..અને દારૂની દુકાન ખોલતા દારૂડિયો થઇ ગયો એટલો બધો ખુશ કે ના પૂછો વાત, વધેર્યુ શ્રીફળ અને સાથે ઉતારી આરતી પણ, જોઇ લો વિડીયોમાં

દારૂની દુકાન ખોલતાં જ દારૂડિયો થઈ ગયો ખુશ – શ્રીફળ વધેરી અને આરતી પણ કરી – જુઓ આ રમૂજી વિડિયો

છેલ્લા બે મહિનાથી સમગ્ર દેશમાં લોકડાઉનની સ્થિતિ છે. અને દીવસેને દીવસે કોરોના સંક્રમીત લોકોની સંખ્યામાં વધારો થઈ રહ્યો છે તેમ છતાં જાહેર જનતા એટલી બધી બેદરકાર રહી છે કે ન પૂછો વાત. તાજેતરમાં દીલ્લીમાં તેમજ અન્ય કેટલાક રાજ્યોમાં દારુની દુકાનો ખોલવાની પરવાનગી સરકાર તરફથી આપવામાં આવી હતી. અને દારૂની દુકાનો ખુલે તે પહેલાં જ દુકાનો આગળ ગ્રાહકોની લાંબી લાંબી લાઈનો લાગી ગઈ હતી. સોશિયલ ડિસ્ટન્સિંગની સદંતર અવહેલના થઈ રહી હતી. ભીડ એટલી હદે વધી ગઈ હતી કે પોલીસે બળ પ્રયોગ કરવો પડ્યો હતો.

image source

પણ આ દરમિયાન સોશિયલ મિડિયામાં એક મજેદાર વિડિયો વાયરલ થઈ રહ્યો છે, જેને જોઈને તમે પણ ખડખડાટ હસી પડશો. આ વિડિયો બેંગલુરુનો છે. વાસ્તવમાં બેંગલુરુમાં સવારે જેવી જ દારુની દુકાન ખુલી કે એક વ્યક્તિ દુકાનની સામે પૂજા કરવા લાગ્યો. જેવી રીતે દરેક ભારતીય શુભ કામની શરૂઆત કરતા પહેલાં આરતી કરે છે તેવી જ રીતે તેણે પણ શ્રીફળ વધેર્યું, માત્ર તેટલું જ નહીં પણ તેણે દુકાનની સીડીયો ચડતાં પહેલાં આરતી પણ કરી અને ત્યાર બાદ શ્રીફળ વધેર્યું.

image source

આ વિડિયોને બાલાજી નામના એક યુઝરે પોતાના ટ્વીટર અકાઉન્ટ પર શેર કર્યો છે અને લખ્યું છે, ‘બેંગલુરુમાં દારુની દુકાન ખુલતા જ દારૂડિયો પુજા કરતો જોવા મળ્યો, સમજાતું નથી કે શું કહેવું.’ આ વિડિયોને અત્યાર સુધીમાં 84 હજાર કરતાં પણ વધારે વાર જોવામાં આવ્યો છે. અને તેને 900 કરતાં પણ વધારે લાઇક્સ મળી છે. અને આ વિડિયોને 200 કરતાં પણ વધારે વાર રિટ્વીટ કરવામાં આવ્યો છે.

તમને જણાવી દેઈએ કે કોરોના વાયરસના કારણે સરકારે લોકડાઉનને 17મી મે સુધી લંબાવી દીધું છે, પણ કેટલીક જગ્યાઓએ નિયમો હળવા કરવામાં આવ્યા છે જેમાં દારુની દુકાનોનો પણ સમાવેશ થાય છે. જો કે દિલ્લીમાં જેવી જ દારૂની દુકાનો ખુલી કે તરત જ ટોળા ભેગા થવા લાગ્યા અને સોશિયલ ડિસ્ટન્સિંગ ક્યાંય ભુલાઈ ગયું અને દુકાનો આગળ કેટલીએ લાંબી લાઈનો થવા લાગી.

પહેલાં તો પોલીસે લોકોને સોશિયલ ડિસ્ટન્સિંગના નિયમોનું પાલન કરવાની અપીલ કરી પણ જ્યારે લોકો માન્યા નહીં ત્યારે પોલીસે બળ પ્રયોગ કરવો પડ્યો અને છેવટે મારના ડરે ભીડ વિખેરાઈ ગઈ અને પછી તો દારૂની દુકાનો પણ બંધ કરી દેવામાં આવી. દીલ્લીના લક્ષ્મી નગરથી લઈને કરોલ બાગ સુધી, આવું કેટલીએ જગ્યાએ જોવા મળ્યું. કરોલ બાગના એસએચઓએ જણાવ્યું કે લોકો સામાજિક અંતરના નિયમનું પાલન નથી કરી રહ્યા માટે અમારે દુકાનો બંધ કરવી પડી.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.
આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !

– તમારો જેંતીલાલ