જો ઊંચી એડીના સેંડલ પહેરવામાં પડે છે તકલીફ તો કામ આવશે આ ટિપ્સ…

હીલ્સમાં ચાલતી વખતે પગમાં દુખાવો થાય છે, પરંતુ જો તમને તે પહેરવાની ઇચ્છા હોય તો તમે આ ટીપ્સ અપનાવી શકો છો. જો તમને લાગે કે હીલ્સ પહેરવી એ તમારૂ કામ નથી અને  તેને પહેરવાથી તમારા પગમાં દુખાવો અને અગવડતા થાય છે, તો તમારે ફરીથી વિચાર કરવો જોઈએ.

image source

હીલ્સ દેખાવમાં તો  ખૂબ જ સરસ  લાગે છે, પરંતુ પગમાં થતી તકલીફોને  લીધે ઘણા લોકો તેમને પહેરવાનું ટાળે છે. જુઓ, એ  કહેવું તો ખોટું થશે કે હીલ્સ  ખૂબ જ આરામદાયક હોય  છે, પરંતુ હજી પણ કંઈક એવું થઈ શકે છે જેથી તેને પહેરવું ઓછું દુખદાયક થાય.

image source

પગના આરામ માટે કેટલીક વિશેષ ટિપ્સ અપનાવી જોઈએ. તમે તેમને તમારા માટે શ્રેષ્ઠ માની શકો છો. તો ચાલો જાણીએ શું ખાસ છે આ ટીપ્સમાં:

  1. ધ્યાનમાં રાખો કે તમારા પગરખાં સંપૂર્ણ રીતે ફિટ થાય છે:
image source

તે સાંભળીને થોડું વિચિત્ર લાગશે અને તમે કહેશો પણ ખરા કે  આપણે તો આપણા માપના પગરખાં જ પહેરીએ છીએ, પરંતુ હકીકતમાં, હીલ્સ માટે એકદમ પરફેક્ટ ફિટિંગ જરૂરી છે, ન તો સહેજે ઢીલું કે ન તો બહુજ ટાઈટ. જો તમે તેની કાળજી લેશો નહીં, તો ચાલવું વધુ મુશ્કેલ બનશે અને સાથે- સાથે તમારા પગમાં દુખાવો થશે.

image source

જો તમને તમારા હિલ્સની સાઈઝની ખબર ના પડતી હોઈ તો તમે નજીકના ફૂટવેર સ્ટોરમાં જઈને તમારી સાઈઝ ચેક કરાવી શકો છો. પરંતુ કોઈ સેલ્સમેન કહે કે બીજું કોઈ પણ ક્યારેય ખોટી સાઈઝની હિલ્સ નાં ખરીદતાં.

  1. હીલની પોઝિશન ને યોગ્ય રાખો:
image source

પગરખાં એવા હોવા જોઈએ કે શરીરનું વજન પંજા અને એડી બંને પર રહે. જો આ ન કરવામાં આવે તો પગમાં અથવા એડીમાં દબાણ આવશે અને પગમાં દુખાવો શરૂ થશે. જો આ લાંબા સમય સુધી ચાલે, તો પછી ઘૂંટણમાં દુખાવો થશે, શરીરની આખી બોડી પોશ્ચર ખરાબ થશે અને ચાલવું મુશ્કેલ બનશે.

image source

જો પગની એક હીલ સહેજ ખરાબ થઈ ગઈ હોય, તો ફરીથી તે જૂતા ન પહેરો કારણ કે પગની અગવડતા મોટા પ્રમાણમાં વધશે. આજ કારણોસર  હીલની પોઝિશન યોગ્ય હોવી જ જોઇએ.

