આ ઉપાયોથી દૂર કરી દો માથામાં પડેલી જૂ…

માથામાં પડેલી જૂ થી કંટાળી ગયા છો ? તો આ અકસિર ઉપાય અજમાવો, માથામાં વારંવાર પડતી જૂં એ એક પ્રકારનો પેરાસાઇટ છે. જે માથાના વાળની અંદર રહે છે અને માથાની ખોપરીમાંથી લોહી ચૂંસીને પોષણ મેળવે છે.

સામાન્ય રીતે જૂં નાના બાળકોમાં વધારે થાય છે. અને મોટે ભાગે આ સમસ્યા બીજાઓને જૂં પડી હોય અને તેમની સાથે હરવા-ફરવા બેસવા ઉઠવાથી થતી હોય છે.

image source

માથામાં જૂં પડવાનું સૌથી સામાન્ય લક્ષણ માથામાં થતી ખજવાળ છે. મેડિકલની દુકાને માથાની જૂં દૂર કરતાં ઘણા બધા તેલ તેમજ દવાઓ ઉપલબ્ધ હોય છે.

પણ તેમાં વપરાતા નુકાસનકારક કેમિકલ તમારા વાળને તેમજ ખોપરીની ત્વચાને નુકસાન પહોંચાડી શકે છે અને તે ઘણી વખત તેટલા અસરકારક પણ સાબિત નથી થતા.

image source

તો ચાલો જાણીએ ઘરે જ ઉપલબ્ધ કેટલીક સામગ્રીથી કેવી રીતે માથામાં પડેલી જૂં દૂર કરી શકાય.

મીઠું

જૂં દૂર કરવા માટે મીઠાનો ઉપોયગ કરવા માટે તમારે પાંચ ચમચી મીઠું અને અડધો કપ વિનેગરની જરૂર પડશે. આ બન્ને સામગ્રીને એક વાટકીમાં બરાબર મિક્સ કરી લેવી. હવે આ તૈયાર થયેલા મિશ્રણને તમારે તમારા માથામાં લગાવવું.

image source

ત્યાર બાદ માથાને શાવર કેપ વડે કવર કરી લેવું. હવે તેને તેમ જ બે-ત્રણ કલાક રહેવા દેવું. ત્યાર બાદ વાળને સરસ રીતે ધોઈ લો અને વાળમાં કાંસકો ફેરવો. થોડા ક જ દિવસમાં તમારા વાળની જૂં દૂર થતી જણાશે.

બેબી ઓઇલ

image source

તમે બાળકને મસાજ કરવા માટે જે તેલ વાપરતા હોવ અથવા તો તેને મોઇશ્ચરાઇઝ કરવા માટે જે તેલ વાપરતા હોવ તે તેલનો ઉપયોગ તમે તમારા વાળની જૂંને દૂર કરવા માટે કરી શકો છો.

અહીં તમે બદામનું તેલ પણ વાપરી શકો છો. સામાન્ય રીતે જેમ તમે માથામાં તેલ લગાવતા હોવ તે રીતે તેલ લગાવવું અને તેને તેમ જ એકબે કલાક રહેવા દીધા બાદ માથામાં જીણી કાંસકીનો ઉપયોગ કરવો તેમ કરવાથી ધીમે ધીમે બધી જૂં બહાર આવવા લાગશે.

image source

જૂં જો જીવતી હોય તો તેને અંગુઠા અને નખની મદદથી મારી નાખવી કારણ કે જૂં જો જીવતી હશે તો તે ઓર વધારે જૂં પેદા કરતી જશે અને ઘરમાં કોઈને અને કોઈને તેનાથી પરેશાન રહેવું પડશે.

પેટ્રોલિયમ જેલી

image source

તમારા ઘરમાં લગભગ બારે માસ રહેતી પેટ્રોલિયમ જેલીનો ઉપયોગ તમે તમારા માથાની જૂં હટાવવા માટે કરી શકો છો.

માથામાં તેલની જેમ પેટ્રોલિયમ જેલી લગાવવામાં આવશે તો તેની ચીકાશના કારણે જૂં તેમાં ચોંટી જશે અને તે શ્વાસ નહીં લઈ શકે અને તે તમારા વાળ છોડીને ભાગી જશે અથવા તો મરી જશે.

image source

તમારે આ પ્રયોગ રાત્રે સુતા પહેલાં કરવાનો છે. તેને તેલની જેમ જ લગાવી લેવું અને સવારે ઉઠીને તેમાં કાંસકો ફેરવી દેવો. તેમ કરવાથી ઘણી બધી જૂંનો નીકાલ થશે અને આ રીતે આ પ્રયોગ નિયમિત અજમાવવાથી થોડા જ દિવસમાં તમને જૂંથી છૂટકારો મળી જશે.

