શહેરની પાણીની ટાંકીને ફેરવવામાં આવ્યું ઘરમાં, જુઓ દુનિયાના આવા વિચિત્ર છતાં સુંદર ઘરો !

દુનિયામાં કુદરતી અજાબયીઓની સાથે સાથે કેટલીક માનસર્જીત અજાયબીઓ પણ છે જોકે અમે અહીં કંઈ એફિલ ટાવર કે પછી તાજમહેલની નહીં પણ નાનકડા છતાં વિચિત્ર અને તે છતાં પણ સુંદર એવા ઘરોની વાત કરી રહ્યા છીએ તો ચાલો જાણીએ આ વિચિત્ર ઘરો વિષે.

ધી હોબીટ હાઉસ, વેલ્સ

ઇંગ્લેન્ડના વેલ્સમાં આવેલું આ એકદમ હુંફાળા પણ સુંદર નાનકડા ઘરને હોબીટ હાઉસ કહેવામાં આવે છે. તમે જો લોર્ડ ઓફ ધી રીંગ ફિલ્મ જોઈ હોય તેને જ ધ્યાનમાં રાખીને આ ઘર બનાવવામાં આવ્યું છે. આ ઘર એક ફોટોગ્રાફરનું છે. આ ઘરને કુદરતી વસ્તુઓમાંથી જ બનાવવામાં આવ્યું છે અને તેની કીંમત માત્ર 5200 અમેરિકન ડોલર જ છે.

ટોકિયોનું ટ્રાન્સપરન્ટ હાઉસ

જો તમને દિવસનો તડકો તમારા ઘરમાં આવે તે ગમતું હોય તો જાપાનના ટોકિયો શહેરનું આ ઘર તમારા જ માટે છે. આ ઘરની ડીઝાઈન ટ્રી હાઉસને ધ્યાનમાં રાખીને કરવામાં આવી છે. પણ એ વાતનું ધ્યાન રાખજો કે અહીં તમારી પ્રાઇવસી જરા પણ નહીં જળવાય કારણ કે આ એક સાવ જ પારદર્શક ઘર છે. જેમાં તમે જે કંઈ પણ કરતા હશો તે રસ્તે જનારા બધા જ જોઈ શકે છે.

થિન ફ્લેટ (એકદમ સાંકડો ફ્લેટ)

આ ઘરની પહોળાઈ જોઈ તમારા હોશ ઉડી જશે તેની પહોળાઈ માત્ર 1.22 મીટરની છે એટલે કે તે લગભગ 4 ફુટ જ પહોળુ છે. જો કે તેની લંબાઈ ઘણી છે પણ પહોળાઈ તો માત્ર આટલી જ છે. તેમ છતાં આ અતિ સાંકડા ફ્લેટમાં તમને એક બેડરૂમ, બાથરૂમ, અને એક રસોડુ પણ મળી જશે. અહીં એક વ્યક્તિ તો આરામથી રહી શકે છે. આ થીન ફ્લેટ પોલેન્ડમાં આવેલો છે.

રૂફટોપ મેંશન

આ સુંદર મજાનું રુફ ટોપ હાઉસ, ખરેખર રહેવા માટે એક ઉત્તમ જગ્યા છે. લાખોની વસ્તી ધરાવતા ગીચ શહેરમાં ઉંચી બિલ્ડિંગના ધાબા પર ઘર હોવું અને તેના પર આટલી હરિયાલી હોવી કોને ન ગમે. આ ઘર કોઈ જમીન સાથે જોડાયેલા ઘર કરતાં કંઈ ઓછું નથી. અહીંની એક એક જગ્યાનો ઉપયોગ સુંદર રીતે કરવામાં આવ્યો છે. ધાબા પરની હરિયાળી જોઈ જાણે કોઈ નાની ઇકોસિસ્ટમ રચાઈ હોય તેવુ લાગે છે.

જો કે બિલ્ડિંગમાં રહેતા લોકોએ આ ઘરના કારણે બિલ્ડિંગને થઈ રહેલા નુકસાનની ફરિયાદ કરતાં હવે આ રૂફટોપ વધારે સમય અસ્તિત્વમાં નહીં રહે.

સ્લાઇડ હાઉસ

જાપાનનું આ ઘર મોટી સ્લાઇડ ધરાવે છે. આ એક ત્રણ માળનું ઘર છે, તેમાં ઉપર આવવા જવા માટે એક સામાન્ય સીડી તો છે જ પણ સાથે સાથે બાળકોના રિક્રીએશન માટે એક ત્રીજા માળેથી નીજે જમીન પર આવતી સ્લાઇડ પણ રાખવામાં આવી છે.

પાણીની ટાંકીનું ઘર

બેલ્જિયમમાં એક ઓલ્ડ વોટર ટાવર એટલેકે જુની પાણીની ટાંકીને આધુનિક ઘરમાં ફેરવવામાં આવ્યું છે. બહારથી તો આ ઘર ખુબ જ સાદુ લાગે છે પણ અંદરથી આ ઘર અત્યંત આધુનિક અને હુંફાળુ છે. આ પાણીની ટાંકીનો ઉપયોગ વિશ્વયુદ્ધ દરમિયાન નાઝીઓથી બચવા માટેના સ્થળ તરીકે પણ કરવામાં આવતો હતો.

ક્લોક ટાવર હાઉસ, ન્યુયોર્ક

ન્યુયોર્કના બ્રુકલીનમાં આવેલું આ ઘર ઘડિયાલ ઘર છે તેવું કહી શકાય. આ ઘર અત્યંત મોંઘુ છે. આ ઘર ન્યૂયોર્ક સીટીના બ્રૂકલીન ક્લોક ટાવર પર આવેલું છે જેની કીંમત 18 મિલિયન અમેરિકન ડોલર એટલે કે 129 કરોડ રૂપિયા છે. આ પેન્ટહાઉસ પરથી તમે ન્યૂયોર્કની ઉત્તમ સ્કાઇલાઇન જોઈ શકો છો.

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !

– તમારો જેંતીલાલ