નવા રંગ-રુપમાં દેખાઈ પીળી સાડી વાળી પોલિંગ ઑફિસર – આ વખતે ગુલાબી રંગથી ખેંચ્યુ ધ્યાન..

પીળી સાડી થી પ્રખ્યાત થયેલા ચૂંટણી અધિકારી રીના દ્વિવેદી ગુલાબી સાડીમાં સજ્જ ફરજ પર પહોંચ્યા હતા.

image source

આ વર્ષની ચૂંટણીઓમાં પોતાની સાડી અનેે સ્ટાઈલ દ્વારા ચર્ચામાં આવેલા પોલિંગ ઓફિસર રીના દ્વિવેદી સોમવારના ઉપચુનાવમાં પણ આકર્ષણનું કેન્દ્ર બન્યા હતા. અભૂતપૂર્વ સુંદરતા ધરાવતા રીના દ્વિવેદી ગુલાબી રંગની સાડીમાં સજ્જ હતા અને આ અધિકારી પર સૌ કોઇની નજર સ્થિર થઈ ચૂકી હતી.

image source

રીના દ્વિવેદી તેમના સામાજિક કાર્યો માટે પણ ખૂબ જાણીતા છે, સાથે સાથે અભૂતપૂર્વ ખૂબસૂરતી ધરાવતા રીના દ્વિવેદી ફેશન માટે પણ સ્ટાઈલ આઈકોન ગણાય છે. લોકો તેમને ખૂબ પસંદ કરે છે.લખનૌ કેન્ટ વિધાનસભા પેટાચૂંટણીમાં રીના દ્વિવેદી ની ચૂંટણી અધિકારી તરીકે કૃષ્ણનગરના મહાનગર ઇન્ટર કોલેજ ખાતે ફરજ પર નિયુક્તિ કરવામાં આવી હતી.

image source

2019 ની લોકસભાની ચૂંટણીઓ દરમિયાન પીળી સાડી માં સજ્જ રીના દ્વિવેદી ની તસવીર સોશિયલ મીડિયા પર ખૂબ વાયરલ થઈ હતી.રીના દ્રિવેદી ખાસ તો તેમની આગવી સ્ટાઈલને કારણે એક અલગ વ્યક્તિત્વ ધરાવે છે . તેમની સ્ટાઇલ એ જ એમની ઓળખ બની ગઇ છે. રીના દ્વિવેદી ને ફેશન મુજબ જીવવું પસંદ છે. તેમના પતિના અવસાન બાદ તેમને પી.ડબ્લ્યુ.ડી માં નોકરી મળી હતી.

image source

લોકસભાની ચૂંટણી દરમિયાન તેમને ચૂંટણી અધિકારી તરીકે ફરજ પર નિયુક્ત કરવામાં આવ્યા હતા .જ્યાં પોતાની ફેશનને કારણે આગવું વ્યક્તિત્વ ઉભું કરનાર રીના દ્વિવેદી પીળી સાડીવાળા મહિલા તરીકે મશહૂર થયા. ‌ રીના ફેશન પરત્વે સજાગ છે એટલા જ તેની ફિટનેસ પરત્વે પણ સજાગ છે.

image source
image source

આ વખતે સોમવારે યોજાયેલી પેટાચૂંટણીમાં સાડીમાંથી ચર્ચામાં આવેલા રીના દ્વિવેદી ગુલાબી રંગની સાડીમાં સજ્જ નજર આવી રહ્યા હતા અને આસપાસના લોકો માટે કેન્દ્ર નું સ્થાન બન્યા હતા .એટલું જ નહીં લોકો તેમની સાથે સેલ્ફી લેવા માટે પણ પડાપડી કરી રહ્યા હતા. પોલિંગ કીટ લેવા માટે રમાબાઈ આંબેડકર મેદાન પર પહોંચેલા રીના દ્વિવેદી સાથે સેલ્ફી લેવા માટે લોકો ઉત્સુક નજર આવી રહ્યા હતા.

image source

કપરી પરિસ્થિતિમાં પણ પોતાની આવડત ,સુઝબુઝ અને કૌશલ્યથી તેમજ પોતાની અલગ રીતભાત અને સ્ટાઇલથી ઓળખ ઊભી કરનાર રીના દ્વિવેદી આજની નવી પેઢી માટે આદર્શ રોલ મોડલ સમાન છે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.
આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !
– તમારો જેંતીલાલ