source

દુનિયાભરમાંથી દરરોજ ઓનલાઈટ એટલી બધી માહિતીઓ ઠલવાય છે કે એક સર્વે મુજબ દિવસરાત તમે જોયા કરો અને વાંચ્યા કરો તો પણ ઓછું પડે. તમારે જે પણ વિષય ઉપર જ્ઞાન ભરેલી કે મનોરંજક માહિતી જોઈએ તે તમે ટેરવાંથી સર્ચ કરીને મેળવી શકો છો.

image source

આજે અમે તમારા માટે કેટલી મજા પડી જાય એવી અને જેમને પણ તમે કહો તો તમે બહુ જ જ્ઞાની છો એવી છાપ પડી જાય તેવી માહિતી ચૂંટીને લાવ્યાં છીએ.

૧ સૂર્યના કિરણો ધરતી પર ક્યારે પહોંચે છે?

image source

આપણને શિયાળામાં સુંવાળો તડકો ખૂબ જ ગમતો હોય છે અને ઉનાળાનો આકરો તાપ અકળાવી મૂકે છે. પરંતુ તમને ખ્યાલ છે કોઈપણ ૠતુ કેમ ન હોય સૂર્યના કિરણોને ધરતી સુધી પહોંચવા એક સરખો સમય લાગે છે. તેને આકાશેથી જમીન સુધી પહોંચતાં ૮મિનિટ અને ૧૭ સેકન્ડ લાગે છે.

૨ લુપ્ત થઈ રહી છે ચકલીઓ

image source

આપણાં ઘરના આંગળાંમાં આવતી ચકલીઓ ચીં ચીં ચીં કરતી આમથી તેમ ઊડતી હોય ત્યારે તેને જોવાની ખૂબ જ મજા આવે છે. બાળકો પણ તેને જોઈને ખૂબ ખુશ થઈ જાય છે.

પરંતુ કેટલાક સમયથી તમે અનુભવ્યું હશે કે કંઈક એવું પ્રદૂષિત વાતાવરણને લીધે હશે કે કોઈ કુદરતી સંકેત હશે જે હોય તે પણ છેલ્લાં કેટલાંક વર્ષોમાં આ નાનકડી ચકલીઓ ઓછી દેખાય છે.

૩પાણી પછી ચાનો નંબર બીજો…

image source

કોઈપણ પશુ-પક્ષી, ઝાડ-પાન હોય કે મનુષ્ય હોય તેમને પાણી વિના ન ચાલે. જળ એજ જીવન છે. આપણે દિવસ દરમિયાન સૌથી વધુ પાણી પીએ છીએ.

તેમાં પણ એક સરસ મજાનો સર્વે થયો હતો જે જાણીને ચાના રસિયા લોકોને મજા પડી જશે દુનિયાભરના લોકોનું માનવું છે તેઓ પાણી પછી સૌથી વધુ પ્રમાણમાં પીતા હોય તો તે છે ચા…

૪ લોહી લાંબો સમય સચવાય?

image source

બ્લડ ડોનેશન એ સૌથી મોટું દાન કહેવાય છે. રક્તદાન એજ મહાદાન એ સૂત્ર હેઠળ અનેકવાર આપણે કાર્યક્રમો યોજાતા જોઈએ છીએ. ઠેરઠેર અને બ્લડ બેન્ક પણ બની છે અને તેમાં આધુનિક સુવિધાઓ પણ વધી છે.

ત્યારે જાણીને નવાઈ લાગશે કે લોહીને વધુમાં વધુ ૨૧ દિવસ સુધી સાચવી શકાય છે. જ્યારે હાલની વૈજ્ઞાનિક સુવિધાઓ વધતાં આ આંકડો ૪૨ દિવસ સુધી વધ્યો છે.

૫ પેંટીયમ ચીપ

image source

આપને જાણીને નવાઈ પણ લાગશે અને ગર્વ પણ થશે. પેંટીયમ ચીપ બનાવનાર ભારતીય મૂળના છે. જેનાથી દુનિયાના ૯૦% કોમ્પ્યુટર ચાલતા હોય એવી પેંટીયમ ચીપ બનાવનારનું નામ છે વિનોદ ધામ.

૬ હેં આવું હોય?

image source

તમને જાણીને નવાઈ લાગશે કે જેમ માણસ પોતાના સંજોગો અને પરિસ્થિતિથી કંટાળી જાય અને ડિપ્રેસનમાં આવીને આત્મહત્યા કરી લે છે તેજ રીતે હાથી, કૂતરા અને બીલાડાં પણ ઊંચાઈએથી પડતું મૂકે છે.

૭ દુનિયાનું સૌથી મોટું ફળ

image source

કોકો ડિ મેર નામનું એક કદાવર વૃક્ષ દુનિયાનું સૌથી મોટું ફળ આપતું વૃક્ષ છે. આ ફળનું વજન ૪૨ કિલો છે અને તેની અંદર રહેલા બીજનું વજન ૧૭ કિલો છે.

૮ વાંદરાની ચાલાકી

image source

તમે કોઈપણ જગ્યાએ જતાં હોવ તો ત્યાં વાંદરા જોશો અને તેને તમે કેળાં આપશો તો તમને નવાઈ લાગશે કે તે હંમેશા છાલ કાઢીને જ કેળાં ખાશે.

૯ એકમાત્ર સ્તનધારી પક્ષી ઊડી શકે છે!

image source

કુદરતની રચના અદભૂત છે. ચામાચિડિયું એક એવું સ્તનધારી પક્ષી છે જેને ખાસ પ્રકારની પાંખો હોય છે જેને લીધે તેને ઊડી શકવાની શક્તિ મળે છે.

૧૦ તરતો ટાપુ

image source

ઓસ્ટ્રેલિયામાં આવેલ એલ્મ ઝીલનો એક એવો ટાપુ છે જેની ખાસીયત જાણીને નવાઈ લાગશે અને કુદરતની આ કરામત પર માન થઈ આવશે. આ ટાપુ ઝીલના એક કિનારેથી બીજા કિનારે બોટની જેમ તરે છે.

૧૧ તિબેટમાં જીભથી કરાય છે સ્વાગત

image source

આપણને કોઈ જીભ કાઢીને બોલાવે તો આપણે ચિડાઈ જઈએ. પણ તિબેટમાં કોઈ મહેમાનનું સ્વાગત કરવાની રીત વિશે જાણશો તો મજા આવી જશે. અહીં સ્વાગત કરવા જેમ આપણે હાથ જોડીને નમસ્કાર કરીએ છીએ એ રીતે ત્યાં જીભ કાઢીને કરાય છે સ્વાગત…

૧૨ દુનિયાની પહેલી સાયકલ હતી પૈંડલ વગરની

image source

આજે અનેક વાહનો રસ્તા પર પૂરપાટ દોડતાં જોઈએ ત્યારે જો દુનિયાની પહેલી સાયકલ વિશે આપ જાણશો તો આશ્ચર્ય થશે. આ સાયકલ ૧૮૧૭માં બની હતી અને તેમાં પૈંડલ હતાં જ નહીં. આ સાયકલનો આવિષ્કાર બરોન વોન ડાયર્સે કર્યો હતો.

જો તમને આ રસપ્રદ માહિતી વાંચીને મજા આવી હોય તો કોમેન્ટમાં જરૂર લખશો અને આવી અનેક વાતો જાણવા અને માણવા લાઈક કરો અમારું પેજ…

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !

– તમારો જેંતીલાલ