દરેક પ્રકારની સ્કિન માટે આ 23 હોમમેડ ફેસપેક અપનાવો…

આપણા મમ્મી તેમજ આપણા નાની તેમજ દાદી હંમેશા આપણને ચણાના લોટનો ઉપયોગ આપણી સ્કિન માટે કરવાનું કહેતા રહેતા હોય છે. જો તમે ભારતીય, પાકિસ્તાની કે બાંગ્લાદેશી હશો તો તમને ખ્યાલ જ હશે કે તમારા દાદી કે મમ્મીએ એક નહીં પણ સેંકડો વાર તમને ચણાના લોટનો ફેસપેકનો ઉપયોગ ચહેરાની કાંતિ વધારવા માટે કરવા કહ્યું જ હશે. પણ તે ખરેખર સાચા જ હતા.


ભારતીય રસેડામાં આ એક એવી વસ્તુ છે જે ઉપલબ્ધ હોય હોય અને હોય જ. કારણ કે રસોઈમાં તેનો ઉપયોગ કઢી બનાવવા, ભજીયા બનાવવા, શાક બનાવવા વિગેરેમાં થતો જ હોય છે. તો ચાલો જાણીએ કે ચણાનો લોટ તમારી સ્કીન માટે શા માટે લાભપ્રદ છે અને તમારે તેનો ઉપયોગ કેવી રીતે કરવો જોઈએ.

ચણાના લોટને ભારતના ઘણા બધા ભાગોમાં બેસન તરીકે પણ ઓળખવામાં આવે છે. ચણાનો લોટ ઘણા પ્રકારની સ્કિનને લગતી સમસ્યાઓ સામે રક્ષણ આપે છે જેમાં ખીલ, તડકાના કારણે શામ પડી ગયેલી સ્કિન, ઝાંખી અને નિર્જીવ સ્કિનનો સમાવેશ થાય છે. ચાલો તેના ફાયદા વિષે જાણીએ.

ચણાના લોટમાં આલ્કલાઇઝિંગ તત્ત્વો હોય છે અને તેને પરંપરાગત રીતે એક ક્લિન્ઝર તરીકે વાપરવામાં આવે છે જે સ્કીનના પીએચ લેવલને જાળવી રાખે છે.


ચણાનો લોટ ચામડીમાં રહેલી ગંદકી તેમજ ઝેરી તત્ત્વોને દૂર કરવા માટે જાણીતો છે.

ચણાના લોટથી ચામડી પરનું વધારાનું તેલ શોષાઈ જાય છે, પણ તે તમારી સ્કીનને સુષ્ક નથી થવા દેતો. તે ચહેરા પરના ભેજને નિયમિત કરે છે અને તમારી સ્કીનને કોમળ બનાવે છે.

બેસન તેના ક્ષાર તેમજ બ્લિચિંગ ધરાવતી પ્રોપર્ટીઝના કારણે તમારા ચહેરા પરની કાળાશ દૂર કરે છે. તેનાથી તમારી સ્કીન હળવી બને છે તેમજ તેનો રંગ છટાદાર બને છે અને ચામડી પુનર્જિવીત થાય છે.


તે ચહેરાને લાલીમાની સાથે સાથે ચમક પણ આપે છે.

આ ઉપરાંત ચહેરા પરના અણગમતા વાળને પણ ચણાનો લોટ દૂર કરે છે.

ચણાનાલોટનું ઉત્તમ પાસુ એ છે કે તે દરેક પ્રકારની સ્કીન માટે લાભપ્રદ છે, અને માટે જ તે ચામડીની સંભાળ માટે આદર્શ છે.

હોમમેડ બેસન ફેસપેક

એલો વેરા અને ચણાના લોટનો ફેસપેક


સામગ્રીઃ

1 ચમચી ચણાનો લોટ

1 ચમચી એલોવેરા જેલ

બન્ને સામગ્રીને બરાબર મીક્સ કરી તેની એક સ્મૂધ પેસ્ટ બનાવી લો. હવે તેને ચહેરા પર વ્યવસ્થિત રીતે લગાવી લો. તેને તેમ 10 મીનીટ રાખી મુકો. ત્યાર બાદ તેને નોર્મલ પાણી વડે ધોઈ નાખો. તમે આ ફેસપેકનો પ્રયોગ અઠવાડિયામાં બેથી ત્રણ વાર કરી શકો છો.

સ્કીન પર તે કેવી રીતે કામ કરે છે ?

એલો વેરા એટલે કે કુંવાર પાઠું ચામડીને કોમળ બનાવે છે તેમજ તેને પોષણ પુરુ પાડે છે. તેમાં પુષ્કળ પ્રમાણમાં વિટામિન્સ, ખનીજ, પોલીસેકેરાઇડ અને એન્ટિઓક્સિડન્ટ્સ સમાયેલા હોય છે. તમે તમારા રોજિંદા ઉપયોગમાં જો એલોવેરાનો ઉપયોગ કરશો તો તમને એક સ્વસ્થ, પોષણક્ષમ, અને કોમળ સ્કિન સરળતાથી પ્રાપ્ત થશે. આ ફેસપેક તડકાના કારણે કાળી થઈ ગયેલી ત્વચા માટે, સનબર્નમાં રાહત મેળવવા અને કાળા ધબ્બા દૂર કરવા તેમજ હાયપરપિગ્મેન્ટેશનને દૂર કરવા માટે ઉત્તમ છે.

આ ફેસપેક દરેક પ્રકારની સ્કિન માટે યોગ્ય છે.

ચણાનો લોટ અને હળદરનો ફેસપેક


સામગ્રીઃ

2 ચમચી ચણાનો લોટ

એક ચપટી હળદરનો પાવડર

1 ચમચી ગુલાબ જળ

હળદર અને ચણાનો લોટ સરસ રીતે મિક્સ કરી લો ત્યાર બાદ તેની પેસ્ટ બનાવવા માટે તેમાં ગુલાબજળ ઉમેરો. આ તૈયાર થયેલી પેસ્ટને તમારે સમાન પ્રમાણમાં સમગ્ર ચહેરા તેમજ ડોક પર લગાવવી. તેને કુદરતી રીતે જ સુકાવા દેવું. સુકાયા બાદ એટલે કે 10-15 મિનિટ બાદ તમે તેને પાણી વડે ધોઈ શકો છો.