વિનેગર

image source

વિનેગરની ગંધ પણ અત્યંત તીવ્ર હોય છે તેમજ તેની અસર પણ ઘણી હોય છે. તેના માટે તમારે સફેદ વિનેગર લેવાનું છે. તેને તેલની જેમ તમારા વાળમા લગાવવાનું છે.

વાળમાં સિરકો લગાવ્યા બાદ તમારા વાળને ટુવાલથી ઢાંકી દેવું. તમે શાવર કેપથી પણ તમારા વાળને કવર કરીશકો છો. તેને તેમજ આખી રાત રહેવા દેવું.

image source

સવારે ઉઠીને તમારે વાળ ધોઈ લેવા. વાળ શેમ્પુથી ધોઈ લીધા બાદ જ્યારે તમે વાળમાં કાંસકો ફેરવશો ત્યારે બધી જ જૂં જાતે જ વાળમાંથી નીકળી જશે.

ટી ટ્રી ઓઇલ઼

image source

ટી ટ્રી ઓઇલ પોતાનામાં અઢળક ગુણો ધરાવે છે તેમાં એક કુદરતી એનસેક્ટીસાઇડ છે જે તમારા વાળમાંથી જૂંને ખુબ સરળતાથી દૂર કરે છે. ટી ટ્રી ઓઈલમાં તમે સરસિયું કે પછી ઓઇલવ ઓઈલ પણ મિક્સ કરી શકો છો.

આ મિશ્રણને માથામાં બરાબર પાંથીએ પાંથીએ લગાવવું અને તેને તેમજ અરધો કલાક રાખવું. ત્યાર બાદ માથામાં કાંસકી ફેરવી લેવી અને ત્યાર બાદ માથું ધોઈ લેવું. ધીમે ધીમે વાળમાંથી જૂં દૂર થઈ જશે.

ઓલિવ ઓઇલ

image source

ઓલિવ ઓઈલ જેને આપણે જૈતુનના તેલ તરીકે પણ ઓળખીએ છે.

તેના માટે તમારે કશું જ નથી કરવાનું સામાન્ય તેલની જેમ માથામાં ઓલિવ ઓઇલ ઉમેરવું અને અરધો એક કલાક બાદ નાની કાંસકી વડે માથું ઓળવું હવે ધીમે ધીમે કાંસકીમાં જૂં આવવા લાગશે તેને મારીને કાંસકીથી દૂર કરતાં જવું આવી જ રીતે બધી જ જૂં માંથામાંથી દૂર કરી દેવી.

image source

ત્યાર બાદ માથુ ધોઈ લેવું. આ પ્રયોગ બે દિવસે એકવાર કરવો એટલે ધીમે ધીમે તારું માથું સ્વચ્છ થઈ જશે અને માથામાંથી જૂં દૂર થઈ જશે.

મેયોનિઝ

image source

મેયોનિઝનો ઉપયોગ તમે માથામાં કોઈ પેક લગાવતા હોવ તેમ કરી શકો છો. તેમ કર્યા બાદ તમારે એક ડોઢ કલાક તેમ જ રહેવા દેવું અને ત્યાર બાદ માથું ધોઈ લેવું. ધીમે ધીમે જૂં મરી જશે અને કાંસકો ફેરવતા જ બહાર આવી જશે.

લસણ

image source

માથાની જૂંને દૂરકરવા માટે લસણને પીસીને તેમાંથી નીકળતા રસ ને સીધું જ વાળમાં લગાવવામાં આવે છે. આપણે જાણીએ છે કે લસણની ગંધ તીવ્ર હોય છે. તેમજ તેનાથી બળતરા પણ થાય છે.

આમ લસણના રસને જો માથામાં લગાવવામાં આવે અને તેને તેમજ એક ડોઢ કલાક રાખ્યા બાદ માથું ધોઈ લેવામાં આવે તો વાળ ચોખ્ખા થઈ જાય છે અને તેમાં હરતી ફરતી જૂં પણ મરીને બહાર નીકળી જાય છે.

image source

લસણના રસને તમે તમારા હેરઓઇલમાં મિક્સ કરીને પણ લગાવી શકો છો અને તેની જગ્યાએ તમે લીંબુના રસમાં પણ લસણનો રસ ઉમેરીને માથાની જૂંને દૂર ભગાડી શકો છો.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !

– તમારો જેંતીલાલ