  1. પેડેડ સોલવાળી હીલ્સ:
image source

યોગ્ય ગુણવત્તાની હીલ્સ રાખવી ખૂબ જ મહત્વપૂર્ણ છે અને જો તમે પેડેડ સોલવાળી હીલ્સ વાપરી રહ્યા હોવ તો તમારા પગને વધુ આરામ મળશે. જો તે તમારી હીલ્સમાં નથી, તો પછી ક્યુશન-ઈન-સોલ પણ આવે છે જેનો ઉપયોગ કોઈપણ હીલ્સ સાથે થઈ શકે છે. જે તમને આરામથી ઓનલાઇન મળી રહેશે.

image source

પરંતુ જો તમે આ ઇનસોલ્સને બહારથી લઈ રહ્યા છો, તો પછી પગરખાંનું કદ મોટું હોવું જોઈએ જેથી પગને આરામ મળે, પરંતુ તમારા પગની આરામ માટે પેડેડ સોલવાળી હીલ્સ અથવા ક્યુશન- સોલ શૂઝ ખરીદવાન શ્રેષ્ઠ રહશે. આજકાલ આ તમને બહુજ સરળતાથી કોઈ પણ મોટા સ્ટોરમાં મળી રહેશે.

  1. પગની આંગળીઓ માટે જગ્યા છોડી દો:
image source

ઘણી વાર તમે ઘણા લોકો પાસેથી સાંભળ્યું હશે કે આ જૂતાથી ડંખ પડે  છે. આ એટલા માટે છે કે જો લોકો સ્ટિલેટોસ અથવા એવું કંઈક લે છે, તો તે તેઓ તેમના પંજા  મુજબ લેતા નથી. જો કોઈના પંજા મોટા હોય, તો તેઓએ આગળથી કોઈ અણીવાળી  સ્ટિલેટો ન ખરીદવા જોઈએ. અથવા જે પણ હિલ્સ તમે  લઈ રહ્યા છે. આ તમારા માપની હીલ ખરીદવા જેવું જ છે. જો પંજા મોટા  હોય, તો આંગળીઓ માટે થોડી જગ્યા છોડવી જરૂરી છે અને આ માટે તમારે આગળથી ગોળ અથવા ખુલ્લી હિલ્સ લેવી પડશે. આ વધુ મહત્વનું છે.

  1. નીચી હિલ્સથી શરૂઆત કરો:
image source

જો તમને દુખાવો થાય છે અને તમે ઘણા વર્ષોથી હિલ્સ ન પહેરતા હો, તો નીચી  હિલ્સ પહેલાં ટ્રાઇ કરો. 5-6 ઇંચની હીલ સીધી જ લેવી જરૂરી નથી. નીચી  હિલ્સથી શરૂઆત કરો અને ટૂંકા સમય માટે તેમને પહેરવાનો પ્રયાસ કરો. જો તમે હિલ્સમાં બિલકુલ ચાલી શકતા નથી, તો પછી 15-15 મિનિટ માટે  તેનો અભ્યાસ કરો. જો તમે કોઈ ફંક્શનમાં જઇ રહ્યા છો અને તમારે લાંબા સમય સુધી હિલ્સ પહેરવી જ હોય, તો થોડી-થોડી વાર માટે તેને ઉતારતા રહો  અને સાથે સાથે બેકઅપ ફૂટવેર પણ રાખો. આ તમારા પગને આરામ આપશે.

  1. પગની કસરત:
image source

તમારા પગનો વ્યાયામ કરો. હીલ, ઘૂંટણ, પંજા વગેરે બધું જરૂરી છે અને તેથી તમે થોડી કસરત કરો તે વધુ સારું રહેશે.તમારા પગની ઘૂંટીઓ અને પંજાને મજબૂત બનાવો જેથી હીલ્સની અસર વધુના  થાય. પગની મસાજ પણ ઉપયોગી થઈ શકે છે.

  1. યોગ્ય પોશ્ચર ખૂબ જ જરૂરી છે:
 image source

હિલ્સ પહેરવાથી આત્મવિશ્વાષ આવે છે, પરંતુ તેના માટે યોગ્ય પોશ્ચરમાં હોવું મહત્વપૂર્ણ છે. સીધા ચાલો, તમારી કમર અથવા પીઠ  વાળશો નહીં. જો પગના એક ભાગમાં દુખાવો થાય છે, તો પછી પોશ્ચરમાં થોડું  નમવું અને પગના બીજા ભાગમાં દબાણ લાવવાનો પ્રયત્ન કરો. તેનાથી પીઠનો દુખાવો થોડો ઓછો થશે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.
આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !
– તમારો જેંતીલાલ