જો તમારી સ્કીન ખુબ જ શુષ્ક હોય તો તમે આ ફેસપેકમાં એક ચમચી મલાઈ ઉમેરી શકો છો.

આ ફેસપેકનો પ્રયોગ તમે અઠવાડિયામાં બે વાર કરી શકો છો.

સ્કીન પર તે કેવી રીતે કામ કરે છે ?

તમારા ચેહારાના કોમ્પ્લેક્ષનને બ્રાઇટ કરવા માટે આ ફેસપેક ઉત્તમ છે. હળદર ચણાના લોટમાં ભળીને એક ઉત્તમ ફેસપેક બનાવે છે. તેમાં ત્વચાને ઉજળી કરવાની પ્રોપર્ટીઝ હોય છે. તે એન્ટિબેક્ટેરિયલ હોવાથી ખીલ ધાવતા લોકો માટે ઉત્તમ ઉપાય છે.

આ ફેસપેકનો ઉપયોગ દરેક પ્રકારની સ્કીન માટે કરી શકાય છે.

બેસન અને મુલતાની માટીનો ફેસપેક


સામગ્રીઃ

2 ચમચી મુલતાની માટી

1 ચમચી ચણાનો લોટ

પેસ્ટ બનાવવા જરૂરી ગુલાબજળ

બન્ને સામગ્રીને બરાબર મિક્સ કરી લેવી. ત્યાર બાદ તેમાં ગુલાબજળ નાખી તેની પેસ્ટ બનાવવી. ધ્યાન રાખો કે તેમાં કોઈપણ જાતના ગઠ્ઠા ન રહી જાય, નહીં તો ચહેરા પર પેસ્ટ બરાબર ફેલાશે નહીં.

આ ફેસપેકને સમાન રીતે સમગ્ર ચહેરા તેમજ ડોક પર લગાવી લો. 15 મિનિટ બાદ તેને પાણીથી ધોઈ લો.

આ ફેસપેકનો પ્રયોગ તમે અઠવાડિયામાં બે વાર કરી શકો છો.

સ્કીન પર તે કેવી રીતે કામ કરે છે?

મુલતાની માટી એ એક પ્રકારની સૌંદર્ય વર્ધક માટી છે જે ચામડી પરનું વધારાનું તેલ તેમજ ગંદકી શોષી લે છે. તે ચહેરાની ચામડી પરના છીદ્રોને સ્વચ્છ કરે છે અને તે ચામડીને ઠંડક પણ આપે છે. તે ચહેરા પરનું લોહીનું ભ્રમણ પણ વધારે છે. જેનાથી ચહેરા પર કાંતિ અને લાલીમા આવે છે.

આ ફેસપેક તૈલી ત્વચા, તેમજ કોમ્બિનેશ સ્કીન અને સામાન્ય ત્વચા માટે યોગ્ય છે.

બેસન અને ટામેટાનો ફેસપેક

સામગ્રીઃ


2 ચમચી ચણાનો લોટ

1 નાનું પાકેલું ટામેટું

સૌ પ્રથમ ટામેટાની સ્મૂધ પેસ્ટ બનાવી લો અને તેને ચણાના લોટમાં બરાબર મિક્સ કરી લો. ત્યાર બાદ આ પેસ્ટને ચહેરા તેમજ ડોક પર સમાન રીતે લગાવો. 10-20 મિનિટ બાદ તેને નોર્મલ પાણીથી ધોઈ સાફ કરી લો.

આ ફેસપેકનો ઉપયોગ તમે અઠવાડિયામાં બેથી ત્રણ વાર કરી શકો છો.

સ્કીન પર તે કેવી રીતે કામ કરે છે ?

ચણાના લોટમાં ટામેટાનો પલ્પ ઉમેરવાથી તે ત્વચાને ઉજળી બનાવે છે અને તડકાના કારણે કાળી થઈ ગયેલી ત્વચાને ડી-ટેન કરે છે. ટામેટામાં સમાયેલો કુદરતી એસિડ બ્લિચિંગનું કામ કરે છે જેનાથી ટેન થયેલી ત્વચા ઉજળી થાય છે, તેમજ કાળા ડાઘા, અને હાઇપરપિગમેન્ટેશનવાળી ત્વચા પણ ઉજળી બનાવે છે. ટામેટાનો પલ્પ ત્વચાના પીએચ લેવલને પુનઃ સંતુલિત કરે છે. તેમજ તેમાં સમાયેલું વિટામિન સી ત્વચાને કોમળ તેમજ સ્નીગ્ધ બનાવે છે તેમજ ત્વચા પરની કરચલીઓ તેમજ ફાઈન લાઇન્સ પણ દૂર કરે છે.

દરેક પ્રકારની ત્વચા માટે આ ફેસપેકનો ઉપયોગ કરી શકાય છે.

બેસન અને કેળાનો ફેસપેક

સામગ્રીઃ


અરધુ પાકેલુ કેળુ

2 ચમચી ચણાનો લોટ

જરૂર પ્રમાણે ગુલાબજળ અથવા દૂધ

કેળાને દબાવી તેની પેસ્ટ બનાવી લો અને તેમાં ચણાનો લોટ ઉમેરી લો. પેસ્ટની યોગ્ય ઘટ્ટતા માટે તેમાં ગુલાબજળ કે દૂધ ઉમેરો.

આ ફેસપેકને સમાન રીતે ચહેરા તેમજ ડોક પર લગાવો. આ પેકને લગભગ 10-15 મિનિટ ચહેરા પર રહેવા દો. ત્યાર બાદ તેને હુંફાળા પાણી વડે ધોઈ નાખો.

આ પેસપેકનો પ્રયોગ તમે અઠવાડિયામાં એકથી બે વાર કરી શકો છો.

સ્કીન પર તે કેવી રીતે કામ કરે છે ?

