ઓછું બજેટ હોય તો પણ આ શહેરોમાં કરી શકો છો સોલો ટ્રીપ, આ રોચક માહિતી જાણીને તમે પણ કરાવી દેશો બુકિંગ

સોલો ટ્રીપ, એક એવી ટ્રીપ છે જે લગભગ દરેક ક્ષેત્રના વ્યક્તિ માટે સંભવ છે કારણ કે આના માટે તમારે કોઈની રાહ પણ જોવી પડતી અને કોઈને મનાવવા પણ નથી પડતા. બસ જ્યારે તમારું મન થાય ત્યારે તમે તમારો સર-સામાન ઉઠાવીને સરળતાથી કોઈ ટ્રીપ પર જઈ શકો છો. સોલો ટ્રીપને લઈને અનેક લોકો બજેટ બાબતે મુશ્કેલી અનુભવતા હોય છે. પરંતુ દરેક જગ્યાએ સોલો ટ્રીપ કરવી એટલી બધી મોંઘી નથી હોતી. આપણા ભારતમાં જ અનેક શહેરો એવા છે જ્યાં તમે આરામથી ફરવા જઈ શકો છો અને એ પણ તમારા અનુકૂળ બજેટમાં. ત્યારે આજના આ ટ્રાવેલ સંબંધી આર્ટિકલમાં અમે આપને ભારતના આવા જ અમુક લોકપ્રિય ટ્રાવેલ ડેસ્ટિનેશન વિશે માહિતી આપીશું જે આપના માટે ઉપયોગી બની રહેશે.

પુણે

image soucre

લાંબા સમયથી જો તમે કોઈ પ્રવાસન સ્થળે ફરવા નથી ગયા અને તમારી સાથે મુસાફરી કરી ફરવા જવા માટે અન્ય કોઈ તૈયાર પણ નથી થતું તો તમે એકલા આરામથી પુણે જવાનો પ્લાન કરી શકો છો. અહીં તમને રાજગઢનો કિલ્લો, લાલ મહેલ, પાર્વતી હિલ, આગા ખાન પેલેસ જેવા અનેક ફરવા લાયક સ્થળોએ સામાન્ય બજેટ ખર્ચીને ફરી શકશો. આ જગ્યાની વિશેષતા એ પણ છે કે અહીં સમૃદ્ધ ઇતિહાસ તો જોવા મળશે જ પરંતુ તેની સાથે આધુનિકતાનું મિશ્રણ પણ નિહાળવા મળશે. એ સિવાય આ જગ્યા બહુ મોંઘી પણ નથી પડતી.

ઉદયપુર

image source

સોલો ટ્રીપ માટે ગુજરાતનું પાડોશી રાજ્ય એટલે કે રાજસ્થાનમાં પણ ફરવાલાયક શહેરો છે જે પૈકી એક શહેર એટલે ઉદયપુર. જો તમે એક ઇતિહાસપ્રેમી છો અને ઇતિહાસ સંબંધી પ્રાચીન શહેરો જોવા, જાણવામાં તમને રુચિ છે તો ઉદયપુર તમારા માટે શ્રેષ્ઠ વિકલ્પ છે. અહીં તમને સસ્તા ભાવમાં સારી હોટલના રૂમ પણ મળી રહેશે અને અહીં સસ્તી હોટલો શોધવી એટલું અઘરું કામ પણ નથી. એટલું જ નહીં પણ અહીંના સ્થાનિક વ્યંજનો પણ તમારા પેટને ટાઢક અને સંતોષ આપે તેવા છે અને તેનો સ્વાદ પણ યાદગાર રહી જાય તેવો હોય છે. અહીંના લોકપ્રિય ફરવાલાયક સ્થળોની વાત કરીએ તો ઉદયપુરમાં સજ્જનગઢ પેલેસ, સીટી પેલેસ, ગણગૌર ઘાટ જેવા અનેક સ્થળો આવેલા છે જ્યાં હરતા ફરતા તમારો સમય ક્યાં વીતી જશે તેની તમને પણ જાણ નહીં રહે.

મૈકલોડગંજ

image source

મૈકલોડગંજ એ પ્રવાસીઓ માટેનું માનીતું અને લોકપ્રિય હિલ સ્ટેશન છે અને અહીં ફરવા જવા માટે તમારે વધારે પૈસા પણ નથી ખર્ચવા પડતા. મૈકલોડગંજના લોકપ્રિય સ્થળોની વાત કરીએ તો અહીં ડલ તળાવ, ભાગસૂ જળ ધોધ અને ટ્રાયંડ મૈકલોડગંજ જેવા સ્થળોએ તમને ફરવાની મોજ મળશે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.


વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !

આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે જલ્સા કરોને જેંતીલાલ વેબસાઈટ કે પેજની રહેશે નહીં.

આપણું પેજ “જલ્સા કરોને જેંતીલાલ” માણતા રહો અને શેર કરતા રહો!

———–આપના સહકારની આશા સહ,

– તમારો જેંતીલાલ