અત્યાર સુધીમાં ૨૩ વખત માઉન્ટ એવરેસ્ટ સર કરેલ પહેલા પર્વતારોહી તરીકે નોંધાવ્યો રેકોર્ડ, જાણો કોણ છે આ સાહસિક…

અત્યાર સુધીમાં ૨૩ વખત માઉન્ટ એવરેસ્ટ સર કરેલ પહેલા પર્વતારોહી તરીકે નોંધાવ્યો રેકોર્ડ, જાણો કોણ છે આ સાહસિક… ૪૯ વષિય કામી રીતા નામના વ્યક્તિએ કર્યો રેકોર્ડ, તેઓએ માન્ટ એવરેસ્ટની ચડાઈ ૨૪ વર્ષની ઉંમરે પહેલીવાર કરી હતી, આજ સુધી ૨૩ વખત લીધો છે અનુભવ…

 

View this post on Instagram

 

A post shared by The Kathmandu Post (@kathmandupost.official) on


આજકાલ ફરીથી માઉન્ટ એવરેસ્ટના સાહસિક પર્વતારોહકો વિશેની ચર્ચા શરૂ થઈ છે. તેમાંય કહેવાય છે કે આ વખતની સીઝન કંઈક વિશેષ છે. આજ સુધી અનેક સાહસિક લોકોનું સ્વપ્ન હોય છે કે માઉન્ટ એવરેસ્ટ ચડવું. પરંતુ દરેક માટે આ લક્ષ્યને એક વખત પણ પાર કરવું કપરું બની જતું હોય છે.

 

View this post on Instagram

 

A post shared by کوه‌نوشت Koohnevesht (@koohnevesht) on


માઉન્ટ એવરેસ્ટ એટલે હિમાલય પર્વતમાળાનું સૌથી ઊંચું શિખર. તેને નેપાળમાં સાગરમઠ નામે અને તિબેટમાં ચોમોલુન્ગમા નામે ઓળખાય છે. આ નેપાળ અને ચીનની આંતરરાષ્ટ્રીય સરહદ પર આવેલ હિમાલય પર્વતમાળાની દરિયાઈ સપાટીથી માપીએ તો તે સૌથી ઊંચું ગીરી શિખર મહાલંગૂર નામે જાણીતા પર્વતની ટોચ છે. અત્યાર સુધીમાં લાખો સાહસિક પર્વતારોહકોએ તેની ચડાઈ કરી છે. પરંતુ તેનું ચઢાણ ખૂબ જ મુશ્કેલ છે.

 

View this post on Instagram

 

A post shared by Namas Adventure (@namas_adventure) on


તેની લંબાઈ આશરે ૮,૮૪૮મીટર જેટલી નોંધાઈ છે. જેમ આપણે જાણીએ છીએ કે જેમ જેમ ઊંચે જઈએ તેમ ઓક્સીજનનું પ્રમાણ ઓછું થતું જાય અને વ્યક્તિને બોલવા – ચાલવામાં અને અન્ય દરેક ક્રિયાઓ કરવામાં મુશ્કેલી પડે છે.

 

View this post on Instagram

 

A post shared by Mission Shaurya (@missionshaurya) on


વળી, હિમાલયની ટોચે બર્ફિલા પહાડોમાં પણ એટલા જ સખત પડ જામેલા હોય છે કે ત્યાં ઠંડીનું પ્રમાણ પણ શૂન્ય તાપમાન કરતાં અનેક ગણું નીચે જતું રહેતું હોય છે.

 

View this post on Instagram

 

A post shared by OLV (@olvtv) on


આ વખતની સીઝનમાં તો કેટલાક હાદસાઓ પણ થયા છે જેમાં ૧૧ જાનહાનિ થવાના પણ સમાચાર છે. એક એવી પણ વાત સમાચારોમાં છે કે જેમ જેમ એવરેસ્ટ ચડવાનું લોકોમાં ક્રેઝ વધતો જાય છે તેમ તેમ ત્યાંનું વાતાવરણ બગડતું જાય છે અને કહેવાય છે કે એવરેસ્ટ પર આજ સુધીમાં ૫૦ લાખ ટન જેટલો કચરો ઠલવાય છે.


જ્યારે આ વર્ષ ૨૦૧૯માં ૧૦૦૦થી પણ વધુ પર્વતારોહકોએ ચઢાણ કર્યાના સમાચાર આવ્યા ત્યારે અમે આપના માટે એક વિશેષ પર્વતાહરોકની વાત લઈને આવ્યાં છીએ.

 

View this post on Instagram

 

A post shared by Lilia León (@lilialeonc) on


આવી અનેક વિષમ પરિસ્થિતિમાંથી જો કોઈ વ્યક્તિ એક કે બે વખત નહીં પરંતુ જો અમે કહીએ કે કુલ ૨૩ વખત ચડાણ કર્યું છે તો તમે માનશો? જી હા, નેપાળના આ સાહસિક વ્યક્તિના નામે આ અનોખો રેકોર્ડ નોંધાયો છે. જેમનું નામ છે કામી રીતા.

કામી રીતાની સિદ્ધિ તમનો દ્રઢ સંકલ્પ

 

View this post on Instagram

 

A post shared by Hindustan Times (@hindustantimes) on


કામી રીતાએ ૨૪ વર્ષની ઉંમરે સૌથી પહેલીવાર માઉન્ટ એવરેસ્ટ શિખરનું ચઢાણ કર્યું હતું. તેમણે જ્યારે પહેલી વખત આ લક્ષ્ય સાધ્યું ત્યારે ત્યાં ઊભીને પોતાની જાતને કહ્યું હતું કે તેઓ ૨૫ વખત અહીં આવવા ઇચ્છે છે. તેઓ નેપાળના સોલુંખુબુ જિલ્લાના થામે નામના ગામના રહેવાસી છે. પહેલીવાર તેઓ ૧૯૯૪ની સાલમાં ચડ્યા હતા.

 

View this post on Instagram

 

A post shared by ЭВЕРЕСТ КРЫША МИРА (@everest_roofoftheworld) on


તેમની ૨૩મી ચડાઈ ગત વર્ષ ૧૮મી મે, ૨૦૧૮માં થઈ હતી. બેઝ કેમ્પના અધિકારીઓના જણાવ્યા પ્રમાણે તેમની આ સાહસિક યાત્રા ૧૬મી મે ૨૦૧૮ના શરૂ થઈ હતી. અને મંગળવાર, ૧૮મીએ સવારે ૭ વાગ્યા સુધીમાં તો તેમણે આ ધ્યેય હાંસલ કરી લીધું હતું. તેમને પર્વતારોહણનો ખૂબ જ શોખ છે.

આ સિવાય અગાઉ તેમાણે કે-2, ચો-ઓયુ અને અન્નપૂર્ણા પર્વત અને ચો-ઓયુ તથા અન્નપૂર્ણા પર્વત પણ સર કરી ચૂક્યા છે.


અનેક વખત આવું સાહસિક કામ કરવા બદલ કામી રીતાને અભિનંદન. જલ્દી જ તેઓ ૨૫ વખત ચડાણ કરવાનું ધ્યેય સર કરે એવી શુભેચ્છાઓ પાઠવીએ.

આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !
– તમારો જેંતીલાલ