કેળામાં પુષ્કળ પ્રમાણમાં સ્વસ્થ ફેટ હોય છે જે તમારી ત્વચાને અંદરથી પોષણ પુરુ પાડે છે અને સાથે સાથે ત્વચાને મોઇશ્ચરાઇઝ પણ કરે છે. તે તમારી ત્વચામાના કોલેજન અને ઇલાસ્ટિનના ઉત્પાદનને વધારી ત્વચા પરના ડાઘ તેમજ કરચલીઓને ઘટાડે છે.

આ ફેસપેક શુષ્ક એટલે કે ડ્રાય સ્કીન માટે ઉત્તમ છે.

દહીં અને બેસનનો ફેસપેક

સામગ્રીઃ


2 ચમચી ચણાનો લોટ

1થી 2 ચમચી દહીં

ચણાના લોટમાં દહીંને બરાબર મિક્સ કરી તેને સ્મૂધ પેસ્ટ બનાવી લો. હવે આ મિશ્રણને ચહેરા તેમજ ડોક પર સમાન રીતે લગાવી લો. તેને ચહેરા પર 15 મિનિટ સુધી રાખો ત્યાર બાદ નોર્મલ પાણીથી ધોઈ લો.

આ ફેસપેકનો ઉપયોગ તમે અઠવાડિયામાં બે વાર કરી શકો છો.

સ્કીન પર તે કેવી રીતે કામ કરે છે ?

દહીં તેમાં રહેલા કુદરતી તેલ તેમજ એન્ઝાઈમની હાજરીના કારણે ખુબ જ અદ્ભુત ક્લિન્ઝર અને સ્કિન મોશ્ચરાઇઝીંગ ગુણ ધરાવે છે. તેનો લેક્ટિક એસિડ પણ ત્વચાના મૃત કોષોને દૂર કરવા તેમજ કોમ્પ્લેક્ષનને ઉજળુ કરવામાં મદદ કરે છે. તેમજ દહીંમાં રહેલું ઝિંક ચહેરા પરના ડાઘને દૂર કરવામાં પણ મદદ કરે છે. ઝિન્કનો ઉપયોગ હંમેશા ખીલના એક ઘરગથ્થુ ઉપચાર તરીકે વપરાય છે.

ડ્રાય સ્કિન, નોર્મલ સ્કિન, કોમ્બિનેશન સ્કિન, તેમજ ખીલવાળી ત્વચા માટે આ ફેસપેક ઉત્તમ છે.

ઇન્ડાની સફેદી અને ચણાનાલોટનો ફેસપેક


સામગ્રી

1 ઇન્ડાની સફેદી

2 ચમચી ચણાનો લોટ

½ ચમચી મધ

ઇન્ડાની સફેદીને તેમાં જ્યાં સુધી બરાબર ફીણ ન વળે ત્યાં સુધી ફેંટતા રહો. હવે તેમાં ચણાનો લોટ અને મધ વ્યવસ્થિત રીતે મિક્સ કરી લો. આ મિશ્રણને ચહેરા તેમજ ડોક પર સમાન રીતે લગાવી લો. તેને 15-20 મિનિટ સુધી લગાવેલું રાખો. તેને નવશેકા પાણી વડે ધોઈ લો.

આ ફેસપેકનો ઉપયોગ તમે દર 4-5 દિવસે કરી શકો છો.

સ્કીન પર તે કેવી રીતે કામ કરે છે ?

ઇન્ડાની સફેદીમાં હાજર ઉત્પ્રેરક દ્રવ્ય છીદ્રોને ખોલે છે તેમજ તેને ટાઈટ કરે છે. આમ થવાથી ચહેરાની કરચલીઓ અને પાતળી રેખાઓ દૂર થાય છે. તે તમારી ત્વચાના કોષેના પુનઃનિર્માણ માટેની પ્રક્રિયા પણ સુધારે છે. તમારી ત્વચા સ્નિગ્ધ અને કાંતિવાન બનશે તે પણ માત્ર પ્રથમ પ્રયોગમાં જ.

આ ફેસપેક શુષ્ક ત્વચા સિવાયની બધી જ ત્વચા માટે ઉત્તમ છે.

8. ગ્રીન ટી અને બેસનનો ફેસપેક

સામગ્રીઃ


2 ચમચી ચણાનો લોટ,

1 ગ્રીન ટી બેગ,

1 કપ ગરમ પાણી

ગરમ પાણીમાં ગ્રીન ટીની બેગ થોડી મીનીટ માટે પલાળી રાખો. હવે તેમાંથી ટી બેગ હટાવી લો અને તે મિશ્રણને ઠંડુ પડવા દો. હવે આ હર્બલ ટીને ચણાના લોટમાં ઉમેરી તેની પેસ્ટ બનાવી લો. આ પેસ્ટને ચહેરા તેમજ ડોક પર સમાન રીતે લગાવો. તેને 15 મિનિટ સુધી રહેવા દો અને તેને પાણી વડે સાફ કરી લો.

આ ફેસપેકનો પ્રયોગ તમે અઠવાડિયામાં બે વાર કરી શકો છો.

સ્કીન પર તે કેવી રીતે કામ કરે છે ?

ગ્રીન ટીમાં સમાયેલા એન્ટિઓક્સિડન્ટ્સ તેને માત્ર પિવાથી જ ફાયદો નથી પહેંચાડતા પણ તે તમને બાહ્ય રીતે પણ મદદ કરી શકે છે. તમારી ત્વચા પર સીધું જ લગાવવાથી તે એન્ટિઓક્સિડેન્ટ્સ તમારી ત્વચાને ઓક્સિડેટિવ સ્ટ્રેસ દ્વારા થયેલા નુકસાનને પણ દૂર કરે છે. તે તમારી ત્વચા પરની નિસ્તેજતા દૂર કરે છે અને તમારી ત્વચાના સ્વાસ્થ્યને કેટલાએ ગણું વધારી દે છે.

દરેક પ્રકારની ત્વચા માટે આ ફેસપેક ઉત્તમ છે.

