વાળની લંબાઇ વધારવા અને સાથે-સાથે ધોળા વાળને કાળા કરવા આ રીતે કરો લાકડાના કાંસકાનો ઉપયોગ

લાંબા , જાડા અને સુંદર વાળ મેળવવા માટે આપણે બધું જ કરીએ છીએ.

image source

પણ એક ખાસ વસ્તુ જે આપણે વાળ માટે ઉપયોગમાં વધારે લઈએ છીએ પણ તે વસ્તુ પર કોઈનું ધ્યાન જતું નથી. તે વાળ માટે સારી છે કે નહીં, ફાયદાકારક છે કે નુકસાનકારક.

આ વસ્તુ છે વાળ ઓળવાનું સાધન એટલે કે કાંસકો, કંઘી, દાંતીયો વગેરે નામથી પણ જાણીએ છીએ. જી હા દરેક સ્ત્રી કે પુરુષ કાંસકાનો ઉપયોગ જરૂર કરે છે.

image source

વાળની સંભાળ રાખવા માટે કાંસકો ખૂબ મહત્વની ભૂમિકા ભજવે છે. તેમજ લાકડાનો કાંસકો વાળ માટે ખૂબ ફાયદાકારક સાબિત થાય છે. આજે અમે આપને લાકડાના કાંસકા વિશે પૂરતી માહિતી આપવાનો પ્રયત્ન કરીશું.

પહેલાના જમાનામાં પ્લાસ્ટિકનું અસ્તિત્વ ના હોવાથી તે સમયે રાજકુમારીઓ, રાણીઓ અને સામાન્ય નારીઓના વાળ પણ ખુબજ સુંદર અને સ્વસ્થ જોવા મળતા હતા. લાંબા, જાડા અને એકદમ કાળા વાળ કોઈપણ પ્રકારનો કલર કર્યા વગર તેઓની મૃત્યુ સુધી તેઓના વાળ કાળા જ રહેતા હતા.

image source

આજના સમયમાં પ્લાસ્ટિક ખૂબ નુકસાનકારક છે આ નુકસાન ખાલી શરીર કે વાતાવરણને જ નહીં પણ પ્લાસ્ટિકનો કાંસકાનો ઉપયોગ કરવાથી વાળને આપણે ખુબજ નુકસાન પહોંચાડી રહ્યા છીએ.

આજે આપને લાકડાનો કાંસકો ઉપયોગ કરવાથી વાળને કેટલા ફાયદા થાય છે તે જણાવીશું.

લાકડાના કાંસકાના ફાયદા:

– કન્ડિશનર:

image source

લાંબા સમય સુધી લાકડાના કાંસકાનો ઉપયોગ કરવાથી તે વાળમાં કન્ડિશનરનું કામ કરે છે. માથામાં તેલ લાગવાની લાકડાના કાંસકાથી વાળ ઓળવાથી આપના વાળ ખૂબ ચમકદાર અને સ્મૂથ થઈ જાય છે. લાકડાનો કાંસકો એ સમયે એક કુદરતી કન્ડિશનર જેવું કામ કરે છે.

-ગ્રોથ:

image source

લાકડાના કાંસકાનો ઉપયોગ કરવાથી વાળનો ગ્રોથ સારો રહે છે. આ સાથે જ વાળ મજબૂત પણ બને છે. વિશેષજ્ઞોનું પણ માનવું છે કે લાકડાના કાંસકાનો ઉપયોગ કરવાથી વાળને નુકસાન થતું નથી. ભીના વાળમાં લાકડાનો કાંસકો ઉપયોગ કરવાથી પ્લાસ્ટિક કે અન્ય મટીરીયલ માંથી બનેલા કાંસકા કરતા વાળ ઓછા તૂટે છે.

-ખોડો કે ડેન્ડ્રફ:

image source

વાળમાં ખોડાની કે ડેન્ડ્રફની સમસ્યા રહેતી હોય તો એવામાં લાકડાના કાંસકાનો ઉપયોગ કરીને તેને સાફ કરી શકાય છે.

-સ્કેલ્પ:

image source

લાકડું એક કુદરતી પદાર્થ છે જેનો વાળ ઓળવામાં ઉપયોગ ખૂબ પહેલાથી થતો આવ્યો છે. લાકડાના કાંસકાનો ઉપયોગ માથાની સ્કેલ્પને સ્વસ્વ બનાવે છે. એનો રોજિંદા જીવનમાં ઉપયોગ કરવાથી આપની સ્કેલ્પમાં ગરમી યથાવત રહે છે. જે માથાના બ્લડ સર્ક્યુલેશનને વધારે છે. માથાની સ્કેલ્પ સ્વસ્થ રહેવાથી વાળ પણ ખૂબ સારા રહે છે.

-વાળનું તૂટવું:

image source

ઘણીવાર વાળ રુક્ષ થવાના કારણે વાળમાં ગુંચ થઈ જાય છે. તેમજ આ ગુંચના કારણે ઘણા વાળ પણ તૂટી જાય છે. લાકડાના કાંસકાનો ઉપયોગ કરવાથી વાળમાં ફ્રિકશન ઓછું થાય છે. જેથી વાળ તૂટવાનું પણ ઓછું થઈ જાય છે.

-બલ્ડ સર્ક્યુલેશન:

image source

લાકડાનો કાંસકો માથાની સ્કેલ્પ માટે ખૂબ ફાયદાકારક છે. લાકડાના કાંસકાથી ઉત્તપન્ન થતી ગરમી માથામાં લોહીના પ્રભાવને સુધારે છે અને વાળની ગ્રોથ ખૂબ સારી રીતે વધે છે. જેના કારણે માઈગ્રેન જેવી અનેક સમસ્યાઓનો સામનો કરવો પડતો નથી.

જે લોકોની સ્કેલ્પ વધારે સેન્સેટિવ હોય તે લોકો માટે લાકડાના કાંસકાનો ઉપયોગ કરવું ખૂબ ફાયદાકારક સાબિત થાય છે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !

– તમારો જેંતીલાલ