મુકેશ અંબાણીની આ દસ વાતો તમને અપાવશે સફળતા…

મુકેશ અંબાણીએ જણાવ્યો પોતાનો સક્સેસ મંત્ર, આ ૧૦ વાતો આવી શકે છે તમારા કામ જો તમે પૈસા કમાવાના પ્રયાસમાં લાગેલા છો, પરંતુ સફળ નથી થઈ રહ્યા તો તમારે એક નવા છેડેથી વિચારવું પડશે. તમારી ફાઈનાન્શિયલ આયોજન ફેલ થઈ રહ્યુ છે, તો તમારે કોઈ ઈન્સટીટ્યૂશનમાં જવાની નહિ, પરંતુ અમુક ખાસ ટિપ્સની જરૂર છે.


એવામાં દેશના સૌથી અમીર માણસ મુકેશ અંબાણી એ પોતાનો સક્સેસ મંત્ર શેયર કર્યો છે. તેને અપનાવીને તમે પણ સફળ ઉધોગપતિ બની શકો છો. એક કાર્યક્રમ દરમિયાન તેમણે આ રહસ્ય પરથી પડદો ઉપાડ્યો કે ધનાઢ્ય વ્યકિતની સ્ટ્રેટેજી કેવી હોઈ છે.

Mukesh Ambani was Awarded the Asia Society Leadership Award

૧. બધુ કાંઈ પૈસા જ નથી, પરંતુ જરૂરી છે

દેશની મોટી કંપનીઓમાં શામેલ મુકેશ અંબાણીની કંપની પણ શૂન્યથી શરૂ થઈને શિખર સુધી પહોંચી છે. તેના પાછળ તેમના પિતા ધીરૂભાઈ અંબાણીની વિચારધારા હતી. તેઓએ પોતાની મહેનતથી આ મકામ પ્રાપ્‍ત કર્યો. પોતાના પિતાથી મળેલા હુન્નરને સારી રીતે મુકેશ પણ અપનાવી રહ્યા છે. ધીરુભાઈ એક શિક્ષક જેવા હતા અને મુકેશ તેમના દિકરાની જેમ નહિ પરંતુ હમેંશા છાત્રના રૂપમાં વેપારના ગુણ શિખતા રહ્યા.


રિલાયન્સની દરેક મિટીંગમાં મુકેશ તેમને ખૂબ ધ્યાનપૂર્વક સાંભળતા હતા. આ એમના જ શબ્દ હતા કે પૈસા જ બધુ કાંઈ નથી હોતા, પરંતુ આ જરૂરી પણ છે. તેના પાછળ ભાગવું ન જોઈએ. મુકેશે આ જ રસ્તા પર ચાલીને બિઝનેસ એમ્પાયર ઉભું કર્યુ.


૨. સપના જુઓ

મુકેશ અંબાણી માને છે કે પૈસાની પાછળ ભાગવું ખોટું છે. પરંતુ જો સપના જોવામાં આવે અને તેને સાકાર કરવાના પ્રયાસ કરવામાં આવે તો પૈસા ખરાબ વસ્તુ નથી. જીવનમાં પોતાનો મકામ મેળવવો સૌથી મહત્વનું છે. માત્ર સપના સેવવાથી કાંઈ નથી થતું, તેને પૂરા કરવા માટે સ્ટ્રેટેજી તૈયાર કરવાની હોઈ છે અને તેના પર કામ કરવાથી આગળનો રસ્તો આપમેળે દેખાઈ જાય છે.


૩. સારું કામ બનાવી દેશે હીરો

મુકેશ અંબાણીની રિલાયન્સ કંપની દેશભરમાં છવાયેલી છે. તેમ છતા તેઓ પોતે મિડિયમાં નજર આવવાને મહત્વ નથી આપતા. મુકેશનું માનવું છે કે જ્યારે તમારું કામ બોલે છે ત્યારે બાકી ચીજો આપમેળે શાંત થઈ જાય છે અને તમે પબ્લિક હીરો બની જાવ છો. જ્યારે કંપનીના વિકાસના આંકડા મજબૂત રહે છે તો બજારમાં તેને કોઈ બીજાના ટેકાની જરૂર નથી પડતી.


૪.દિલનું માનવું

જે રીતે મુકેશે પોતાનું બહુમાળી ઘર એંટીલિયાનું નિર્માણ કરાવ્યું કે પછી ટી-૨૦ ક્રિકેટ ટીમમાં રોકાણ કર્યુ, તેનાથી રિલાયન્સ પર સામંતી વ્યવસ્થા હોવાના આરોપ લાગ્યા. જોકે, તેમણે સાફ કહ્યું કે આ મામલામાં તે જ કર્યુ જે તેમના હ્દયે કહ્યું અને નિર્ણય લેવાની આ જ સૌથી સારી રીત છે કે તમે તમારા હ્દયનું માનો, તે જે કહે છે સાચું કહે છે. પછી ભલે વાત રોકાણની હોઈ કે પછી પોતાનો વેપાર વધારવાની.


