દુકાળગ્રસ્ત વિસ્તાર જાહેર થયેલી જમીન પર ખીલવા લાગ્યા વિવિધ પાક, કેવી રીતે જાણો…

ઉજ્જડ જમીન, સૂક્ષ્ક પ્રદેશ અને 400 મિલીમીટરથી પણ ઓછો વરસાદ. એક એવો વિસ્તાર જ્યાં વર્ષોથી દુકાળ રહેતો હતો, ખેતી તો ત્યાં ક્યારેય સંભવ જ નહોતી, પણ આવી જગ્યા પર એક વ્યક્તિએ પોતાની સૂજ વાપરીને સફળતાપૂર્વક માત્ર નાના પાક નહીં પણ જેના માટે પુષ્કળ પાણીની જરૂર પડે તેવી શેરડીનો પાક પણ ઉત્પન્ન કર્યો. તમે પણ વિચારમાં પડી ગયા હશો કે તે વળી કેવી રીતે શક્ય હોઈ શકે ?


તો ચાલો જાણીએ આ શિક્ષકમાંથી ખેડૂત બનેલા મહારાષ્ટ્રના ભજનદાસ પવાર વિષે. એક શીક્ષક તરીકે તેમણે 28 વર્ષ સુધી સેવા આપ્યા બાદ પોતાના ગામની સ્થિતિ સુધારવાનું બીડું ઝડપી લીધું. અને આજે તેમની આ નાનકડી ચળવળે સમગ્ર ગામની દશા તેમજ દિશા બદલી નાખી છે.

ઉજ્જડ ધરતી પર ઉગાડ્યું અનાજ


બીએસસી-બીએડ બાદ ભઝનદાસને એક સારી નોકરી મળી ગઈ પણ તેમને તો કંઈક ઓર જ મંજૂર હતું. સારી નોકરી અને સારી સેલેરી બાદ પણ તેમનું મન નહોતું લાગતું અને તેમણે નોકરી છોડી દીધી, હકીકતમાં તેમને શહેરનું વાતાવરણ જ નહોતું ગમતું અને પોતાના ગામમાં જઈ કંઈક કરવા માગતા હતા. તેમણે નોકરી છોડી દીધી અને 1988માં પોતાના ગામ તરફ પ્રયાણ કર્યું.


ગામમાં પણ તેમણે શિક્ષણને જ પસંદ કર્યું. તેના માટે તેમને રોજ 96 કિલેમીટરની સફર કરવી પડતી હતી. માત્ર 1600 લોકોની વસ્તીવાળા આ ગામમાં દરેક ઘરમાં એક વ્યક્તિ સરકારી નોકરી ધરાવે છે. પણ ગામના 7 કિમીના ક્ષેત્ર સુધી પબ્લિક ટ્રાન્સપોર્ટની પણ સુવિધા નથી. એટલે સુધી કે વર્ષોથી ક્યારેય કોઈ અનાજ ઉત્પન્ન ન થયું હોવાથી આ વિસ્તારને દુકાળગ્રસ્ત જાહેર કરી દેવામાં આવ્યો હતો. પણ આ સુક્ષ્ક અને ઉજ્જડ ધરતી પર ભજનદાસ પવારે અનાજ ઉગાડી દીધું.


હરણને બચાવવાની ઝુંબેશ પણ કરી

તેમના આ સતકાર્યમાં તેમને આંદોલનકારી અન્ના હજારેનો સહકાર મર્યો. અન્ના સાથે મળીને ભઝનદાસે 1994માં આદર્શ ગામની યોજના હેઠળ વોટર શેડ મેનેજમેન્ટની ટ્રેનિંગ લીધી અને પછી તેમણે પોતાની ચળવળ શરૂ કરી. પોતાની ચળવળમાં તેમણે ભણેલાગણેલા યુવાનોને જોડવાના શરૂ કર્યા. પણ આ કામ આટલું સરળ નહોતું. યુવાનોને પ્રોત્સાહિત કરવામાં તેમને ઘણી બધી મુશ્કેલીઓ નડી.


