જાણો ડોક્ટર પાસે ચેક અપ માટે જતા પહેલા કઇ-કઇ બાબતોનુ રાખવુ જોઇએ ખાસ ધ્યાન…

સામાન્ય તપાસ માટે ડોક્ટર પાસે પહોંચી જવા પહેલાં આ બાબતોનું સંપૂર્ણપણે ધ્યાન આપશો તો હોસ્પીટલમાં જઈને ઓછી તકલીફ પડશે…

image source

ચેકઅપ માટે ડોક્ટર પાસે જતાં પહેલાં આ પાંચ વસ્તુઓનું ધ્યાન રાખવું જોઈએ જાણી લો…

દરેક વ્યક્તિ ડોક્ટર પાસે જતાં પહેલાં ખૂબ જ નર્વસ હોય છે, પછી ભલે તેઓ ભલેને નિયમિત રીતે ચેકઅપ માટે જતા હોય.

તેથી, દરેક વ્યક્તિઓને સલાહ આપવામાં આવે છે કે જ્યારે પણ કોઈ પરીક્ષણ અથવા ચેકઅપ માટે જવું હોય ત્યારે પ્રથમ કેટલીક બાબતોનું ધ્યાન રાખવું અને કેટલાક કાર્યો એવા હોય છે જે ન કરવું.

image source

જેથી આપને હોસ્પીટલ પહોંચી જઈને ચેકઅપ કરાવવામાં તકલીફ ન પડે. કારણ કે આમ કરવાથી બોડી ટેસ્ટ અથવા ચેકઅપના આવનાર પરિણામો પર પણ અસર થઈ શકે છે.

જેના કારણે પરિણામો સાચા લાવી શકાય તે માટે ચાલો, આપણે જાણીએ કે ડોક્ટર પાસે જતા પહેલા કઈ વસ્તુઓ કરવી જોઈએ અને કઈ નહીં.

બ્લડ પ્રેશર પરીક્ષણ પહેલાં કોફીનું સેવન ન કરો

image source

જ્યારે પણ તમે કોઈ તકલીફ માટેની સલાહ લેવા માટે અથવા રોગ બતાવવા માટે ડોક્ટર પાસે જાઓ છો, તો પહેલા શરીરનું બ્લડ પ્રેશર અને વજન ત્યાં માપવામાં આવે છે.

એટલા માટે સલાહ આપવામાં આવે છે કે જ્યારે પણ તમે ચેકઅપ માટે જાઓ ત્યારે એક કલાક પહેલાં કોફી અથવા સોફ્ટ ડ્રિંક્સનું સેવન ન કરવું જોઈએ.

image source

 

આ બધાના વપરાશને લીધે, સંભવ છે કે બ્લડ પ્રેશર અચાનકથી વધી જઈ શકે છે અને જ્યારે તે માપવામાં આવે છે, ત્યારે તે તમારા સામાન્ય બ્લડ પ્રેશર કરતા વધુ બતાવશે.

શરદી – ઉધરસ થઈ હોય તો ચેકઅપ પહેલાં કોઈ દવાઓ ન લો

જો તમે બીમાર છો અથવા શરદી – ઉધરસથી પીડિત છો, તો કોઈ સલાહ લીધા વગર દવા ન લો, કારણ કે આમ કરવાથી દવાઓના પ્રભાવને લીધે કેટલાક અસામાન્ય લક્ષણો દેખાઈ શકે છે.

image source

પરંતુ જો તમે ખૂબ માંદા છો, તો દવા લીધી પણ છે તો પછી, ડોક્ટરને તેના વિશે જાણ કરી દેવી જોઈએ.

ડર્મિટોનોજિસ્ટ પાસે જવા પહેલાં…

ત્વચાના ડોક્ટર્સ પાસે જતા પહેલાં હાથ તથા નખની સાજસંભાળ ન કરો. જો તમે કોઈ ત્વચાની બીમારીથી પીડિત છો, તો ડોક્ટર પાસે જતા પહેલા ધ્યાન રાખશો કે નખ પર કોઈ પોલિશ ન હોય અથવા હાથ તથા નખની સાજસંભાળ જેમ કે પેડિક્યુર કરેલા ન હોય તેનું ખાસ ધ્યાન રાખવું જોઈઍ.

image source

કારણ કે ઘણીવાર, આ રોગ નખ દ્વારા પણ શોધી શકાય છે, જેમ કે હૃદય રોગ, એનિમિયા અથવા ડાયાબિટીઝ. સ્વચ્છ નખ રોગને સરળતાથી શોધવામાં મદદરૂપ હોય છે.

કોલેસ્ટરોલ પરીક્ષણ પહેલાં…

કોલેસ્ટરોલ સ્તરની ચકાસણી કરાવવા પહેલાં કોઈ પણ પ્રકારના આલ્કોહોલનું સેવન કરવાનું ટાળવું એ ખૂબ જ મહત્વપૂર્ણ બાબત છે, કારણ કે તેનું સેવન કરવાથી શરીરમાં ટ્રાઇગ્લાઇસેરાઇડનું પ્રમાણ બદલાઈ શકે છે. જે ખરેખર હ્રદયના હુમલાને માટે ખૂબ જ ઘાતક સાબિત થઈ શકે છે.

image source

મેમોગ્રામ પહેલાં ડિઓડોરન્ટનો ઉપયોગ કરશો નહીં

મહિલાઓને સલાહ આપવામાં આવે છે કે મેમોગ્રામ પરિક્ષણ કરાવવા જતાં પહેલા શરીર પર કોઈ પણ પ્રકારનાં અત્તર, ડિયોડ્રન્ટ અથવા સુગંધિત પદાર્થ ન લગાવો.

image source

આ ઘણા ડિયો અને પાવડરમાં એક ખાસ પ્રકારનું એલ્યુમિનિયમ ભળેલું હોય છે તેથી તેની હાજરીને કારણે છે જે પરિણામોને અસર કરે છે. યોગ્ય પરિણામ ન આવવાથી તેની ટ્રીટમેન્ટ અને ડોક્ટરોના દ્વારા આપવામાં આવતી દવાઓના પ્રમાણ ઉપર પણ અસર પડી શકે છે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !

– તમારો જેંતીલાલ