બોલીવૂડે ધામધૂમથી કરી જન્માષ્ઠમી ની ઉજવણી, આમિરના છોકરાનો સુપર ક્યૂટ મટકી ફોડતો વિડિયો જુઓ !

જન્માષ્ટમીની ઉજવણી સમગ્ર દેશમાં ખુબ જ ધામધૂમથી તેમજ શ્રદ્ધાપૂર્ણ રીતે કરવામાં આવી હતી. ગલીએ ગલીએ જય રણછોડ માખણ ચોરના નારા ગુંજી ઉઠ્યા હતા. તો વિદેશોમાં આવેલા કૃષ્ણ મંદીરો તેમજ ઇસ્કોન મંદીરોમાં પણ કૃષ્ણ જન્મોત્સવની ઉજવણી કરવામાં આવી હતી અને ભક્તોથી મંદીરો ઉભરાઈ ગયા હતા.


તો વળી આ ઉજવણીમાં બોલીવૂડ શા માટે બાકી રહી જાય. શિલ્પા શેટ્ટી, શાહરુખ ખાન, આમિર ખાન જેવા બોલીવૂડના મોટા મોટા સ્ટાર્સે જન્માષ્ઠમીની ઉજવણી કેવી રીતે કરે તે જુઓ.

બોલીવૂડ સ્ટાર્સે ઘરમાં જ દહીંહાંડી બાંધીને પોતાના ભુલકાઓ દ્વારા માટલી ફોડાવી હતી.

આમીર ખાન


આમીર ખાને પોતાના ઘરની ઓંસરીમાં જ પોતાના દીકાર આઝાદ માટે દહીં હાંડી બંધાવી હતી અને તેના હાથે ફોડાવી હતી. પણ અહીં મજાની વાત એ છે કે આમીર ખાન ઘોડાની જેમ બે હાથ અને બે પગ વડે ઉભો હતો અને તેના દીકરાએ તેના પર ચડીને દહીંહાંડી ફોડી હતી.

તેના આ વિડિયોની તેના ફેન્સ દ્વારા ખુબ પ્રસંશા કરવામાં આવી હતી. જો કે કેટલાક પાકિસ્તાની ફેન્સે તેના ધર્મ પ્રત્યે શંકા દર્શાવીને નેગેટીવ કમેન્ટ્સ પણ કરી હતી. આમિર ખાને આ વિડિયો પોતાના સોશિયલ મિડિયા અકાઉન્ટ્સ પર શેયર કર્યો હતો અને તેના ફેન્સને જન્માષ્ઠમીની શુભકામનાઓ પાઠવી હતી.

શિલ્પા શેટ્ટી


શિલ્પા શેટ્ટીએ પોતાના નાનકડા કાના માટે ઘરના આંગણામાં જ દહીંહાંડી બંધાવી હતી અને તેના દીકરા વિઆન વડે દરવર્ષની જેમ આ વખતે પણ દહીંહાંડી ફોડાવી હતી.

તેણે પોતાના દીકરા દ્વારા દહીંહાંડી ફોડતો વિડિયો ઇન્સ્ટાગ્રામ પર શેયર કર્યો હતો અને લોકોને જન્માષ્ઠમીની શુભકામનાઓ પાઠવી હતી.

શાહરુખ ખાન


શાહરુખ ખાને પણ દહીં હાંડીમાં ભાગ લીધો હતો જો કે અહીં કાન્હા તેનો નાનો દીકરો અબ્રામ નહીં પણ તે પોતે જ બન્યો હતો. તેણે જ દહીં હાંડી ફોડી હતી. જો કે તેનો આ વિડિયો તેના ઇન્સ્ટા અકાઉન્ટ પરથી નહીં પણ તેના ફેન અકાઉન્ટ પરથી શેયર કરવામાં આવ્યો હતો.

તો વળી તૈમુર અલી ખાનના પણ કેટલાક ફોટોઝ સોશિયલ મડિયા પર વાયરલ થયા હતા જેમાં તેને દહીં હાંડી નજીક ઉંચકવામાં આવ્યો છે. પણ તેનું ધ્યાન દહીં હાંડી પર નહીં પણ તેની સાથે બાંધવામાં આવેલા બલૂન્સ પર હતું.


બોલીવૂડના મહાનાયક અમિતાભ બચ્ચન, હેમા માલિની, તાપસી પન્નુ, સુષાંતસિંહ રાજપૂત, શાન વિગેરે સ્ટાર્સે આ પાવન પર્વ પર પોતાના ફેન્સને શુભેચ્છાઓ પાઠવી હતી. આ ઉપરાંત સાઉથના સુપર સ્ટાર મોહનલાલે પણ પોતાના ટ્વીટર હેન્ડલ પરથી જન્માષ્ઠમીની શુભકામનાઓ પાઠવી હતી.

રજનીકાંતની દીકેરી સૌંદર્યા રજનીંકાંતે પોતાના ટ્વિટર અકાઉન્ટ પર સુંદર તસ્વીર કરી હતી.

આ તસ્વીરમાં તેણીએ રાધા ક્રિષ્નને ખુબ જ સુંદર રીતે સજાવ્યા હતા અને પોતે પણ જાણે રાધા હોય તે રીતે સજી હતી. તેણીની ટ્વીટ કંઈક આ પ્રમાણે હતી, “અમારા વાહલા ક્રીષ્ના અમે તમને આજે અને રોજ પ્રાર્થના કરીએ છીએ કે અમને હંમેશા માર્ગદર્શન, આશિર્વાદ અને રક્ષણ આપતા રહો, હરે ક્રિષ્ના, હેપ્પી જન્માષ્ઠમી,”


તાજેતરમાં આયુષમાન ખુરાનાએ પોતાની ફિલ્મ ‘ડ્રીમ ગર્લ’ના પ્રમોશન માટે બરોડાની મુલાકાત લીધી હતી અને અહીં જ આ ઉત્સવની ઉજવણી કરી હતી.

આ ઉપરાંત સમગ્ર દેશ તેમજ વિદેશમાં સ્થાપિત ઇસ્કોન મંદીરોમાં પણ કૃષ્ણ જન્મનો મહોત્સવ ખુબ જ ધામધૂમથી ઉજવવામાં આવ્યો હતો. તમને જણાવી દઈએ કે માત્ર હીંદુઓ જ નહીં પણ એક મોટો વિદેશી વર્ગ પણ છે જે કૃષ્ણમય છે અને ભક્તિભાવપૂર્ણ રીતે આ ઉત્સવની ઉજવણી કરે છે.

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો. આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !
– તમારો જેંતીલાલ