હાર્ટ એટેકથી લઇને આ મોટા રોગો દૂર કરવા માત્ર 30 દિવસ ખાઓ પલાળીને કિશમિશ

માત્ર 30 દિવસ ખાઓ કિશમિશને પલાળીને, આ રોગ જળમૂળથી થઈ જશે દૂર

કાજુ, બદામ, અખરોટ, કિશમિશ જેવા મેવાથી થતા લાભ વિશે તો તમે જાણતાં જ હશો. આ ડ્રાયફ્રુટમાંથી કેટલાકને પલાળીને સવારે તેનું સેવન કરવાથી વધારે લાભ થાય છે. જો કે આ મેવા પચાવવા માટે પાચનશક્તિ મજબૂત હોય તે પણ જરૂરી છે. આ તમામમાંથી કિશમિશ એવી વસ્તુ છે જે મોંઘી પણ નથી અને તે પચવામાં પણ સરળ છે.

image source

કિશમિશમાં ઓમેગા આયરન 3, કેલ્શિયમ, ઝિંક, વિટામિન ઈ હોય છે.

કિશમિશને સૂકી ખાવાથી પણ લાભ થાય છે અને પલાળીને તેનું સેવન કરવાથી વધારે લાભ થાય છે.કિશમિશને રાત્રે પાણીમાં પલાળી દેવી અને સવારે તેને ચાવીને ખાઈ જવી જોઈએ. આ રીતે પલાળેલી કિશમિશ 1 મહિના સુધી ખાવાથી શરીરને અનેક લાભ થાય છે.

image source

જો કે ખાસ ધ્યાન રાખવું કે કિશમિશ ખાલી પેટ ખાવી. પલાળેલી કિશમિશ તમને એક, બે નહીં 5 રોગોથી મુક્ત કરશે.

પાચન કરે છે સરળ

image source

ઘણીવાર એવું બને છે કે વધારે ભોજન થઈ જાય તો પેટમાં ગેસ, એસિડિટી થઈ જાય છે. શરીરમાં ભોજન ન કરવાથી પણ સમસ્યા રહે છે.

આવી સ્થિતિમાં સવારે ખાલી પેટ કિશમિશનું પાણી પીવાથી ગેસ, અપચો જેવી સમસ્યાઓ દૂર થાય છે. કિશમિશમાં પોષક તત્વો હોય છે અને તેમાં ફાયબરનું પ્રમાણ પણ વધારે હોય છે જે તમને કબજિયાતમાંથી આરામ આપે છે.

શરીરની ગંદકી બહાર કાઢે છે

image source

સવારે ખાલી પેટ કિશમિશનું પાણી પીવાથી શરીરની ગંદકી બહાર નીકળી જાય છે. કિશમિશમાં એંટીઓક્સીડેંટ હોય છે જે પેટની ગંદકી બહાર કાઝે છે. શરીરમાં હાનિકારક ટોક્સિન બને છે જે શરીરને અંદરથી નબળું કરી નાખે છે. તેવામાં ખાલી પેટ કિશમિશનું પાણી પીવાથી શરીર ડિટોક્સ થઈ જાય છે.

રક્તની ખામી દૂર થાય છે

image source

કેટલાક લોકોને એનીમિયા હોય છે. તેમના માટે કિશમિશ રામબાણ છે. શરીરમાં રક્તની ખામી હોય તો આ સમસ્યા થોડા જ દિવસોમાં દૂર થઈ જાય છે. કિશમિશના પાણીનું સેવન કરવાથી શરીરમાં રક્ત ઝડપથી વધે છે.

ત્વચા ચમકદાર બને છે

image source

રોગો મટાડવાની સાથે કિશમિશના પાણીથી ચહેરા પર ગ્લો પણ આવે છે. કિશમિશના પાણીનું સેવન કરવાથી શરીરની ગંદકી બહાર નીકળી જાય છે જેના કારણે ચહેરો ચમકવા લાગે છે. લોહીમાં ગંદકી હોય તેના કારણે ચહેરા પર ડાઘ અને ખીલ થાય છે. આવું હોય ત્યારે રોજ કિશમિશનું પાણી પીવાથી લાભ થાય છે.

હાર્ટ એટેકથી બચાવ

આજના ભાગદોડ ભરેલા જીવનમાં લોકોના હ્રદય પર એવી અસર થવા લાગી છે કે યુવાનો પણ હોર્ટ એટેકનો ભોગ બની રહ્યા છે.

image source

કિશમિશનું પાણી હાર્ટ માટે ખૂબ મહત્વનું છે. કિશમિશનું પાણી પીવાથી બ્લડ પ્રેશર ઓછું થાય છે અને શરીરની ચરબી પણ ઓછી થાય છે અને હૃદય મજબૂત બને છે. આવી સ્થિતિમાં કિશમિશના પાણીનું સેવન કરવાથી તમે સરળતાથી આ બીમારીથી બચી શકો છો.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !

– તમારો જેંતીલાલ