એક ક્લિકે જાણો તમે પણ કોણ છે ઈંગ્લેન્ડની રાણી બ્લડી મેરી

અત્યારે વાચી રહેલા ઘણા વાચક મિત્રોએ ક્યાક ને ક્યાક.” બ્લડી મેરી ” નું નામ જરૂર સાંભળ્યુ હશે આ બ્લડી મેરી બીજી કોઈ નહીં પણ આયર્લેંડ અને ઈગ્લેંડની રાણી હતી આ રાણીને બીજા ઘણા નામોથી પણ ઓળખવામાં આવે છે જેમ કે મેરી પ્રથમ ,મેરી ટ્યુડર અને ખુની મેરી.

image source

ઈંગ્લેન્ડના રાજા હેન્રી આઠમાની પુત્રી મેરી ઈંગ્લેન્ડની રાણી બનવા માટે કઈ પણ કરી છૂટવા માટે તૈયાર હતી આ વાત ત્યારની છે જ્યારે મેરીના પિતાએ તેને પોતાની વારિસ સ્વીકારવાની ના પાડી દીધી હતી અને મેરીને 1553 માં ઈંગ્લેન્ડના રાજ્ય માટે ઉતરાધિકારી તરીકે પણ બાકાત કરવામાં આવી હતી આથી મેરીએ પોતાના જેવા બગાવતી સાથીઓને શોધીને પોતાના જ પિતા અને તેના સામ્રાજ્ય વિરુદ્ધ જંગ છેડી દીધી હતી અને પોતાની સેનાના બળ પણ તેણે પોતાના પિતાના રાજ્યને તેની સામે જુકવા પર મજબૂર કરી દિધૂ હતું.

મેરી કેથોલિક ધર્મમાં માનવા વાળી હતી અને તે ઈંગ્લેન્ડને પણ કેથોલિક રાષ્ટ્ર બનાવવા માંગતી હતી બાકી ધર્મ પ્રત્યે મેરીના મનમાં ખુબજ નફરત હતી આથી જ તેણે પોતાના પિતા દ્વારા પ્રચાર કરવાં આવેલા ધર્મ પ્રોટંસ્ટેટ ધર્મના બધા પાદરીઓ અને પ્રોટંસ્ટેટ ધર્મના અનુયાયીઓને પણ મોતને ઘાટ ઉતારી દિધા હતા જેની સંખ્યા સેકડોમાં હતી.

image source

માત્ર આટલું જ નહિ મેરીએ પોતાનું વર્ચસ્વ સ્થાપવા માટે પોતાના પિતા અને બધા સોતેલા ભાઈ બહેનોને મરવી નાખ્યા હતા મેરી ઈચ્છતી હતી કે તેનો દીકરો આ શાસનને સંભાળે અને તેના વંશને આગળ વધારે જોકે મેરી ક્યારેય પણ માં બની શકી ન હતી આમ ની: સંતાન જ તેનો અંત થઈ ગયો હતો.

તો ચાલો જાણીએ કે મેરીના ક્રૂર બનવા પાછળ શું કારણ હતું

રાજા હેન્રીના ગાંડપણનો ભોગ બની મેરી !

image source

18 ફેબ્રુઆરી , 1516 ના રોજ ગ્રીનવિચ પેલેસ ની અંદર હેન્રી આઠમા અને એરાગોનની કેથરિનના ઘરે 7 વર્ષ બાદ દીકરીનો જન્મ થયો હતો આ દીકરીનું નામ મેરી ટ્યુડર રાખવામા આવ્યું હતું મેરીના જન્મ બાદ રાજા હેન્રીને એક વાતની ચિંતા સતાવી રહી હતી કે તેનો વંશ એક દીકરા વગર કેવી રીતે આગળ વધશે અને આખરે સન 1520 ના રોજ પોતાને પુરુષ ઉતરાધિકારીના મળવાથી તેણે પોતાની પત્નીને તલાક દેવાનું મન બનાવી લીધું હતું અને ત્યારબાદ તેણે પોતાની પૂર્વ પ્રેમિકાની બહેન એની બોલેન સાથે લગ્ન કરી લીધા હતા 1527 માં હેન્રીએ ચર્ચમાં પોપની સામે કેથરિન સાથે નાતો તોડવાની મંજૂરી માંગી

