ફેસ સ્ક્રબનો ઉપયોગ કરતા આ ખાસ વાતોનું ધ્યાન રાખવું છે જરૂરી

આજ કાલ અનેક મહિલાઓ પોતાની સ્કીનને ગ્લો આપવા માટે અનેક પ્રકારના ઉપાયો કરતી રહે છે. તેમાંથી એક છે ફેસ સ્ક્રબ. જ્યારે પણ તમે ફેસ સ્ક્રબનો ઉપયોગ કરો છો ત્યારે તમારે કેટલીક ખાસ વાતોનું ધ્યાન રાખવું જરૂરી બને છે. પછી તે ઘરેલું ઉપાય હોય કે બજારમાંથી લાવેલા કોઈ બ્રાન્ડેડ ફેસ સ્ક્રબ. તો જાણો ફેસ સ્ક્રબ તમારી સ્કીનને શું ફાયદા આપે છે અને તેના ઉપયોગમાં કઈ સાવધાની રાખવી પણ જરૂરી છે.

image source

સ્કીન માટે રહે છે ફાયદારૂપ

ઘરે જ દર અઠવાડિયે સ્કીનને માટે સ્ક્રબ કરી લેવું જરૂરી હોય છે. તેના માટે તમારે કેટલીક ખાસ વાતોનું ધ્યાન રાખવું જોઈએ. જેથી તમારી સ્કીન ખરાબ ન થાય.

image source

સ્ક્રબ કરતાં પહેલાં ઘોઈ લો ફેસ

જ્યારે પણ તમે વિચારો છો તે તમારે ફેસ સ્ક્રબ કરવો છે તો તમે પહેલાં ફેસને વોશ કરી લો. તેનાથી તમારા ચહેરા પરની ગંદગી , તેલ અને પરસેવો હટી જશે અને સ્ક્રબને ક્લીન બેસ મળશે.

સ્કીન અનુસાર કરો સ્ક્રબની પસંદગી

આ માટે સૌથી પહેલાં તો તમારે તમારી સ્કીનને ઓળખવાની જરૂર છે, જેમકે તમારી સ્કીન ઓઈલી છે, ડ્રાય છે કે નોર્મલ છે. તમારી સ્કીનના આધારે તમે ફેસ સ્ક્રબની પસંદગી કરો છો તો તમે સારું પરિણામ મેળવી શકો છો. જો તમારી સ્કીન ડ્રાય છે તો તમે કોઈ ક્રીમી સ્ક્રબને પસંદ કરો. અને ઓઈલી સ્કીન હોય તો તમે ફ્રૂટ સ્ક્રબને પસંદ કરો. તે તમને સારું રીઝલ્ટ અને નવી ચમક આપશે.

image source

ફેસ સ્ક્રબ લગાવવાની યોગ્ય રીત પણ છે જરૂરી

જ્યારે તમે ફેસ સ્ક્રબ લગાવો છો તો સૌ પહેલાં ફેસ ધોઈને હથેળી પર સ્ક્રબ લો. તેને ટી જોન એરિયા એટલે કે માથા, નાક અને ચન પર લગાવો. તેનું કારણ છે કે આ જગ્યાઓએ બ્લેક હેડ્સ સૌથી વધારે હોય છે. ચહેરાના સેન્સેટિવ ભાગ જેમકે આંખોને ઈગ્નોર કરો. અહીં તમે સ્ક્રબ ન લગાવશો.

image source

સ્ક્રબ લગાવીને કરો આ કામ

જ્યારે પણ તમે ફેસ પર સ્ક્રબ લગાવી લીધું છે તો તમે તેને હળવા હાથે મસાજ કરો. આમ કરવાથી ત્વચાનું બ્લડ સર્ક્યુલેશન વધશે અને સાથે ડેમેજ સ્કીન દૂર થશે અને ફેસને નવો ગ્લો મળશે, સાથે જ સ્કીનની ગંદગી અને બ્લેક હેડ્સ દૂર થશે.

image source

રોજ ન કરો ફેસ સ્ક્રબનો ઉપયોગ

ધ્યાન રાખો કે ચહેરાની ગંદગી સાફ કરવા માટે અને તેને ગ્લો આપવા માટે ફેસ સ્ક્રબ મદદ કરે છે. પરંચુ તેો રોજ ન વાપરો. રોજ તેનો ઉપયોગ કરવાથી સ્કીન ડેમેજ થઈ શકે છે. આ સિવાય તમે જ્યારે પણ ફેસ સ્ક્રબ કરો છો ત્યારે હળવા હાથે માલિશ કરો નહીં તો તમારી સ્કીન બળવા લાગશે અને તેને નુકસાન થશે.

image source

સ્ક્રબ કરતા પહેલા ન લો સ્ટીમ

જો તમે સ્ક્રબ કરવાના પ્લાનમાં છો તો ફક્ત ફેસને વોશ કરો. સ્ટીમ ન લો. તેનાથી સ્કીન સેન્સેટિવ બને છે અને તમને નુકસાન થઈ શકે છે. જો તમે સ્ટીમ લેવા ઈચ્છો છો તો ફેસ સ્ક્રબ કર્યા બાદ લો. તેનાથી કેટલાક અન્ય પોર્સ ઓપન થશે અને બ્લેક અને વ્હાઈટ હેડ્સ પણ સરળતાથી દૂર કરી શકાશે.

image source

હૂંફાળા પાણીથી ધોઈ લો ચહેરો

જ્યારે પણ તમે ફેસ સ્ક્રબ કરો છો ત્યારે ગરમ પાણીનો ઉપયોગ ન કરો. તમે સાદા નળના પાણીથી તમારો ફેસ વોશ કરો. સ્ક્રબ કર્યા બાદ સ્કીન નરમ પડે છે અને એવામાં ગરમ પાણીથી ફેસ વોશ કરવાથી તમારી સ્કીનને નુકસાન થઈ શકે છે.

image source

મોશ્ચરાઈઝર લગાવવાનું ભૂલશો નહીં

જો તમે ફેસ સ્ક્રબ કરીને સાદા પાણીથી ધોઈ લીધો છે તો તમે હવે તેની પર સારી રીતે કોઈ પણ મોશ્ચરાઈઝર લગાવી લો. આમ કરવાથી સ્કીનમાં બેલેન્સ બની રહે છે અને સ્કીનને ફરીથી નરીશમેન્ટ પણ મળી જાય છે. તેનાથી સ્કીનમાં નવી ચમક પણ આવે છે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

નોંધ –

આ વેબસાઈટ પર આપેલા નુસખા, આયુર્વેદ તથા નેચરલ પધ્ધતિઓ, ફીટનેસ ટિપ્સ તથા કસરત વગેરે દરેક બાબતો દરેક વ્યક્તિની તાસીર અનુસાર કામ કરે છે. કોઈ એક વ્યક્તિને થયેલ ફાયદો કે નુક્સાન બધાને જ થાશે એવું માનવું જોઈએ નહીં. તમારા ડોક્ટરને મળીને અથવા પૂછીને જ કોઈ પણ પ્રયોગ અપનાવવો જોઈએ. મોટા ભાગના આવા પ્રયોગો નિર્દોષ હોય છે. પણ, ક્યારેક તાસીર અનુસાર તકલીફ પણ પડી શકે.

આપણું પેજ “હેલ્થ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!

આપના સહકારની આશા સહ,

ટીમ હેલ્થ ગુજરાત