પણ ધીમે-ધીમે તેમણે પોતાના ફેક્ટ્સ, ટેક્નિક અને જાગૃતિના અભિયાન દ્વારા યુવાનોને જોડ્યા. તેમને કેટલીએ જગ્યાએથી પ્રોત્સાહન મળવા લાગ્યું. આટલું જ નહીં ભજનદાસ જંગલોને બચાવવા માટે પણ ખુબ કામ કર્યું છે. પોતાના વિસ્તારના જંગલોમાં રહેનારા ચિંકારા હરણોને શિકારીઓથી બચાવે છે. ચિંકારા બચાવવા માટે તેમને સરકાર તરફથી એક કરોડ રૂપિયાનું ઇનામ પણ મળ્યું છે.

ગામના લોકો પણ પ્રેરિત થયા


આવું કરી તેમણે ગામના વિકાસના ઉદ્દેશને પુરો કર્યો, તેમનો ઉદ્દેશ એ છે કે ગામના લોકો ગામમાં જ રહે, શહેર ન જાય, ગાંધીજીનું સ્વપ્ન તેમણે પુરું કરી બતાવ્યું. અન્ના હજારેથી પ્રેરાઈને ભજનદાસનું સપનું પોતાના ગામને સંપૂર્ણ આદર્શ બનાવવાનું હતું. તેમનાથી પ્રેરિત થઈ ગામના લોકો પણ પાણી બચાવવાની ચળવળમાં જોડાઈ ગયા અને 3-4 ફૂટ ઉંડા ખાડા ખોદવા લાગ્યા. પાણીને વહી જતું બચાવવા માટેના નતનવા રસ્તા શોધવા લાગ્યા. તે બધા એવું અનાજ વાવવા લાગ્યા જેમાં ઓછા પાણીની જરૂર પડે, જેમ કે દાડમથી તેની શરૂઆત કરવામાં આવી.


ધીમે-ધીમે જળ સંરક્ષણની અસર ગામના લોકોમાં દેખાવા લાગી. પહેલાં જ્યાં ખેડૂતે જુવાર અને બાજરાની ખેતી કરવા માટે વરસાદ પર આધારીત રહેવું પડતું હતું, આજે તે જ જગ્યા પર 500 હેક્ટર ખેતી લાયક જમીન પર આ ખેડૂતો દાડમનું ઉત્પાદન કરી રહ્યા છે. માત્ર તેટલું જ નહીં પૂણે, હૈદરાબાદ, મુંબઈ અને બેંગલુરુ જેવા કેટલાએ મોટા શહેરમાં દાડમને એક્સપોર્ટ પણ કરી રહ્યા છે.


ભજનદાસ જણાવે છે, “200 હેક્ટરથી વધારે જમીનનો ઉપયોગ અન્ય પાક જેમ કે શેરડી અને વિવિધ શાકભાજી અને મોસમી પાકોને વિકસાવવા માટે કરવામાં આવે છે. તેનાથી ખેડૂતોને સારી આવક પણ થાય છે.”


હવે બાળકોને નોકરીની શોધ અને મા-બાપની મદદ માટે અભ્યાસ નથી છોડવો પડતો. ભજનદાસની આગેવાનીમાં ગામના લોકોએ ખેતી-ખેડાણના ક્ષેત્રમાં જે દાખલો પુરો પાડ્યો છે તે ખુબ જ પ્રેરણાદાયક છે.

લેખન સંકલન : અશ્વિની ઠક્કર

દરરોજ આવી માહિતીસભર પોસ્ટ તમારા ફેસબુક પર મેળવવા માંગો છો તો અત્યારે જ લાઇક કરો અમારું પેજ.

આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !
– તમારો જેંતીલાલ