image source

જ્યારે પોપે આ માગણીનો અસ્વીકાર કર્યો ત્યારે રાજા હેન્રી રોમ સાથે ના પોતાના બધા સંબંધો તોડી નાખ્યા અને 1533 માં એની સાથે લગ્ન કરીને તે ઈંગ્લેન્ડના ચર્ચના મુખ્યા તરીકે ચડી બેઠો . હવે હેન્રી પોતાની બીજી પત્નીથી પણ કંટાળી ગયો હતો કારણકે તે પણ તેને એક પુત્ર સંતાન આપવા માટે અસમર્થ હતી આથી હેન્રીએ તેના પર વ્યભિચારનો આરોપ લગાડીને તેને મોતને ઘાટ ઉતારી દીધી હતી આ ઉપરાંત હેનરીના 4 બીજા લગ્ન પણ થયા હતા હેનરીની ત્રીજી પત્નીની મોત એક સંતાન ને જન્મ આપતી વખતે થઈ ગઈ હતી આવી રીતે જ તેની ચોથી પત્નીની સાથે પણ તેણે તલાક લઈ લીધો હતો અને પચમી પત્નીનું તેણે સર કલમ કરાવી નાખ્યું હતું રાજાના મોત સમયે તેની પાસે તેની છઠી પત્ની હાજર હતી

સિહાસનનો લોહિયાળ સફર

image source

1533 માં એની બોલેન અને રાજા હેનરિના લગ્ન પછી મેરીને તેની નાજાયજ ઓલાદ ઘોષિત કરી દેવામાં આવી હતી હવે મેરી સિંહાસનની ઉતરાધિકારી રહી ન હતી આવું માત્ર મેરી સાથે જ થયું ન હતું તેની જેમ જ હેનરીની બીજી દીકરી એલીઝાબેથ સાથે પણ આવું જ થયું હતું

હવે રાજય ના ઉતરાધિકારી તરીકે માત્ર એડવર્ડનું નામ જ હતું જે હેનરીની ત્રીજી પત્નીનો સંતાન હતો અને આખરે 1547માં હેનરીની ઈચ્છા અનુસાર હેનરિના મૃત્યુ બાદ એડવર્ડ ઈંગ્લેન્ડનો રાજા બની ગયો હતો તેના શાસન કાળ દરમિયાન ઇંગ્લેન્ડમાં પ્રોરેન્સ્ટિટિજમની સ્થાપના થઈ હતી આના કારણે એડવર્ડનાં સંબંધ પોતાની કેથોલિક બહેન મેરી સાથે બગડી ગયા હતા

image source

1553 માં રાજા એડવર્ડ બીમારીમાં સપડાઇ ગ્યો હતો આવામાં તેના મોત પહેલા મેરીને સિહાસન માટે દાવો કરવાથી વંચિત રાખવામા આવી હતી કારણકે રાજા એડવર્ડ નહોતો ઇચ્છતો કે તેના મૃત્યુ પછી ઈંગ્લેન્ડ પર કેથોલિક ધર્મનું શાસન આવે મેરીને શાસન સોપવાની જગ્યાએ એડવોર્ડે ઈંગ્લેન્ડનું શાસન પોતાના સલાહકારો માંથી એક રાજાની બહેન ” જેની ગ્રે ” ને આપવાનો આગ્રહ કર્યો

આ જ વર્ષે એડવર્ડ નું અવસાન થઈ ગયું અને જેનીને ઈંગ્લેન્ડની રાણી ઘોષિત કરવામાં આવી હતી જેનના સસરાએ મેરીને પકડવા માટે એક વિશાળ સેનાને મોકલી હતી પરંતુ તેનો ઇરાદો પાર પડે તે પહેલા જ મેરીએ તેના સ્મર્થકોને લઇને તેમની ઉપર જ ચડાઈ કરી દીધી હતી અને ઈંગ્લેન્ડ પર શાહી સરકારને હટાવી પોતાને ઇંગ્લેન્ડની રાણી બનાવવા માટે મજબૂર કરી દીધી હતી ત્યારબાદ મેરીએ જેની ને ટાવર ઓફ લંડનમાં નજર કેદ કરી લીધી હતી અને તેના સસરાને મોતને ઘાટ ઉતારી દેવામાં આવ્યો હતો

