Perfume Guide : શું રોજ એક જ પરફયુમ લગાવો છો તમે ? તો જાણો ખાસ મુલાકાત દરમ્યાન કયું છે સારું પરફ્યુમ.

તમે કોઈ ડેટ પાર જાઓ છો કે કોઈ જરૂરી મિટિંગ કે કોઈ શુભ પ્રસંગે, તો પહેલા તમે દર્પણ સામે ઉભા થઇ ને જુઓ છો કે તમારી ઉપસ્થિતિ બીજા લોકો થી કઈ રીતે અલગ પડે છે?
સારામાં સારા કપડાં પહેરેલા હોવા જોઈએ , વાળ સારી રીતે ઓળેલા હોવા જોઈએ અને તમારા દેખાવ અને કપડાં સાથે સારા લાગે એવા બુટ ની જોડે સારી લાગે એવી ઘડિયાળ પણ હોવી જોઈએ.
પણ જયારે પરફ્યુમ ની વાત આવે ત્યારે આપણે ખાલી એક કે બે નામ જ જાણીએ છીએ, અને એમાં પણ આપણે બંને માં ગુચવાઈ જઈએ છીએ.

યુનિવર્સિટી ઓફ કવીન્સલેન્ડ સ્કુલ ઓફ બાયોમેડિકલ સાયન્સના વૈજ્ઞાનિકોની શોધ અનુસાર, તૈયારી માં કપાયેલા ઘાસ ની સુગંધ માં ઓછા માં ઓછા પાંચ રસાયણ હોય છે અને તેમાં તણાવ જેવા ગુણો હોય છે. એટલે વૈજ્ઞાનિકોએ તેમના નિષ્કર્ષના આધાર પર તણાવ દૂર કરવા માટે એક અલગ સ્પ્રે લઇને આવ્યા છે.
તમારા દ્વારા લગાવેલો પરફ્યુમ તમારી પહેલી છાપ પાડે છે. મોટા ભાગના પરફ્યુમ આપણી ચારે બાજુ એક અલગ સુગંધ ફેલાવે છે પરંતુ આ સુગંધ થોડ઼ી ઓછી હોવી જોઈએ.

પરફ્યુમ ની જોડે તમારી મદદ માટે વૈજ્ઞાન થોડું આગળ આવ્યું છે અને શોધખોળોએ હમણાં ખુલાસો કર્યો છે કે થોડા અલગ પરફ્યુમ અને અત્તર છે એ અમુક પરિસ્થિતિમાં આપણને બીજા થીં આગળ લઇ જાયી શકે છે અને તેને વધારે સારું બનાવી શકે છે.
પણ તમે તણાવ કરતા કોઈ ખાસ દિવસ માટે પરફ્યુમ નો ઉપયોગ કરવા ઈચ્છો છો તો પાંચ પ્રકાર ની સુગંધ તમને મદદ કરી શકે છે.
પરીક્ષા અને મિટિંગ માટે ગુલાબ નો અત્તર લગાવો.

પરીક્ષા હોય કે જરૂરી મિટિંગ ની તૈયારી, તો તમે ગુલાબ ની સુંદર સુગંધ વાળું પરફ્યુમ નો ઉપયોગ કરો. ગુલાબ ના સુગંધ વાળો સ્પ્રે તમારા મગજ ને શાંત રાખવામાં મદદ કરે છે.
૨૦૦૭ માં કરેલા અભ્યાસ પરથી ખબર પડે છે કે જેટલા લોકો પોતાની આસપાસ રહેલા ગુલાબ ની સુગંધ નો અનુભવ કરે છે તેમની યાદશક્તિ સારી રહે છે અને તે લોકો ૧૩ ટકા થી વધારે સ્કોર કરે છે.
જીમ ની પહેલા પીપરમિન્ટ નો સ્પ્રે.

જો તમે કસરત કરવા જઈ રહ્યા છો તો તમે પીપરમિન્ટ નો સ્પ્રે ઉપયોગમાં લો. વ્યહિલિંગ જેસ્યુટ વિશ્વવિદ્યાલય શોધખોળો ના ૨૦૦૫ ના અભ્યાસ અનુસાર, પેપરમિન્ટ બુદ્ધિ વધારે છે અને થાક ઓછો કરે છે તેમજ સાથે – સાથે મગજ ની ગ્રંથિ ને એકાગ્રહ કરવાનું કાર્ય કરે છે. તેથી તમારી કસરત માટે આ સારો પરફ્યુમ છે.
ડેટ નાઈટ માટે ઉપયોગ કરો જાસ્મીન પરફ્યુમ

જો તમે તમારી પહેલી ડેટ પર જઈ રહ્યા છો કે તમારા પાર્ટનર જોડે કેન્ડલ ડિનર નાઈટ માટે જઈ રહ્યા છો તો તેમને પ્રભાવિત કરવા માટે એક સારી જગ્યા ની જોડે – જોડે એક સારી સુંગંધ વાળું જાસ્મીન સ્પ્રે પસંદ કરો.
જાસ્મીન પરફ્યુમની સુગંધ તમારા પહેલા પ્રભાવ માટે વધારે સારી રહે છે . જર્મની ના રૂહર વિશ્વવિદ્યાલય ના વૈજ્ઞાનિકો એ શોધ્યું છે કે જાસ્મીન એટલે ચમેલી ની સુગંધ માથાના એ ભાગ ને પ્રભાવિત કરે છે, જે સેક્સ હૉર્મન ઉત્તપન્ન કરે છે.
લેવેન્ડર ઉમેરશે જીવનમાં મધુરતા
:max_bytes(150000):strip_icc()/156849554-56a086475f9b58eba4b14461.jpg)
કયો પરફ્યુમ તમારા જીવન માં મીઠાસ લાવી શકે છે , શું તમે જાણો છો?
ના,તો અહીં જાણો,શિકાગો ના સ્મેલ એન્ડ ટેસ્ટ ટ્રીટમેન્ટ રિસર્ચ ફાઉન્ડેશન દ્વારા કરેલા અભ્યાસ પર થી ખબર પડે છે કે લેવેન્ડર પરફ્યુમ તમારા અનુભવ ને સારો બનાવી શકે છે તેથી જો તમે ઇચ્છતા હોવ કે તમારું દામ્પત્ય જીવન સુખી રહે તો તમારા ઘર ને લેવેન્ડર ના સુગંધ થી ભરી લો.

જો તમે પત્ની જોડે ફરવા જવાનો કાર્યક્રમ બનાવો છો, અથવા તો તેમને પ્રભાવિત કરવા માંગો છો તો લેવેન્ડર પરફ્યુમ ઉપયોગ માં લેવો સારો વિકલ્પ છે.
અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.
વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.
આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !
– તમારો જેંતીલાલ