ખેડૂતની આ છોકરીએ બધા લોકોના જીતી લીધા દિલ, જાણો એવુ તો શું કર્યુ કામ

મિત્રો વિજેતા તો કઈક અલગ જ હોય છે , જે ભીડ કરતાં કઈક અલગ કરવાનું જ વિચારતા હોય છે અને વિચાર જ્યારે હકીકત બને , છે ત્યારે રચાય છે ઇતિહાસ અને આવી જ એક ચેમ્પિયન તરીકે ઊભરી આવી હતી હિમા દાસ . ભારતની એક બેટી કે જેને , માત્ર 19 દિવસમાં ભારત દેશને ગોલ્ડ મેડલ અપાવ્યો હતો . 19 દિવસમાં 5 ગોલ્ડ મેડલ લેવા એક સપના સમાન જ લાગે છે પરંતુ , આ સપનાને એક હકીકતમાં ફેરવવાનું કામ આ ગોલ્ડન ગર્લ નામથી ઓળખાવા વાળી એક એથલીટ હિમા દાસે કરી બતાવ્યુ હતું .

image source

ભારતમાં ઘણા રમતવીરો થઈ ગયા હતા કે જેણે ભારતનું પ્રતિનિધિત્વ કરીને ઘણા બધા દેશોમાં જઈને પોતાની સાથે સાથે ભારત દેશનું નામ પણ રોશન કરી બતાવ્યુ હતું હવે સમય પહેલા જેવો રહ્યો ન હતો કે મહિલાઓ માત્ર ચૂલા સાંભળવાનું જ કામ કરતી હતી આજે ભારતની કેટલીક એવી મહિલા થઈ ગઈ કે જેને ભારતનું નામ વિવિધ ક્ષેત્રે રોશન કર્યું હતું અને એમાં પણ રમત ગમત ક્ષેત્રે પી. ટી. ઉષા અને મેરિકોમ જેવી મહિલાઓનું યોગદાન અભૂતપૂર્વ કહી શકાય અને આજ કાલ છાપાઓની હેડલાઈનોમાં છવાયેલી હિમા દાસનું નામ તો તમે કદાચ સાંભળ્યુ જ હશે તો ચાલો આ આર્ટીકલ ની મદદ થી તેના જીવન વિષે થોડું જાણવાનો પ્રયત્ન કરીયે .

image source

હિમા દાસનો જન્મ ભારતમાં એક સામાન્ય ખેડૂત કુટુંબમાં થયો હતો પરંતુ , ગામમાં જનમવા વાળી આ છોકરીએ કઈક એવું કરી બતાવ્યુ કે જેના લીધે હિમા દાસની ચર્ચા આખા વિશ્વમાં થઈ રહી છે , આ આર્ટીકલ માં આપણને જાણીશું હિમાં દાસની જીવન કહાની કે કઈ રીતે ભારતની આ દીકરીએ ગાંમડા થી ઉપર ઊઠીને અલગ અલગ દેશોમાં જઈને ભારતનું નામ રોશન કર્યું હતું .

હિમા દાસનો જીવન પરિચય ( જીવન ની શરૂઆત )

image source

તો મિત્રો આ કહાનીની શરૂઆત થાય છે 9 જાન્યુઆરી 2000 ના રોજ કે જ્યારે , આસામ રાજ્યના નાગાવ જિલ્લાના ઢીંગ ગામની અંદર હિમા દાસનો જન્મ થાય છે , હિમા દાસના પિતાનું નામ રોંજિત દાસ અને તેની માતાનું નામ જોમાલિ દાસ હતું . જે પોતે પણ તેના પિતાને ખેતીકામ માં મદદ કરતી હતી અને સાથે સાથે ઘર સંભાળવાનું કામ પણ કરતી હતી અને મિત્રો જો હિમા દાસના ઘરના સભ્યોની સંખ્યા જોવામાં આવે તો તેના ઘરમાં 16 સભ્યો હતા જેના લીધે ઘરમાં કમાણી કરતાં ખર્ચો વધી જતો હતો . જેના કારણે હિમા દાસ અને તેના પરિવારવાળા લોકોને ગરીબીનો સામનો કરવો પડ્યો હતો .