માત્ર બે વર્ષની ઉમરે જ કરી દેવામાં આવ્યા હતા લગ્ન

image source

શાહી પરિવારમાં પ્રેમ કરતાં પણ આપેલા વચનની ખુબજ કિમત હોય છે જેનું જીવતું જાગતું ઉદાહરણ હતી મેરી જ્યારે મેરી માત્ર 2 વર્ષની જ હતી ત્યારે તેનો સંબંધ ફ્રાંસના એક રાજા સાથે કરાવી દેવામાં આવ્યો હતો જોકે આ રિવાજ ને થોડા સ્મયમાં જ નાબૂદ કરી દેવામાં આવ્યો હતો હવે તેનો સંબંધ સમ્રાટ ચાર્લ્સ પાચમાં સાથે કરાવી દેવામાં આવ્યો હતો પરંતુ જ્યારે તેના લગ્ન થયા ત્યારે મેરીનું અફેર ચાર્લ્સ પંચમના દીકરા રાજકુમાર ફિલિપ સાથે ચાલી રહ્યું હતું ફિલિપ મેરી કરતાં 10 વર્ષ નાના હતા અને તે કેથોલિક પણ હતા 1554 માં વિઞ્ચેસ્ટરના કિલામાં મેરી એ ફિલિપ સાથે લગ્ન કરી લીધા હતા ત્યારબાદ સ્પેનના રાજાના સ્વરૂપ માં ચાર્લ્સે પોતાનું પદ છોડવું પડ્યું હતું ત્યાર બાદ તેના ઉતરાધિકારી તરીકે ફિલિપ સ્પેનના રાજા બન્યા હતા અને તેની સાથે સાથે ફિલિપ પોર્તુગલના રાજા પણ બન્યા હતા

લગ્નના લીધે થયો વિદ્રોહ

image source

1554 માં અંગ્રેજી લોકોના એક સમૂહે રાણીને સિહસન પરથી હટાવવાનો પ્રયાસ કર્યો હતો કારણકે ત્યાના લોકોને વિદેશી લોકોના શાસનનો ભય સતાવી રહ્યો હતો કારણકે મેરી કેથોલીક રાજા ફિલિપ સાથે લગ્ન કરવા માંગતી હતી આ વિરોધમાં જેની નો કોઈ હાથ ન હતો છતા પણ તેણે વિરોધીયોને શાંત કરવા માટે જેનીને તેણે મોતને ઘાટ ઉતારી દીધી હતી અને આની સાથે સાથે તેણે બીજા 100 નિર્દોશોને પણ ફાસી પર ચડાવી દીધા હતા 37 વર્ષની ઉમરે લગ્ન કર્યા બાદ પણ મેરીને કોઈ પણ સંતાન ન હતું પણ એકવાર મેરીના માં બનવાની એક અફવા ફેલાઈ હતી જે તદ્દન ખોટી હતી

સેકડોની હત્યાને કારણે બ્લડી મેરી નામ

image source

સત્તામાં રહીને મેરી એ ઇંગ્લેડમાં ફરીથી કેથોલીક ધર્મનું પાલન કરાવ્યુ હતું મેરી એ ચર્ચના સર્વોપરી સુપ્રીમ હેડનું પદ બાકાત કરી તે પદ કેથોલિક બિશપ ને આપી દીધું હતું હવે વિરોધ કરનારા લોકો કેથોલિક ધર્મમાં આવવા માંગતા ન હતા આથી 300 લોકોએ તેનો જીવ ગુમાવ્વો પડ્યો હતો આ બધાને મેરી એ જીવતા સળગાવી દીધા હતા આ મરનારા લોકો ની યાદીમાં મેરીના સોતેલા ભાઈ અને પિતાનો પણ સમાવેશ થતો હતો આખરે ઈંગ્લેન્ડને કેથોલિક બનાવવાનું મેરીનું સપનું અધૂરું જ રહી ગયું અને 42 વર્ષની ઉમરે સન1558 ના રોજ લંડનના સેંટ જેમ્સ પેલેસમાં ઇન્ફ્લુએંજા રોગને કારણે રાણી મેરીનું મૃત્યુ થયું હતું

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !

– તમારો જેંતીલાલ