માનવતા શર્મસારઃ ગર્ભવતી સ્ત્રીને ના આપી પુરુષોએ કાંધ – સામે આવ્યો ચોંકાવનારો કિસ્સો…

એક બાજુ સમાજમાં મહિલા સશક્તિકરણના કાર્યક્રમો યોજાય છે .બેટી બચાવો ,બેટી પઢાવો જેવા કાર્યક્રમો દ્વારા સરકાર પણ મહિલાઓની ઉન્નતિ માટે સતત પ્રયત્નશીલ છે ,અને લગભગ દરેક ક્ષેત્રમાં મહિલાઓ પણ સ્વ બળે આગળ આવીને વિકાસની દિશા મજબૂત કરી રહી છે. દરેકે દરેક ક્ષેત્રમાં મહિલાઓએ પોતાનુ યોગદાન કરી રહી છે ,એવા સમયે સમાજની અંદર એક એવો પણ વર્ગ છે જે અંધશ્રદ્ધામાં રાચે છે.

image source

છત્તીસગઢનાં તુમસનાર ગામના પુરુષોની અંધશ્રદ્ધાનો એક એવો દાખલો સામે આવ્યો છે કે જે સમાજને માટે ખરેખર વિચારણીય ઘટના છે. છત્તીસગઢમાં આવેલો કાંકેર જિલ્લો અને તેનું તુમસનાર ગામ -આજના આધુનિક યુગમાં પણ એવી માન્યતા ધરાવે છે કે  પ્રસૂતાના શબના અંતિમ સંસ્કાર કે દફનવિધિ જો ગામમાં જ કરવામાં આવે તો તે પ્રસુતા મહિલા ભૂત પ્રેત બની જાય છે. આવી માન્યતાને કારણે ગામના પુરુષો ગર્ભવતી મહિલાના શબને કાંધ આપતાં નથી તેને સ્મશાને લઇ જવાનું ટાળે છે.

image source

તુમસનાર ગામ ની મહિલા સુકમોતીને રાજસ્થાનના પંકજ ચૌધરી સાથે 2016માં લગ્ન કર્યા હતા.15 ઓક્ટોબરની રાત્રે 2:30 સુકમોતીને  જિલ્લાની હોસ્પિટલમાં એક બાળકને જન્મ આપ્યો અને જન્મ બાદ અડધા કલાકની અંદર જ બાળકનું મૃત્યુ થયું. તે વાતની જાણ થતા સુકમોતીને થતા આધાતથી તેનું પણ મૃત્યુ થયું. 16 ઓક્ટોબરે બન્નેના શબ ગામમાં પહોંચ્યા તો અંતિમવિધિ માટે એક પણ પુરૂષ આગળ આવ્યો નહીં.

image source

સુખમોતીન એનજીઓ સાથે જોડાયેલી હતી અને તેના કામ અર્થે તે થોડો સમય રાજસ્થાન ગઈ હતી .જ્યાં તેની ઓળખાણ પંકજ સાથે થઈ અને બંનેનો પરિચય પ્રેમમાં પરિણમતા બંને જણાએ લગ્ન કર્યા હતા.

image source

સુકમોતીનના અંતિમ સંસ્કાર માટે એક પણ પુરુષ આગળ ના આવતા છેવટે ગામની મહિલાઓએ જ સુકમોતીનની સ્મશાન યાત્રા કાઢી હતી અને તેને સ્મશાન લઈ જઈ તેના અંતિમ સંસ્કાર કર્યા હતા.

image source

અંધશ્રદ્ધા નિર્મૂલન સમિતિના અધ્યક્ષ દિનેશ મિશ્રા એ જણાવ્યું હતું કે સમિતિના કેટલાક સભ્યો ગામમાં જશે અને ગામના લોકોનો અંધવિશ્વાસ દૂર કરી અને જાગૃત કરવાનો પ્રયત્ન કરશે.તમને જણાવ્યું હતું કે મહિલા ના અંતિમ સંસ્કાર ગામમાં ન કરવા દેવાય એ મહિલા સાથે અન્યાય છે આવા કોઈપણ જાતના અંધશ્રદ્ધાને આધારે ઘડેલા નિયમો ચલાવી લેવાય નહીં.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.
આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !
– તમારો જેંતીલાલ