બેસન અને લીંબુના રસનો ફેસપેક


સામગ્રીઃ

2 ચમચી ચણાનો લોટ

½ ચમચી લીંબુનો રસ

1 ચમચી દહીં

ચપટી હળદર

ઉપર જણાવેલી બધી જ સામગ્રીને બરાબર મિક્સ કરી લો. ધ્યાન રાખો કે કોઈ ગઠ્ઠો ન રહી જાય. હવે આ મિશ્રણને સમાન રીતે તમારા ચહેરા તેમજ ડોક પર લગાવી લો. આ ફેસપેકને ચહેરા પર 20 મિનિટ સુધી રહેવા દો. ત્યાર બાદ ચહેરાને ધોઈ નેપ્કીનથી લૂછીને નહીં પણ દબાવીને સુકવી લો. ત્યાર બાદ તેના પર મોશ્ચરાઇઝર લગાવી લો.

આ ફેસપેકનો પ્રયોગ તમે અઠવાડિયામાં 2 વાર કરી શકો છો.

સ્કીન પર તે કેવી રીતે કામ કરે છે ?

લીંબુનો રસ ત્વચાનો રંગ ઉજળો કરવા માટે ખુબ જ અસરકારક છે કારણ કે તેમાં કુદરતી બ્લિચિંગ હોય છે. આ ઉપરાંત તેમાં સમાયેલું વિટામિન સી કોલેજન ફોર્મેશન સુધારવા અને ઓક્સિડેટિવ ડેમેજ ઘટાડવા માટે મદદ કરે છે. આ ફેસપેકનો ઉપયોગ ત્વચાના કોમ્પ્લેક્ષનને હળવો કરવા કરી શકો છો તેમજ ત્વચા પરના કાળા ધબ્બા અને પિગ્મેન્ટેશનને દૂર કરી શકે છે અને તે ત્વચાને સ્નિગ્ધ બનાવે છે.

આ ફેસપેક તૈલી ત્વચા, કોમ્બિનેશન સ્કિન અને નોર્મલ સ્કિન માટે ઉત્તમ છે.

બેસન અને નારીંગીના રસનો ફેસપેક


સામગ્રીઃ

2 ચમચી ચણાનો લોટ

1-2 ચમચી ઓરેન્જ જ્યુસ

ચણાના લોટમાં નારંગીનો રસ ઉમેરો અને તેની એક સ્મુધ પેસ્ટ બનાવો. તૈયાર થયેલા ફેસપેકને ચહેરા તેમજ ડોક પર સપ્રમાણ લગાવો. તેને 10-15 મિનિટ રાખી મુકો. ત્યાર બાદ તેને નોર્મલ પાણી વડે ધોઈ લો.

આ ફેસપેકનો પ્રયોગ તમે અઠવાડિયામાં 2-3 વાર કરી શકો છો.

સ્કીન પર તે કેવી રીતે કામ કરે છે ?

આ ફેસપેકથી તમારા ચહેરા પર એક અનેરો ગ્લો આવશે. ઓરેન્જ જ્યુસમાંનો હળવો એસિડ તમારી ત્વચાના મૃત કોષો દૂર કરશે અને તમારી ચામડીને એક નવો જ રંગ આપશે. તેમાં ત્વચાના રોમ છિદ્રોને સંકોચવાનું એક કૂદરતી તત્ત્વ સમાયેલું હોય છે. તેમાં વિટામિન સી, હોય છે જે લીંબુના રસની જેમ તે પણ તમારી ત્વચાને સ્નિગ્ધ બનાવશે અને ત્વચા પરના ધબ્બા ઘટાડવામાં મદદ કરે છે.

તૈલી ત્વચા, કોમ્બિનેશન સ્કિન, અને નોર્મલ સ્કિન માટે આ ફેસપેક ઉત્તમ છે.

બેસન અને લીંબડાનો ફેસપેક

સામગ્રીઃ


1 ચમચી લીંબડાની પાંદડીઓનો પાવડર

1 ચમચી ચણાનો લોટ

1 ચમચી દહીં અથવા ગુલાબ જળ

સૌ પ્રથમ લીંબડાની પાંદડીઓના પાવડર અને ચણાના લોટને મિક્સ કરો. ત્યાર બાદ તેમાં પેસ્ટ બનાવવા માટે યોગ્ય પ્રમાણમાં દહીં મિક્સ કરો તેની યોગ્ય ઘટ્ટતા મેળવવા માટે તમે તેમાં બીજું દહીં અથવા સાદુ પાણી ઉમેરી શકો છો.

આ તૈયાર થયેલા ફેસપેકને તમારા ચહેરા તેમજ ડોક પર સપ્રમાણ લગાવી લો અને તેને સુકાવા દો. 10-15 મિનિટ બાદ તેને સાદા પાણી વડે ધોઈ લો.

અઠવાડિયામાં બે વાર આ ફેસપેકનો ઉપયોગ કરી શકાય છે.

સ્કીન પર તે કેવી રીતે કામ કરે છે ?

લીંબડામાં રહેલી એન્ટિમાઇક્રોબાયલ પ્રોપર્ટીઝના કારણે તે ચહેરા પરના ખીલ તેમજ તેના ઇન્ફેક્શનને ખુબ જ અસરકારક રીતે દૂર કરે છે. તેમાં દાહરોધી પ્રોપર્ટીઝ પણ હોય છે જે ખીલની આજુબાજુના વિસ્તારમાં થતી બળતરાને દૂર કરી છે.

ખીલવાળી ત્વચા અને તૈલી ત્વચા માટે આ ફેસપેક ઉત્તમ છે.

સાવચેતીઃ

જો તમને દૂધના ઉત્પાદનોથી એલર્જી હોય તો તમે ફેસપેક તૈયાર કરવા માટે દહીંની જગ્યાએ ગુલાબજળ વાપરી શકો છો.

ચણાનો લોટ અને ઓટનો ફેસપેક


સામગ્રીઃ

1 ચમચી દળેલા ઓટ્સ,

1 ચમચી ચણાનો લોટ,

1 ચમચી મધ.

ગુલાબ જળ

બધી જ સામગ્રીને વ્યવસ્થિત મિક્સ કરી દેવી પછી તેને યોગ્ય ઘટ્ટ બનાવવા માટે તેમાં ગુલાબ જળ ઉમેરવું. તૈયાર થયેલા ફેસપેકને વ્યવસ્થિત રીતે તમારા ચહેરા તેમજ ડોક પર સપ્રમાણ લગાવો. તેને 15 મિનિટ લગાવી રાખો ત્યાર બાદ હુંફાળા પાણી વડે ધોઈ લો.