૫. ભરોસો બધા પર કરો, કોઈ પર નિર્ભર ન રહો

મુકેશ અંબાણી જાણે છે કે પોતાનાથી શિખવાથી સારો કોઇ વિકલ્પ નથી. શરૂઆતના સમયમાં ઘણી મુશ્કેલીઓ વેઠી ચૂકેલા મુકેશ અંબાણી પોતાના કામની દરેક નાની નાની વાતોને સારી રીતે સમજે છે. તે કંપનીના વરિષ્ઠ અધિકારીઓ પર ભરોસો તો પૂરો રાખે છે, પરંતુ દરેક પ્રકારની આપાતકાલીન પરિસ્થિતિઓનો સામનો કરવા માટે પોતાને સજ્જ રાખે છે. તેમનું માનવું છે કે જે પણ માણસ પોતાના શરૂઆતના સમયમાં હોઈ છે, તેને પોતાની જાતથી શિખવાની જરૂર હોઈ છે. આ કરવું પણ જોઈએ.


૬. શિખવાનો સૌથી સારો પ્રકાર રિસ્ક લેવું

કહેવાય છે કે જે સાહસ નથી કરતા, તે આગળ નથી વધતા. આ જ કારણ છે કે મુકેશ અંબાણીએ બિઝનેસ ઉભો કરવામાં તમામ રિસ્ક લીધા. તેમને લક્ષ્ય નક્કી કર્યા અને તે દિશામાં સકારાત્મક કામ કરવાનું શરૂ કર્યુ. તેઓ માને છે કે દરેક પગલું સાચુ નથી હોતુ, પરંતુ જે લોકો રિસ્ક લીધા બાદ તેનાથી શિખીને આગળ વધે છે તેમને મંઝીલ મળી જ જાય છે. રિસ્ક લઈને ફેલ થવું, તે લોકોથી ખૂબ સારું છે જે ફક્ત વિચારીને ડરી જાય છે.

૭.કામની ભૂખ જાળવી રાખો અને તેના પર અટલ રહો


સફળતા એમના માટે બિલકુલ નથી, જે રેસ લગાડતા સમયે અડધા રસ્તે રોકાઈ જાય છે. તમારે તમારી ઉર્જા હમેંશા જાળવી રાખવી જોઈએ. કોઈપણ સ્પર્ધામાં અડધા રસ્તે રોકાઈ જવું બરાબર નથી. બજાર કોઈની રાહ નથી જોતી. હા, આ જરૂર છે કે જ્યારે ચીજો તમારા અનુસાર હોઇ તમે થોડા રિલેક્સ થઈ જાવ.


૮.વધારો ટીમનો ઉત્સાહ

પ્રગતિનું પ્રથમ પગથિયું છે શિખવું. કાંઈપણ શિખવા માટે ભૂખ્યા રહો. ક્યારેય પણ એ ન વિચારવું જોઈએ કે શિખવા માટે વાર થઈ ગઈ છે. દરેક ક્ષણે કંપનીના ફાયદા માટે ખર્ચો કરવો જોઈએ. પોતાના પ્રોફેશનલ્સ પર વિશ્વાસ રાખો. પોતાની ટીમનો ઉત્સાહ વધારવો જોઈએ.

૯. હમેંશા સચેત રહેવું


જો તમે તમારા વાતાવરણને સમજી રહ્યા છો, તો તે તમને ફાયદો આપશે. ગ્રાહક હમેંશા પ્રતિસ્પર્ધી વચ્ચે સારી ડીલ સાથે ખરીદી કરે છે. જો તમે એક અત્યંત સારા ઉત્પાદનું નિર્માણ કરો છો અને તે બજારમાં પહેલાથી ઉપલબ્ધ છે તો તમારે સ્કિલ ડેવલોપ કરવાની જરૂર છે. પ્રોડક્ટને વધુ સારી બનાવો.


વિશ્વસનિયતા આપશે મોટુ પ્રિમિયમ

10. સમજો, ઈનોવેટ કરો અને ભવિષ્યને તૈયાર કરો. તમારી ટીમ માટે અને પ્રતિસ્પર્ધી માટે આ જરૂરી છે. જો તમે શાંત પોતાની ખુરશી પર બેસી જશો તો તમે સૌથી મોટા લૂઝર બનશો. તમારે કેશને ઈનફ્લો અને આઉટફ્લો કરવામાં વિશ્વસનીયતાની સખત જરૂર હોઈ છે.

આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !
– તમારો જેંતીલાલ