એક મંદિર જ્યાં હનુમાનજી વિરાજે છે તેમની પત્ની સાથે, ક્યાં આવેલ છે આ મંદિર…

તેલંગાણા રાજ્યમાં સ્થાપિત છે એમનું મંદિર. ભગવાન હનુમાન હિંદુ ધર્મનાં મુખ્ય દેવતાઓમાંથી એક છે.લગભગ બધા એ જાણે છે અને માને છે કે હનુમાનજી અવિવાહિત અને બ્રહ્મચારી હતા.એવામાં જો તમને હનુમાનજીનાં વિવાહની વાત જણાવવામાં આવે તો શું તમે વિશ્વાસ કરશો? માન્યું કે આ વાત પર વિશ્વાસ કરવો થોડો મુશ્કેલ છે,પરંતુ સત્ય આ જ છે.


પ્રાચીન ગ્રંથોની અંદર હનુમાનજીનાં વિવાહનું વર્ણન મળે છે. સાથે જ તેલંગાણા રાજ્યનાં એક ગામમાં હનુમાનજી અને તેમની પત્નીનું મંદિર પણ સ્થાપિત છે.રામભક્ત હનુમાનનાં વિવાહની કહાની પોતાનામાં ખૂબ રોચક છે.ક્યારે અને કોની સાથે થયા હતા બજરંગબલીનાં વિવાહ? ક્યાં સ્થાપિત છે તેમનું મંદિર?આવા તમામ સવાલોનો જવાબ આ વાર્તામાં રહેલો છે.તો વાર કઇ વાતની,તરત જ વાંચવાનું શરૂ કરી દો આ રોચક જાણકારી.

ક્યા ગ્રંથમાં મળે છે વર્ણન


હિંદુ ધર્મનાં મુખ્ય ઋષિઓમાંથી એક છે,પરાશર.ઘણા ધર્મગ્રંથોમાં તેમનું વર્ણન મળી આવે છે.ઋષિ પરાશરએ પરાશર સંહિતાની રચના કરી હતી.આ જ ગ્રંથમાં હનુમાનજીમાં વિવાહનું પૂરું વર્ણ મળે છે.

ભગવાન સૂર્યને બનાવ્યા હતા પોતાના ગુરુ


પરાશર સંહિતામાં આપવામાં આવેલા વર્ણન અનુસાર,હનુમાનજીએ સૂર્યદેવને પોતાના ગુરુ બનાવ્યા હતા.ભગવાન સૂર્યની પાસે ઘણી દિવ્ય વિધાઓ હતી.જેનું જ્ઞાન ભગવાન હનુમાન મેળવવા ઈચ્છતા હતા.આ જ ઉદેશ્યથી હનુમાનજીએ ભગવાન સૂર્યની પૂજા-અર્ચના કરી.

સૂર્યદેવ નહોતા શિખવી શકતા અમુક વિધાઓ


હનુમાનજીએ સૂર્યદેવ પાસે ઘણી ચીજોનું જ્ઞાન પ્રાપ્‍ત કર્યુ,પરંતુ નવ વ્યાકરણ નામની એક દિવ્ય વિધા શિખવામાં તે અસક્ષમ હતા.વાત કંઈક એમ હતી કે આ વિધાને ફક્ત વિવાહિત પુરુષ જ શીખી શકતા હતા,પરંતુ બજરંગબલી અવિવાહિત હતા.એટલે ભગવાન સૂર્ય ઇચ્છીમે પણ આ વિદ્યા હનુમાનજીને નહોતા આપી શકતા.

સૂર્ય દેવએ રચિ કન્યા


બ્રહ્મા,વિષ્ણુ અને મહેશ ઈચ્છતા હતા કે હનુમાનજી પોતાની શિક્ષા પૂરી કરે.એટલે તેમને સૂર્યદેવને દિવ્ય પુત્રીની રચના કરવા કહ્યુ.ત્રિદેવનાં કહેવા અનુસાર ભગવાન સૂર્યએ સુવર્ચલા નામની પુત્રીનું નિર્માણ કર્યું.

હનુમાનજી નહોતા રાજી

હનુમાનજી આજીવન બ્રહ્મચારી રહેવા માગતા હતા,એ ટલે તેમને સુવર્ચલા સાથે વિવાહ કરવાની ના પાડી દીધી.લાખ સમજાવવા છતા બજરંગબલી ન માન્યા.ત્યારે સૂર્યદેવે હનુમાનજી પાસે ગુરુદક્ષિણાનાં રૂપમાં વિવાહ કરવા માટે કહ્યુ.હનુમાનજી પોતાના ગુરુનો અનાદર નહોતા કરવા માગતા,જેના ચાલતા તેમને વિવાહનો પ્રસ્તાવ સ્વિકાર કરી લીધો.

વિવાહ બાદ પણ બની રહ્યા બ્રહ્મચારી


કારણ કે સુવર્ચલાનો જન્મ યોનીથી નહિ પરંતિ સૂર્યદેવની શક્તિઓથી થયો હતો.એટલે તેમના સાથે વિવાહ કર્યા બાદ પણ હનુમાનજીનું બ્રહ્મચર્ય બનેલું રહ્યુ.સાથે જ તે નવ વ્યાકરણનું જ્ઞાન પ્રાપ્‍ત કરવામાં પણ સફળ રહ્યા.