અઠવાડિયામાં એક કે બે વાર તમે આ ફેસપેકનો ઉપયોગ કરી શકો છો.

સ્કીન પર તે કેવી રીતે કામ કરે છે ?

ઓટમિલ ખુબજ અસરકારક રીતે તમારી ત્વચા સ્વચ્છ કરે છે અને તેમાંથી દરેક પ્રકારની ગંદકી, અસ્વચ્છતા અને રજકણો દૂર કરે છે. ત્વચા સ્વચ્છ કરવાની સાથે સાથે તે ત્વચાને સ્મૂધ તેમજ મોશ્ચરાઇઝ પણ કરે છે.

દરેક પ્રકારની ત્વચા માટે, ખાસ કરીને શુષ્ક ત્વચા માટે ઉત્તમ છે આ ફેસપેક.

ચણાનો લોટ અને પપૈયાનો ફેસપેક


સામગ્રીઃ

1 ચીરી પાકેલું પપૈયું

1 ચમચી ચણાનો લોટ

ગુલાબ જળ

પપૈયાની ચીરીને બરાબર મેશ કરી દો, ત્યાર બાદ તેમાં એક ચમચી ચણાનો લોટ ઉમેરો અને જરૂર પ્રમાણે ગુલાબ જળ ઉમેરી સ્મૂધ પેસ્ટ બનાવો.

તૈયાર થયેલા ફેસપેકને ચહેરા તેમજ ડોક પર સમાન રીતે લગાવો. તેને 10 મિનિટ રાખી મુકો ત્યાર બાદ તેને સામાન્ય પાણી વડે ધોઈ લો.

આ ફેસપેકનો ઉપયોગ તમે અઠવાડિયામાં એકવાર કરી શકો છો.

સ્કીન પર તે કેવી રીતે કામ કરે છે ?

પપૈયાનો પાચક રસ ત્વચા પરના ભીંગડા તેમજ મૃત કોષોને દૂર કરે છે. તેનાથી ત્વચા ઉજળી અને લાલીમાવાળી બને છે. તેનાથી સંકોચાઈ ગયેલા ત્વચાના છીદ્રો ખુલે છે. જો તમારા ચહેરાના રોમછીદ્રો મોટા હોય અને સાથે સાથે તમને બ્લેકહેડ્સ પણ હોય તો તમારે આ ફેસપેકનો ઉપોયગ ખાસ કરવો જોઈએ.

દરેક પ્રકારની ત્વચા માટે આ ફેસપેક ઉત્તમ છે.

ચણાનો લોટ અને બટાટાનો ફેસપેક

સામગ્રીઃ


2 ચમચી ચણાનો લોટ

1 નાનું બટાટુ

બટાટાને છીણી લો અને તેમાંથી તાજો રસ નીચોવી લો. હવે આ રસને ચણાના લોટમાં નાખી તેની એક સ્મૂધ પેસ્ટ બનાવો. આ પેસ્ટને તમારા ચહેરા તેમજ ડોક પર સપ્રમાણ લગાવો. તેને 15 મિનિટ સુધી સુકાવા દો અને ત્યાર બાદ તેને સાદા પાણીથી ધોઈ લો.

આ ફેસપેકનો ઉપયોગ તમે અઠવાડિયામાં એક વાર કરી શકો છો.

સ્કીન પર તે કેવી રીતે કામ કરે છે ?

ત્વચા ઉજળી તેમજ તેજસ્વી બનાવવા માટે આ એક ઉત્તમ ફેસપેક છે. બટાટાના રસમા રહેલું કૂદરતી બ્લિચિંગ ચહેરા પરનું ટેનિંગ દૂર કરી ઝાંખી થઈ ગયેલી ત્વચાને હળવી બનાવશે. તે ત્વચા ને સુંવાળી બનાવશે અને પીડા દૂર કરે છે. તેના આ ગુણ રુક્ષ તેમજ લાલ ચકામા પડી ગયા હોય તેવી ત્વચાને મદદ કરે છે.

દરેક પ્રકારની ત્વચા માટે આ ફેસપેક ઉત્તમ છે.

15. ચણાનો લોટ અને બેકિંગ સોડાનો ફેસપેક


સામગ્રીઃ

2 ચમચી બેકિંગ સોડા (ખાવાનો સોડા)

¼ કપ પાણી

2 ચમચી ચણાનો લોટ

એક ચપટી હળદર

સૌ પ્રથમ પાણીમાં બેકિંગ સોડા બરાબર મિક્સ કરી લો. તેને બાજુ પર રાખો. હવે ચણાના લોટમાં હળદર નાખી તેને બરાબર મિક્સ કરી લો. હવે તે મિશ્રણમાં બેકિંગ સોડાવાળુ પાણી નાખી તેની યોગ્ય ઘટ્ટ પેસ્ટ બનાવી લો. તૈયાર થયેલા આ ફેસપેકને ચહેરા તેમજ ડોક અથવા અસરગ્રસ્ત ભાગ પર લગાવો. તેને 10 મિનિટ માટે સુકાવા દો ત્યાર બાદ તેને સાદા પાણી વડે ધોઈ લો.

અઠવાડિયામાં એક કે બે વાર તમે આ ફેસપેકનો પ્રયોગ કરી શકો છો.

સ્કીન પર તે કેવી રીતે કામ કરે છે ?

બેકિંગ સોડાના એસ્ટ્રિજન્ટ અન્ પીએચ સ્તરને સંતુલિત કરતા ગુણના કારણે તે ત્વચામાંથી ઉત્પન્ન થતાં વધારાના સિરમને નીચું લાવે છે. આ ઉપરાંત જે બેક્ટેરિયાના કારણે ખીલ થતાં હોય છે તેને પણ તે બેકિંગ સોડામાં રહેલા એન્ટિમાઇક્રોબાયલ તત્ત્વો મારી નાખે છે.

તૈલી ત્વચા, કોમ્બિનેશન સ્કિન અને નોર્મલ સ્કિન માટે આ ફેસપેક ઉત્તમ છે.

