4.5 સેકન્ડમાં 100 કિલોમીટર ગતિ પકડતી આ કાર ભારતમાં થઈ લોન્ચ, કિંમત જાણીને ચોંકી જશો તમે પણ

બ્રિટનની પ્રખ્યાત લક્ઝરી સ્પોર્ટ્સ કાર ઓટોમોબાઇલ કંપની એસ્ટન માર્ટિને ભારતીય માર્કેટમાં પોતાની પહેલી એસયુવી DBX ને લોન્ચ કરી છે. ખાસ વાત એ છે કે કંપનીએ નક્કી કર્યું છે કે વર્ષ 2021 માં તે એસ્ટન માર્ટિન એક્સ એસયુવીના ફક્ત 11 યુનિટનું જ ભારતમાં વેચાણ કરશે. DBX નો સીધો મુકાબલો લેમ્બરગીની ઉરુસ અને ઓડી આરએસ Q8 સામે રહેશે.

એન્જિન અને સ્પીડ

image source

એસ્ટન માર્ટિન DBX માં 4 લીટર, ટ્વીન ટર્બો, V8 એન્જીન મળે છે. આ એન્જીન મર્સીડીઝ AMG માંથી લીધેલું છે જે 550 PS પાવર અને 700 Nm નો પિક ટોર્ક જનરેટ કરે છે. આ એન્જીન એટલું પાવરફુલ છે કે તે એસયુવીને ફક્ત 4.5 સેકન્ડમાં જ 0 થી 100 કિલોમીટર પ્રતિ કલાકની ગતિથી દોડાવી શકે છે. આ એસયુવીની ટોપ સ્પીડ 291 કિલોમીટર પ્રતિ કલાકની છે.

સિલિન્ડર ડીએક્ટિવેશન ટેકનોલોજી

image source

V8 એન્જીન સાથે 9 સ્પીડ ટોર્ક કન્વર્ટર ઓટોમેટિક ગેયરબોક્સ આપવામાં આવ્યું છે. એન્જીનની એક વિશેષતા એ છે કે તેમાં સિલિન્ડર ડીએક્ટિવેશન ટેકનોલોજી આપવામાં આવી છે. આ ટેકનોલોજીની મદદથી જ્યારે કારની સ્પીડ ઓછી હોય ત્યારે તે સિલિન્ડરના એક બેંકને બંધ કરી દે છે.

ડિઝાઇન અને એક્સટિરિયર

image source

DBX માં એક પહોળું ગ્રીલ આપવામાં આવ્યું છે જે કારના ફ્રન્ટમાં ફેલાયેલુ છે. આ કારમાં ફ્રેમ વગરના દરવાજા પણ આપવામાં આવ્યા છે જેથી તે કારમાં એવી રીતે સેટ થઈ જાય છે કે કારનો લુક આકર્ષક લાગે છે. એસયુવીનું વજન 5000 પાઉન્ડથી થોડું વધારે છે જે બેંટલે કોંટીનેન્ટલ જીટી કારથી ઓછું છે. કારનાં રિયરમાં ટ્વીન ઍગજોસ્ટ સિસ્ટમ છે જે બમ્પર સાથે ફિટિંગ છે. જ્યારે આ કારના રુફ પર લાગેલા સ્પોઇલર, એલઇડી ટેલ લાઇટ્સ, અને સિગ્નેચર ડકટેલ બુટ લીડ સ્પોઇલર કારના લુકને વધુ આકર્ષક બનાવે છે.

ફીચર્સ

image source

કારના ઇન્ટિરિયરની વાત કરીએ તો તેની સીટો ફૂલ ગ્રેન લેધરની છે. કેબિનના સેન્ટર કંસોલમાં 10.25 ઇંચનું ટચસ્ક્રીન છે જ્યારે ડ્રાઇવરની સામે 12.3 ઇંચનું ટચસ્ક્રીન છે જે સુપર શાર્પ ગ્રાફિક સાથે સ્પોર્ટી લેઆઉટ ધરાવે છે. કારમા એપ્પલ કારપ્લે સ્ટાન્ડર્ડ મળે છે જેમાં ડ્રાઇવિંગ મોડ્સથી લઈને નેવિગેશન સુધી દરેક નાની મોટી માહિતી મળશે. સાથે જ કારમાં 360 ડિગ્રી કેમેરા સિસ્ટમ અને એમ્બિએન્ટ લાઇટિંગ સિસ્ટમ પણ સ્ટાન્ડર્ડ મળે છે. આ લાઈટ સિસ્ટમ દ્વારા બે ઝોનમાં 64 અલગ અલગ રંગનો પ્રકાશ ફેંકાય છે. કારમાં શ્રેષ્ઠ મ્યુઝિક એક્સપિરિયન્સ માટે 14 સ્પીકર્સ (13 સ્પીકર્સ અને 1 સબવુફર્સ) લગાવવામાં આવેલ છે. DBX માં 632 લીટરનો બુટ સ્પેસ છે અને સાથે જ કારમાં વધુ જગ્યા માટે પાછળની સીટને 40:20:40 મુજબ વહેંચી શકાય છે.

કિંમત

image source

એસ્ટન માર્ટિન DBX એસયુવીને ભારતમાં 3.82 કરોડ રૂપિયાની શરૂઆતી એક્સ શોરૂમની કિંમતમાં લોન્ચ કરવામાં આવી છે. કંપની ઇન્ટરનેશનલ માર્કેટમાં પોતાની આ કાર પહેલાથી જ વેંચી રહી છે. કારમાં અનેક ફીચર્સ સ્ટાન્ડર્ડ છે પરંતુ ગ્રાહક પોતાની પસંદ અને સુવિધા મુજબ કારમાં ફેરફાર પણ કરાવી શકે છે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.


વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !

આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે જલ્સા કરોને જેંતીલાલ વેબસાઈટ કે પેજની રહેશે નહીં.

આપણું પેજ “જલ્સા કરોને જેંતીલાલ” માણતા રહો અને શેર કરતા રહો!

———–આપના સહકારની આશા સહ,

– તમારો જેંતીલાલ