કેન્દ્ર સરકારના આ નિર્ણયથી થશે નોકરીયાતોને લાભ, બધાને મળશે સમાન વેતન…

સામાન્ય માણસ એટલું જાણે છે કે ભારતમાં કાયદાનુ શાસન છે ભારતમાં ઘણા બધા કાયદાઓ છે. પણ તેમાં પણ અગણિત કાયદાઓની રચના સમયે-સમયે ભારતીય પ્રધાનમંડળો દ્વારા કરવામાં આવી છે. આજે માત્ર શ્રમને લગતા જ 44 જેટલા કાયદાઓ છે. પણ હવે કેન્દ્રીય પ્રધાનમંડળના એક નિર્ણયે આ ચુમ્માલીસ શ્રમ કાયદાઓને માત્ર 4 જોગવાઈઓમાં સમાવી લેવામાં આવ્યા છે.

તે માટેના કોડ ઓન વેજ બિલને સરકાર દ્વારા મંજુરી આપી દેવામાં આવી છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની સરકારે શ્રમ સુધારાની દિશામાં એક પગલું લીધું છે જેમાં વેજ કોડ એટલે કે વેતન સંહિતા વિધેયકને મંજુરી આપવામાં આવી છે. આ વિધેયકની તૈયારી આમ તો 2017થી ચાલી રહી હતી.

આ ખરડાને 10 ઓગસ્ટ 2017માં લોકસભામાં રજુ કરવામાં આવ્યો હતો અને તેનો અહેવાલ પણ મોકલી દેવામાં આવ્યો હતો. પણ 16મી વિધાનસભાના ભંગ થવાના કારણે આ ખરડો પાસ નહોતો થઈ શક્યો. પણ તાજેતરમાં મળેલી માહિતી અનુસાર પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની સરકારે આ વેતન સંહિતાને મંજૂરી આપી દીધી છે. જો કે તે વિષે મંત્રી શ્રી પ્રકાશ જાવડેકરે વધારે જાણકારી આપવાની ના પાડી છે પણ તેને ચાલુ સત્રમાં રજુ કરવાની સંભાવના છે.

અહેવાલોનું માનવામાં આવે તો આ કાયદાને વેતન, સામાજીક સુરક્ષા, ઔદ્યોગિક સુરક્ષા તેમજ કલ્યાણ અને ઔદ્યોગિક સંબંધ પર આધારીત ચાર સંહિતાઓને ધ્યાનમાં રાખીને તૈયાર કરવામા આવ્યો છે. અને આ ચારે સંહિતા જૂના 44 શ્રમ કાયદાઓ હતાં તેની જગ્યા લેશે.

હવે મળશે બધાને સમાન વેતન

આ કાયદાના પાસ થયા બાદ કેન્દ્ર સરકાર કેટલાક ચોક્કસ સેક્ટરો માટે કામ કરતા બધા લોકોને નક્કી કરેલું ઓછામાં ઓછું વેતન મેળવવાનો અધિકાર અપાવશે. જેમાં રેલ્વે અને ખાણ સેક્ટરનો સમાવેશ થાય છે. આ સિવાયના ક્ષેત્રોમાં એટલે કે સરકારે જે ચોક્કસ સેક્ટરો નક્કી કર્યા છે તેના સિવાયના ક્ષેત્રોમાં રાજ્ય સરકાર ન્યુનતમ વેતન નક્કી કરવા માટે સ્વતંત્ર રહેશે.

આ ઉપરાંત આ કાયદા હેઠળ એક નેશનલ મિનિમમ વેજ નક્કી કરવામાં આવશે. આ ઉપરાંત કેન્દ્ર સરકાર અલગ અલગ ક્ષેત્રો અને રાજ્યો માટે મિનિમમ વેજ નક્કી કરશે. આ કાયદાની બીજી એક હકારાત્મક વાત એ છે કે દર પાંચ વર્ષે મિનિમમ વેજીસમાં પરિવર્તન લાવવામાં આવશે.

જો કાયદાનું પાલન નહીં કરવામાં આવે તો ડંડ ભરવો પડશે

જો આ કાયદા હેઠળ કર્મચારીઓને મિનિમમ વેજીસ આપવામાં નહીં આવે તો તેમને દંડ ભરવો પડશે તેવી પણ જોગવાઈ નક્કી કરવામાં આવી છે. જો કોઈ આ કાયદાની અવહેલના કરતું પકડાય તો તેણે 50000 રૂપિયાનો દંડ ભરવો પડે છે. અને જો તે પાંચ વર્ષ દરમિયાન ફરી આવું કરે તો તેને ત્રણ મહિનાની જેલ અથવા એક મહિનાનો દંડ અથવા બન્ને સજા થઈ શકે છે.

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !
– તમારો જેંતીલાલ