ચણાનો લોટ અને ગુલાબજળનો પેસપેક


સામગ્રીઃ

2 ચમચી ચણાનો લોટ

2-3 ચમચી ગુલાબજળ

ચણાના લોટમાં ગુલાબ જળ એક સ્મૂધ પેસ્ટ બને ત્યાં સુધી મિક્સ કરો. આ એક સૌથી સરળ ફેસ પેક છે. તૈયાર થયેલા ફેસપેકને ગળા તેમજ ડોક પર લગાવી તેને 20 મિનિટ માટે સુકાવા દો. તેને ઠંડા પાણી વડે સર્ક્યુલેશન મોશનમાં સાફ કરી લો. તેને નેપકીન દબાવીને લુછી લો ત્યાર બાદ તેના પર મોઇશ્ચરાઇઝર લગાવી લો.

આ ફેસપેકનો પ્રયોગ તમે અઠવાડિયામાં બે વાર કરી શકો છો.

સ્કીન પર તે કેવી રીતે કામ કરે છે ?

ગુલાબ જળ તે એક ઉત્તમ ટોનર છે, અને તે તમારી ત્વચાને તાજી પણ બનાવે છે. ગુલાબ જળ અને ચણાના લોટનું કોમ્બિનેશન તમારી ત્વચાને પોષણ આપે છે અને તેમાં રહેલા તેલને સંતુલિત બનાવે છે. આ ફેસપેકના માત્ર થોડી વખતના ઉપયોગથી જ તમારી ત્વચા ઉજળી તેમજ જિવંત બની જશે.

તૈલી ત્વચા, કોમ્બિનેશન સ્કિન, નોર્મલ સ્કિન માટે આ ફેસપેક ઉત્તમ છે.

17. ચણાનો લોટ અને દૂધનો ફેસપેક

સામગ્રીઃ


2 ચમચી ચણાનો લોટ

2 ચમચી દૂધ

ચણાના લોટમાં દૂધ ઉમેરી તેમાંથી એક જાડી પેસ્ટ નબાવો. આ પેસ્ટને તમારા ચહેરા તેમજ ડોક પર સપ્રમાણ લગાવી લો. તેને 20 મિનિટ માટે સુકાવા દો. ત્યાર બાદ તેને પાણી વડે ધોઈ લો. તમારા ચહેરાને નેપકીનથી થપથપાવીને લુછી લો.

આ ફેસપેકનો ઉપયોગ તમે દર 4-5 દિવસે કરી શકો છો.

સ્કીન પર તે કેવી રીતે કામ કરે છે ?

દૂધ એક સદીઓ જૂનું સ્કિન ક્લિન્ઝર છે. તે ત્વચા પરની અશુદ્ધિ દૂર કરે છે અને જામી ગયેલા રોમ છિદ્રોને ખુલ્લા કરે છે. તે એક કુદરતી શામક પણ છે.

આ ફેસપેક દરેક પ્રકારની ત્વચા માટે ઉત્તમ છે.

સાવચેતી

જો તમને દૂધની એલર્જી હોય તો તમારે આ ફેસપેક વાપરવો જોઈએ નહીં.

ચણાના લોટનું ઉબટન

સામગ્રીઃ


2 ચમચી ચણાનો લોટ

1 ચમચી તાજી મલાઈ

1 નાની ચમચી દૂધ

1 નાની ચમચી મધ

એક ચપટી હળદર

ઉપર જણાવેલી બધી જ સામગ્રી બરાબર મિક્સ કરી એક સ્મૂધ પેસ્ટ બનાવી લેવી. આ તૈયાર થયેલા ફેસપેકને ચહેરા તેમજ ડોક પર સમાન રીતે લગાવી લેવી. ત્યાર બાદ તેનું હળવા હાથે મસાજ કરવું. હવે તેને પાંચ મિનિટ માટે તેમજ રહેવા દો, ત્યાર બાદ તેને ઠંડા પાણી વડે ધોઈ લો. ત્યાર બાદ તમારી ત્વચાને નેપ્કીન વડે દબાવીને લુછી લો.

જો તમારે ઉત્તમ પરિણામ જોઈતું હોય તો આ ઉબટનનો પ્રયોગ તમારે અઠવાડિયામાં બે વાર કરવો જોઈએ. તમારી ત્વચા ચમકવા લાગશે.

સ્કીન પર તે કેવી રીતે કામ કરે છે ?

તાજી મલાઈ એક ઉત્તમ મોશ્ચરાઇઝર છે તેનો ઉપયોગ તમે કહી શકો કે યુગોથી થતો આવ્યો છે. તે તમારી સુષ્ક ત્વચાને હાઇડ્રેટ કરે છે અને પોષણ આપે છે અને તેનું પરિણામ તમને તરત જ જોવા મળે છે. હળદર એક એન્ટિસેપ્ટિકનું કામ કરે છે અને સાથેસાથે તે ત્વચાનું પીએચ લેવલ પણ જાળવી રાખે છે. મધ ત્વચાને મોશ્ચરાઇઝ કરે છે અને ત્વચાને જિવંત બનાવે છે. આ બધી જ સામગ્રી મળીને તમારી શુષ્ક, નિર્જીવ ત્વચાને એક અનોખો ગ્લો આપે છે.

આ ફેસ પેક શુષ્ક અને સામાન્ય ત્વચા માટે ઉત્તમ છે.

ચણાનો લોટ અને મધનો ફેસપેક


સામગ્રીઃ

2 ચમચી ચણાનો લોટ

1 ચમચી મધ

મધને હુંફાળુ ગરમ કરી લો. તે વધારે ગરમ ન થઈ જાય તેનું ખાસ ધ્યાન રાખો. તમે તેને સીધું જ ગરમ નહીં કરતાં ગરમ પાણીમાં કોઈ પાત્રમાં ગરમ કરો.

