26 તારીખે જોવા મળશે વર્ષનુ છેલ્લુ સૂર્યગ્રહણ, કઇ રાશિ માટે છે સારુ અને કઇ રાશિ માટે છે ખરાબ જાણો તમે પણ…

26 તારીખે જોવા મળશે વર્ષનું અંતિમ સૂર્યગ્રહણ, જાણો કઈ રાશિના જાતકો થશે પ્રભાવિત

આ વર્ષનું અંતિમ સૂર્યગ્રહણ 26 ડિસેમ્બરના રોજ થશે, ચાલુ વર્ષની શરૂઆતમાં બે વાર સૂર્યગ્રહણ જોવા મળ્યુ હતું. પહેલું ગ્રહણ 6 જાન્યુઆરીના રોજ અને બીજું ગ્રહણ 2 જુલાઈએ થયું હતું. આ વર્ષનું ત્રીજું અને અંતિમ સૂર્યગ્રહણ આગામી ડિસેમ્બર માસમાં થશે. તો ચાલો આપણે જાણીએ આ સૂર્યગ્રહણની કેટલીક મહત્વપૂર્ણ બાબતો અને તેની અસર વિશે

image source

26 ડિસેમ્બરના રોજ થનાર સૂર્યગ્રહણ કેરળ, પૂર્વી યુરોપ અને એશિયન દેશોમાં જોવા મળશે. આ સૂર્યગ્રહણના 24 કલાક પહેલા સુતક સમય પાળવામાં આવે છે. આ સમય દરમિયાન કોઈ શુભ કાર્ય કરવામાં આવતું નથી. જ્યોતિષાચાર્ય અનુસાર 25 ડિસેમ્બરે સાંજે 5:30 વાગ્યા પછીથી મંદિરમાં દર્શન ખુલશે નહીં. એટલે કે 25 ડિસેમ્બરે સાંજે 5:30 વાગ્યે મંદિર બંધ રહેશે. સૂર્યગ્રહણનો સમય સવારે 8.16 થી સવારે 10.57 સુધીનો છે, ત્યારબાદ જ મંદિરોમાં દર્શન ખુલશે.

image source

માનવામાં આવે છે કે જ્યારે સૂર્યગ્રહણનો સમય ચાલતો હોય તે દરમિયાન ઇષ્ટદેવને યાદ કરવા જોઈએ જેથી કોઈ પણ અનિચ્છનીય ઘટનાને બનતી ટાળી શકાય. આ ઉપરાંત સૂર્યગ્રહણ પૂર્ણ થયા બાદ સ્નાન કર્યા પછી દાન આપવું જોઈએ. આમ કરવાથી તમારા જીવનમાં બનતી ખરાબ ઘટનાઓને દૂર કરી શકાય છે.

સૂર્યગ્રહણની રાશિઓ પર કેવી થશે અસર

મેષ – મેષ રાશિના લોકો માટે માનસિક તાણ વધી શકે છે. તેમજ તમારું સ્વાસ્થ્ય પણ બગડી શકે છે. જો સંતાનની પીડા વધી શકે છે.

વૃષભ – વૃષભ રાશિના જાતકોને શત્રુ ભયનો સામનો કરવો પડી શકે છે. નાણાંકીય રીતે મુશ્કેલીમાં મુકાઈ શકો છો. તમારા સ્વાસ્થ્ય વિશે સાવચેત રહો.

મિથુન – નોકરી અંગે ચિંતા વધી શકે છે. ધંધામાં ફાયદો થશે નહીં. સ્વાસ્થ્ય પણ બગડી શકે છે.

કર્ક – શત્રુઓ દૂર રહેશે. અર્ધજાગ્રત મનને ખલેલ પહોંચી શકે છે. તમારા જીવનસાથીના સ્વાસ્થ્યનું ધ્યાન રાખો.

સિંહ – સૂર્યગ્રહણની અસર સિંહ રાશિ પર વધારે થશે કારણ કે સિંહનો સ્વામી સૂર્ય છે. આવી સ્થિતિમાં તમે વ્યર્થ ખર્ચ કરશો. જીવનમાં ઘણી મુશ્કેલીઓ આવશે. પ્રેમ સંબંધોમાં અણબનાવ થઈ શકે છે.

કન્યા – સૂર્યગ્રહણની આ રાશિના લોકો પર કોઈ ખાસ અસર નહીં પડે. આ સમય દરમિયાન કાર્ય સિદ્ધ થવાની સંભાવના છે. તમારા સ્વાસ્થ્ય અને તમારા પરિવારના સભ્યોની વિશેષ કાળજી લો.

તુલા – આ સૂર્યગ્રહણ તુલા રાશિના લોકો માટે ફાયદાકારક છે. તેમને ફાયદો થઈ શકે છે. ભગવાનને યાદ કરીને તમારા કાર્યમાં ધ્યાન કેન્દ્રિત કરવું.

વૃશ્ચિક – કોઈપણ રોગ આવી શકે છે. નાણાકીય પરિસ્થિતિ કથળી શકે છે. પરિવારમાં અસ્થિરતા હોઈ શકે છે.

ધનુ – સૂર્યગ્રહણ સમયે તમારે મજબૂત બનવું પડશે. માનસિક ચિંતાઓ દુ:ખદાયક હોઈ શકે છે. આર્થિક રીતે નબળા પડી શકો છો.

મકર – ઘરમાં વિખવાદ વધી શકે છે. અણધાર્યો ખર્ચ થશે. શત્રુઓ તમને નુકસાન પહોંચાડી શકે છે.

કુંભ – સૂર્યગ્રહણ તમારા માટે શુભ છે. ધન લાભ થશે. આવકની તકો ખુલશે. સારા સમાચાર મળી શકે છે.

મીન – કોઈપણ રોગ થઈ શકે છે. નોકરી અને ધંધા બંને પર સંકટ આવશે. માનસિક તાણ આવી શકે છે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !

– તમારો જેંતીલાલ