image source

જો આપણે હિમા દાસના શિક્ષણની વાત કરીયે તો હિમા એ તેનું શરૂઆતી શિક્ષણ તેના ગામની સરકારી શાળામાથી કર્યું હતું , હીમા જ્યારે સ્કૂલમાં હતી ત્યારે શરૂઆતમાં તેને ફૂટબોલમાં ખૂબ જ રસ હતો , તે ગામના છોકરાઓની સાથે સ્ટ્રાઈકર તરીકે રમતી હતી પરંતુ , તે શાળાના એક શિક્ષક શમશૂલે તેને ફૂટબોલ છોડીને રનિંગ કરવાની સલાહ આપી હતી . અને હિમા એક સ્પ્રિંટ રનર તરીકે ખુબજ સારું પ્રદર્શન કરી રહી હતી .

image source

થોડો સમય જતાં 2017 માં હિમા દાસ ગુવાહાટીમાં એક કેમ્પમાં ભાગ લેવા માટે જાય છે ત્યારે , તેના ઉપર નિપુણ દાસની નજર પડી હતી . જે તે સમયે કોચના રૂપ માં કામ કરતાં હતા અને આ સ્પર્ધામાં તેણે જોયું કે બધા સ્પર્ધકોમાં સૌથી સસ્તા બુટ પહરેલી છોકરી સૌથી ફાસ્ટ દોડતી હતી . ત્યારેજ નિપુણ દ્દાસને હિમાની અંદર એક ક્ષમતા દેખાઈ ગયી હતી કે જે , ભારતનું નામ રોશન કરી શકે તેમ હતી આ ઘટના બાદ નિપુણ દાસ હિમાની ઘરે ગયા અને તેને હિમાના શાનદાર પ્રદર્શન વિષે વાત કરી અને તેના માતા પિતાને સમજાવ્યા કે તે હિમાને પોતાની સાથે ગુવાહાટીમાં તાલીમ માટે મોકલે . જોકે , શરૂઆતમાં તો ખર્ચાને લીધે હિમાના પિતાજી એ ના પાડી દીધી હતી પરંતુ , આ વાત નિપુણ દાસ પિતાના ચહેરા પર આવેલી ચિંતાની રેખા જોઈને જ સમજી ગયા હતા આથી તેની ચિંતાનું સમાધાન કરવા માટે તેમણે હિમાનો બધો જ ખર્ચો ઉપાડવાની વાત કરી હતી .

image source

હવે હિમા પોતાના કોચ સાથે ગુવાહાટી આવી ગયી હતી અને ટ્રેનીંગના પહેલા દિવસ થી જ હિમાનો સ્ટેમીના જોવા લાયક હતો કારણકે , ફૂટબોલ જેવા ખેલમાં તે ગામડાઓમાં એટલી ટુર્નામેંટ રમી ચૂકી હતી કે જેના , લીધે તેને તાલીમ અઘરી લાગતી ન હતી . નિપુણ દાસે હિમાને સૌ પ્રથમ 200 મીટરની ટ્રેનીંગ આપી હતી ત્યારબાદ નિપુણ ને લાગ્યું કે હિમા દાસ 200 મીટર માટે નહિ પરંતુ 400 મીટર રેસ માટે પર્ફેક્ટ છે ત્યારે , કોચ નિપુણ દાસે હિમાને 200 મિટરની તાલીમ આપવાનું ચાલુ કર્યું હતું . હવે ધીરે ધીરે કોચની તાલીમને હેઠળ હિમા દાસ તૈયાર થઈ રહી હતી અને આવી જ રીતે તૈયારી કર્યા બાદ હિમાએ એપ્રિલ 2018 માં ઓસ્ટ્રેલિયામાં યોજાયેલા કોમનવેલ્થ ગેમ્સમાં ભાગ લીધો હતો . જેમાં હિમા દાસે 4×400 મીટરની રિલે દોડમાં ભારતનું પ્રતિનિધિત્વ કર્યું હતું .