હવે મધ અને ચણાના લોટને મિક્સ કરી તેની એક સ્મૂધ પેસ્ટ બનાવી લો. આ તૈયાર થયેલા ફેસપેકને તમારા ચહેરા તેમજ ડોક પર સમાન રીતે લગાવો. હવે આ ફેસપેકને જાતે જ સુકાવા દો અને સુકાયા બાદ તેને હુંફાળા પાણી વડે ધોઈ નાખો. ત્યાર બાદ તેને નેપકિનથી થપથપાવી લૂછી લો.

આ ફેસપેકનો ઉપયોગ તમે અઠવાડિયામાં 2 વાર કરી શકો છો.

સ્કીન પર તે કેવી રીતે કામ કરે છે ?

મધમાં કીટાણુરોધી ગુણો હોય છે જેના નિયમિત ઉપયોગથી તમારા ખીલ સુકાઈ જાય છે. તે ત્વચાને સ્વચ્છ કરે છે અને તેનો રંગ પણ સુધારે છે અને સાથેસાથે તે ત્વચાની રુક્ષતાને સ્મુધ બનાવી તેને મોશ્ચરાઇઝર પણ પુરુ પાડે છે.

ખાસ કરીને ખીલવાળી ત્વચા, તૈયલી ત્વચા, કોમ્બિનેશન સ્કિન, અને સામાન્ય ત્વચા માટે આ ફેસપેક ઉત્તમ છે.

ચણાનો લોટ અને ચંદનનો ફેસપેક


1 ચમચી ચણાનો લોટ

1 ચમચી ચંદનના લાકડાનો પાવડર

2 ચમચી ગુલાબ જળ

ચપટી હળદર

બધી જ સામગ્રીને ભેગી કરી એક સ્મૂધ પેસ્ટ તૈયાર કરો. આ તૈયાર થયેલા ફેસપેકને તમારા ચહેરા તેમજ ડોક પર લગાવી તેને સુકાવા દો. લગભગ 20 મિનિટ બાદ તેને સાદા પાણીથી ધોઈ લો. ત્યાર બાદ ચહેરાને નેપ્કિનથી થપથપાવીને કોરો કરી લો.

અઠવાડિયામાં એક કે બે વાર આ ફેસપેકનો ઉપયોગ કરી શકાય છે.

સ્કીન પર તે કેવી રીતે કામ કરે છે ?

આપણે એ તો જાણીએ જ છીએ કે ગુલાબ જળ ત્વચાને સ્વચ્છ કરી તેને હાઇડ્રેટ પણ કરે છે અને તડકાથી ત્રસ્ત થયેલી ત્વચાને ઠંડક પહોંચાડી તે ત્વચાને સ્મૂધ પણ બનાવે છે. હળદર એક કુદરતી હિલર છે અને સાથે સાથે તેમાં કીટાણુરોધી ગુણો પણ છે. ચંદન ચહેરા પરની ચામડી નીચેના લોહિને શુદ્ધ કરે છે અને સાથે સાથે ખીલની પણ સારવાર કરે છે. તેનાથી ત્વચા પર એક અનેરી ચમક આવે છે.

ખીલવાળી ત્વચા, તૈલી ત્વચા, કોમ્બિનેશન સ્કિન અને સામાન્ય ત્વચા માટે આ ફેસપેક ઉત્તમ છે.

સાવચેતીઃ

હંમેશા ચંદનનો પાવડર ખરીદતી વખતે સાવચેતી રાખો. મોટા ભાગની બ્રાન્ડ શુદ્ધ સેન્ડલવૂડ પાવડર વેચતી નથી, અને અશુદ્ધ વસ્તુ વાપરવાથી સ્થિતિ બગડી શકે છે.

21. ચણાનો લોટ અને કાકડીના રસનો ફેસપેક

સામગ્રીઃ


2 ચમચી ચણાનો લોટ

2 ચમચી કાકડીનો રસ

5 ટીપાં લીંબુનો રસ (વૈકલ્પિક)

બન્ને સામગ્રીને મિક્સ કરી લો. તેમાંથી તૈયાર થયેલી સ્મૂધ પેસ્ટને તમારા ચહેરા તેમજ ડોક પર સમાન રીતે લગાવો. આ માસ્કને તમે 20 મિનિટ સુધી સુકાવા દો અને પછી તેને ઠંડા પાણીથી ધોઈ લો. ત્યાર બાદ નેપ્કિનથી ચહેરો થપથપાવી લૂછી લો.

આ માસ્કનો ઉપયોગ તમે અઠવાડિયામાં 2 વાર કરી શકો છો.

સ્કીન પર તે કેવી રીતે કામ કરે છે ?

કાકડીમાં એસ્ટ્રિજનના ગુણો હોય છે જે તમારા ખુલ્લા થઈ ગયેલા રોમ છિદ્રેને બંધ કરે છે. તે તમારા ચહેરાની ત્વચાને હાઇડ્રેટ કરે છે, તેના પરના ડાઘ, ધબ્બાને હળવા કરે છે અને તમારી ત્વચાનું કોમ્પેક્શન સુધારે છે. તે તમારી ત્વચાને સ્નિગ્ધ બનાવે છે અને ચહેરા પરની કરચલીઓ દૂર કરવામાં મદદ કરે છે. ત્વચા પરના દરેક પ્રકારના ડાઘા, ધબ્બા, કલંકને દૂર કરવ માટે આ એક ઉત્તમ ઘરગથ્થુ ફેસપેક છે.

ખીલવાળી ત્વચા, તૈલી ત્વચા, કોમ્બિનેશન સ્કિન, સામાન્ય ત્વચા, શુષ્ક ત્વચા માટે આ ફેસપેક ઉત્તમ છે.

22. ચણાનો લોટ અને બદામનો ફેસપેક

સામગ્રીઃ


4 બદામ

1 ચમચી દૂધ

½ નાની ચમચી લીંબુનો રસ

1 ચમચી ચણાનો લોટ

બદામને વાટી તેનો પાવડર બનાવી લો. ત્યાર બાદ તેને ચણાના લોટમાં મિક્સ કરી લો. હવે બાકીની સામગ્રી આ મિશ્રણમાં ઉમેરી તેની એક જાડી પેસ્ટ બનાવી લો. જરૂર પડે તો તમે તેમાં વધારે દૂધ પણ ઉમેરી શકો છો.

