દુર્ભાગ્યથી પીછો છોડાવવા કરો આ ચમત્કારિક ઉપાય, બૃહસ્પતિ કરશે કૃપા…

નસીબ બગડ્યું છે તેવું લાગે છે? ગુરુવારે કરો આ ઉપાય. દેવગુરુ બૃહસ્પતિની ઉપાસના ચમકાવશે તમારું ભાગ્ય… દુર્ભાગ્યથી પીછો છોડાવવા કરો આ ચમત્કારિક ઉપાય, બૃહસ્પતિ કરશે કૃપા…


નવગ્રહોમાંથી એક એવા ગુરુના ગ્રહની કૃપાથી અતિ શુભ અસર થઈ શકે છે. તેમાં સુખ, શાંતિ, દીર્ધાયુષ્ય અને સમૃદ્ધિ જેવા અનેક લાભ મળે છે. આ ગ્રહ કોઈના લગ્નમાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવે છે. તો કોઈની નોકરી સંબંધી પ્રગતિમાં પણ અસર કરે છે. જ્યોતિષવિદ્યા અનુસાર, સમસ્ત દેવોના ગુરુ બૃહસ્પતિ કહેવાય છે.


ગુરુને શુભ વાર અને શુભ ગ્રહ તરીકે માનવામાં આવ્યા છે, પરંતુ જો તે નકારાત્મક વ્યક્તિની કુંડળી જન્માક્ષરમાં બેસે છે, તો ક્યારેક તે અશુભ પરિણામો આપવાનું પણ શરૂ કરે છે. આ રીતે, ગુરુની કૃપા મેળવવા અને તેનાથી સંબંધિત થતી અડઅસરની ખામી દૂર કરવા માટે કેટલીક સાવધાની રાખવાની રહે છે. બૃહસ્પતિની ઉપાસના તમારા જીવનમાં એવી શુભ અસર કરે છે, જેનાથી તેમની કૃપા આપણાં જીવનમાં સદાય માટે રહે છે…

ભગવાન વિષ્ણુની કરો ગુરુવારે સાધના –


આપણાં મન હંમેશાં અનેક વસ્તુઓ અને ઘટનાઓ વિશે મૂંઝવણ રહે છે. અનેક પ્રયાસો કરવા છતાં એક પણ કાર્યો સફળ થવા ન પામ્યા હોય તો ભગવાન વિષ્ણુ અને બૃહસ્પતિ દેવની કૃપા આપને તમામ પ્રકારની સુખ સહાયબી આપીને આર્થિક તકલીફ દૂર કરશે. આપને તેમની ઉપાસના કરવી હોય તો નિયમિત રૂપે વિષ્ણુ સહસ્રનામ અચૂક વાંચવું જોઈએ. તમારી દરેક તકલીફ અને અવરોધો ચોક્કસપણે દૂર થશે અને તમારા દરેક કાર્યમાં સફળતા પ્રાપ્ત થશે.

મંત્ર જાપ –


ગુરુના ગ્રહને ખુશ કરવા માટે ॥ ૐ ભગવતે વાસુદેવાય નમહ ॥ મંત્રનો જાપ કરીને બૃહસ્પતિ ગ્રહને ખુશ કરવા જોઈએ. આ જાપ કર્યા બાદ જો શક્ય હોય તો ભગવાન વિષ્ણુને પ્રસન્ન કરવા પીળા રંગના ફળને પ્રસાદના સ્વરૂપમાં વહેંચવો જોઈએ.

ગુરુની પૂજા બાદ તિલક –

cof

દરરોજ ભગવાન વિષ્ણુની પૂજા કર્યા પછી, હળદર અને ચંદનનું મિશ્રણ કરીને તિલક બનાવવું જોઈએ અને તેને કપાળે જરૂર લગાવવું જોઈએ. કોઈપણ શુભકામના કરવા જતી વખતે લગાવવાનું ભૂલશો નહીં. હલ્દી ચંદનનું તિલક આપને સફળતા ચોક્કસપણે પ્રાપ્ત કરવામાં જરૂર મદદરૂપ થશે.

સત્યનારાયણની કથા –


સમસ્ત દેવતાઓના ગુરુને ખુશ કરવા માટે, સત્યનારાયણ ભગવાનની કથા ગુરુવારે જરૂર સાંભળવી જોઈએ અથવા તો પૂર્ણિમાના દિવસે આ કથા વાંચવી કે સાંભળવી જોઈએ. સાથે સાથે તે દિવસે અને દરરોજ પણ ભગવાન વિષ્ણુની ઉપાસના કરવી અને પૂજા બાદ કેળાની પ્રસાદી કરો. ભગવાનને અર્પણ કરેલું કેળું પોતે પણ પ્રસાદ તરીકે ખાવું અને તેમને અન્ય લોકોમાં પણ વહેંચવું જોઈએ.

ગુરુવારે કરો પીળું દાન –


દેવગુરુ બૃહસ્પતિને પ્રસન્ન કરવા માટે ગુરુવારે પીળી વસ્તુઓ જેમ કે પીળી દાળ, પીળાં વસ્ત્રો, દાળિયા, કેળાં અને હળદર જેવી ચીજોનું દાન કરવું જોઈએ. આમ કરવાથી તમારામાં શુભ ઊર્જાઓ આવે છે અને દાનનું પૂણ્ય મળતાં તમને માનસિક શાંતિ પણ અનુભવાય છે. તે દિવસે તમારે કોઈ યોગ્ય બ્રાહ્મણને પણ સીધો અને દાન કરવું જોઈએ અને કેળના ઝાડને પાણીનો અર્દ્ય ચડાવવો જોઈએ.

રામરક્ષા સ્ત્રોત્ર –


જેમને ક્ષત્રુઓની સતામણી, કોઈ ભયંકર રોગ, નોકરી – ધંધામાં ઉપાધી કે નુક્સાન થતું હોય અને અન્ય કોઈ ઉપાધી હોય તો રામરક્ષા સ્ત્રોત્રનો પાઠ કરવો જોઈએ. નિયમિત રૂપથી રામરક્ષા સ્ત્રોત્ર કરવાથી અનેક ગંભીર સમસ્યાઓનું પણ સરળ સમાધાન મળી શકે છે. આ પાઠમાં પણ બૃહસ્પતિની કૃપા રહેલી છે.

માળા કરવી –


પરમ કલ્યાણકારી છે બૃહસ્પતિની ઉપાસના… જેને લીધે તમને મંગલકારી પરિણામો મળશે. જો શક્ય હોય તો દરરોજ નહીં તો ગુરુવારે તો ખાસ ચંદનની માળા ચડાવવી જોઈએ. અને ૧૦૮ વખત બૃહસ્પતિ મંત્રનો જાપ કરવો જોઈએ. ॥ ૐ બૃં બૃહસ્પતયે નમઃ॥ આ જાપની માળા આપને જરૂર શુભ ફળ આપનાર સાબિત થશે.


આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !
– તમારો જેંતીલાલ