image source

આ ટુર્નામેંટમાં હિમાની ટિમ સાતમા નંબરે પહોચી ગયી હતી , માત્ર આટલૂ જ નહિ પરંતુ ટેંપિયર , ફિનલેંડમાં યોજાયેલી વિશ્વની અંડર – 20 ચેંપિયનશિપમાં 400 મીટર ની રેસની અંદર ફાઇનલ જીતીને તે કોઈપણ ઇન્ટરનેશનલ ટ્રેક ઇવેંટમાં ગોલ્ડ જીતવા વાળી પહેલી સ્પ્રિંટર બની ગયી હતી અને આ સાથે જ હિમા દાસની ગોલ્ડ મેડલની કહાની ચાલુ થઇ ગઈ હતી . ત્યારબાદ હિમા દાસે 2018 માં જ એક પછી એક જકાર્તા , ઇંડોનેશિયામાં યોજાયેલા એશિયન ગેમ્સમાં પણ બે સુવર્ણ પદક અને એક ચાંદીનો પદક ભારતના ખાતામાં કર્યો હતો . આવી રીતે એક પછી એક મેડલ જીતવા વાળી હીમાં દાસનું નામ આખા વિશ્વમાં ગુંજવા લાગ્યું હતું .

image source

અને મિત્રો આટલે થી જ હિમા દાસ ના પગ થોભયા ન હતા . 2 , 3 , 13 , 17 અને 20 જુલાઇના રોજ માત્ર 19 દિવસોમાં જ હિમા દાસે 5 ગોલ્ડ મેડલ પોતાના નામે કર્યા હતા અને પોતાના નામની સાથે સાથે આખા વિશ્વમાં પણ ભારતનું નામ રોશન કર્યું હતું . આ 5 મેડલો હિમા એ પોલેન્ડમાં યોજાવાવાળી એક ટુર્નામેંટમાં મેળવ્યા હતા . આવા શાનદાર પ્રદર્શનને કારણે હિમા દાસને 25 મી સપ્ટેમ્બર 2018 ના રોજ ભારત સરકાર દ્વારા રમત ગમત ક્ષેત્રે આપેલા યોગદાનને લીધે તેને અર્જુન એવોર્ડથી પણ નવાજવામાં આવી હતી

image source

આ ઉપરાંત , હિમા દાસની જીવન કહાની સાંભળીને પ્રભાવિત થયેલા વિશ્વની સૌથી મોટી સ્પોર્ટ્સ કંપનીઓમાની એક adidasએ હિમા દાસને એક ખાસ શુજ ભેટમાં આપ્યા હતા કે જેના પર હિમા દાસનુ નામ લખેલું હતું આ શુજ ભેટમાં આપવાનું કારણ એ હતું કે હિમા દાસે કેટલીક દોડ ફાટેલા અને તૂટેલા શુજ પહેરીને પણ જીતી હતી આ હિમા દાસ માટે ખૂબ જ મોટી સિદ્ધિ હતી .

જોકે અંતમાં આટલું જ કહીશું કે , હિમાદાસે કઠિન પરિસ્થિતિનો સામનો કરીને પણ ભારતનું નામ જે રીતે રોશન કર્યું એ પણ કાબેલ – એ – તારીફ જ છે અને આપણે હિમાદાસ અને બીજા બધા રમતવીરો પાસે આશા રાખીએ કે , તે આવી જ રીતે ભારત માટે વધુ ને વધુ સ્પર્ધાઓ જીતે અને ભારતનું નામ રોશન કરી બતાવે .

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !

– તમારો જેંતીલાલ