તૈયાર થયેલા ફેસપેકને તમારા ચહેરા તેમજ ડોક પર સમાન રીતે લગાવી લો. તેને 15-20 મિનિટ માટે સુકાવા દો. હવે તેને ઠંડા પાણી વડે ધોઈ નેપ્કિનથી હળવા હાથે થપથપાવી લૂછી લો.

તમે દૂધની જગ્યાએ ગુલાબ જળ પણ વાપરી શકો છો. જો તમારી ત્વચા ખીલવાળી અને અતિ સંવેદનશીલ હોય તો તમે ગુલાબજળનો ઉપયોગ કરી શકો છો.

આ ફેસપેકનો ઉપયોગ તમે અઠવાડિયામાં એક કે બે વાર કરી શકો છો.

સ્કીન પર તે કેવી રીતે કામ કરે છે ?

બદામમાં ત્વચાને પોષણ પુરુ પાડવા તેમજ હાઇડ્રેટ કરતા જરૂરી ખનીજ તેમજ વિટામિન્સ હોય છે. બદામમાં વિટામિન ઈ વધારે પ્રમાણમાં હોય છે જે એક સ્વસ્થ ત્વચા માટે ખુબ જ જરૂરી છે. બદામ આંખ આસપાસની ત્વચાને જીવંત અને તાજી બનાવે છે. તેની હળવી બ્લિચિંગ પ્રોપર્ટી આંખની આસપાસના કાળા કુંડાળા તેમજ ઝાંખપને દૂર કરે છે.

આ ફેસપેક શુષ્ક તેમજ સામાન્ય ત્વચા માટે ઉત્તમ છે.

ચણાના લોટનો એક્સફોલિયેટિંગ ફેસપેક

સામગ્રીઃ

2 ચમચી ચણાનો લોટ

પાણી


સૌથી સરળ ફેસપેક. ચણાના લોટમાં યોગ્ય પ્રમાણમાં પાણી ઉમેરી એક જાડી પેસ્ટ તૈયાર કરો. તૈયાર થયેલી પેસ્ટને તમારા ચહેરા તેમજ ડોક પર હળવા હાથે વર્તુળ આકારમાં ઘસો. આ પ્રક્રિયા 10 મિનિટ સુધી ચાલુ રાખો. અપવાર્ડ એટલે કે ઉપરની તરફ વળતુર આકારમાં હાથ ફેરવી મસાજ કરો.

જો ફેસપેક સુકાવા લાગે તો તમારા હાથને પાણીથી ભીના કરી આ પ્રક્રિયા ચાલુ રાખો. આમ કર્યા બાદ ઠંડા પાણી વડે ચહેરો ધોઈ લો. ત્યાર બાદ નેપ્કિન વડે તમારા ચહેરાને થપથપાવી લુછી લો અને તેના પર મોઇશ્ચરાઇઝર લગાવી લો.

આ ફેસપેકનો ઉપયોગ તમે સ્ક્રબ તરીકે પણ કરી શકો છો. તમારે માત્ર વધારે પ્રમાણમાં ચણાનો લોટ લેવાનો છે. તેમાં થોડા ટીપાં બોડી ઓઈલના નાખવાના છે જેથી કરીને ત્વચાને પોષણ મળી રહે.

આ ફેસપેક/સ્ક્રબ નો ઉપયોગ તમે દર 4-5 દિવસે કરી શકો છો.

સ્કીન પર તે કેવી રીતે કામ કરે છે ?


આ પણ એક સદિયો જુનં સૌંદર્ય પ્રસાધન છે. તે જમાનામાં માતાઓ પોતાની દીકરીને ત્વચાને કાંતિવાન બનાવવા માટે ચણાના લોટમાં પાણી ઉમેરી તેના પર લગાવી, તેની ત્વચાને કાંતિવાન અને ગોરી બનાવતી હતી અને તેનાથી ચહેરા પરના અણજોઈતા વાળ પણ દૂર થઈ જાય છે. આ ફેસપેકથી તમારી સ્કિન સ્વચ્છ થાય છે અને તેનું કોમ્પેક્શન પણ હળવુ થાય છે. અને તેમ કરવાથી ચહેરા પરના સુંવાળા વાળ પણ દૂર થઈ જાય છે.

દરેક પ્રકારની ત્વચા માટે આ ફેસપેક ઉત્તમ છે.

નોંધઃ ઉપર જણાવેલા ફેસપેકમાંની કેટલીક સામગ્રીઓ તમારી ત્વચાને સૂટ થાય અને કેટલીક ન પણ થાય. જો તમે તેમાંની કોઈ એક વસ્તુનો ક્યારેય ઉપયોગ ન કર્યો હોય તો તેનું તમારી ત્વચા પર એલર્જિક રીએક્શન જાણવા માટે તેને તમારા ચહેરા પર લગાવતા પહેલાં તેને તમે હાથ પર લગાવી જોઈ શકો છો. જેથી કરીને તેનું ખરાબ પરિણામ તમારા ચહેરા પર ન આવે.


બીજો એક મુદ્દો એ છે કે કેટલાક ફેસપેક ખીલની સારવાર માટે પણ ઉપર જણાવવામાં આવ્યા છે. પણ તે છતાં તેનો પ્રયોગ કરતા પહેલાં તમે તમારા ડોક્ટરની સલાહ લઈ લો તે સારું રહેશે. બની શકે કે તમારી ત્વચા વધારે સંવેદનશીલ હોય અને તેમાંની કોઈ વસ્તુનું તમને રિએક્શન આવે અને સ્થિતિ વધારે બગડી જાય.

ઉપર અમે 23 ફેસપેક વિષે તમને માહિતી આપી છે. માટે તમારી સુજ પ્રમાણે તમારે તમારી ત્વચાને સુટ થાય તેવો કોઈ ફેસપેકનો પ્રયોગ તમારા ચહેરા પર કરવાનો છે અને તેમ કરવાથી તમારી ત્વચાને લગતી સમસ્યાઓ દૂર કરી શકશો.

લેખન સંકલન : અશ્વિની ઠક્કર

દરરોજ અવનવી ટીપ્સ માટે લાઇક કરો અમારું પેજ.

આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !
– તમારો જેંતીલાલ