નાના બાળકો માટે એવી ખાસ ૩ ટીપ્સ જેનાથી તેઓ બધું જ ઝટપટ જમવાનું જમી લેશે…

જ્યારે પરિવારમાં બાળકનો જન્મ થાય છે ત્યારે આખા કુટુંબમાં કેટલાય નાના – મોટા ફેરફાર થાય છે. એવું છે કે માતા – પિતા અને અન્ય વડીલોની જિંદગી પણ સાવ બદલાઈ જાય છે. તેમના સુવા – ઊઠવાના, સમયસર જમવા બેસવાના અને બહાર જઈને હરવા – ફરવાના સંજોગો પર પણ બદલાય છે. આવા સમયે બાળકને શું ભોજનમાં આપવું કે જેનાથી મોટેરાંઓને પણ એ ફાવે અને સરળતાથી બની જાય તથા એ સૌથી મહત્વનું કે હેલ્ધી હોય એ પ્રશ્ન ખૂબ જ રહેતો હોય છે.

બાળક જન્મે ત્યારથી લઈને ૬થી ૭ વર્ષનું થાય, શાળાએ જતું થાય. બોલતું – ચાલતું થાય અને પોતાની પસંદગી – નાપસંદગી વ્યક્ત કરતું ન થાય ત્યાં સુધી માતાને એ સૌથી વધુ ચિંતા રહેતી હોય છે કે બાળકને શું એવું જમવામાં આપું કે જેથી તે તંદુરસ્ત રહે અને તેનો સંપૂર્ણ વિકાસ થાય. ઉંચાઈ વધે અને સ્ફુર્તિલું રહે તેમનું બાળાક.

તેમાં સૌથી મોટો વિકલ્પ છે કે લીલાં શાકભાજી, તાજાં ફળો અને દૂધ તથા તેની બનાવટોને પોતાના બાળકના ખોરાકમાં સમાવેશ કરે.

તેની માટેની કેટલીક ટીપ્સ અહીં જણાવીએ.

બાળકને હંમેશા ખોળામાં બેસાડીને ચમચી વડે ન જમાડવા જોઈએ. બાળક જાતે ઉપાડીને જમવા માટે આકર્ષાય એ રીતે ભોજન બનાવવું જોઈએ. તેમાં દરેક પ્રકારનું ન્યૂટ્રીશન અને બાળકને ભાવે એવો સ્વાદ હોવો જોઈએ.

બાળકના ભોજનને સમય પ્રમાણે વિભાજિત કરી દો. જેમાં સવારનો નાસ્તો, બપોરનું જમવાનું સાંજનો નાસ્તો અને રાતનું ભોજન એમ ભાગ પાડીને તેના પ્રમાણે સમયસર આપવાનું ન્યૂટ્રીશન નક્કી કરી લો. જેમ કે સવારના નાસ્તામાં ફણગાવેલ મગ કે ઓટમીલ, સફરજન, પપૈયું, કેળું કે પીરું જેવાં રેસાવાળાં ફળનો ઉમેરો કરવો જોઈએ. તેની પર મધ, તજનો પાવડર કે પછી થોડો સૂકો મેવો ઉમેરીને તેના સ્વાદમાં વધારો કરીને બાળકોને ભાવે એ રીતે ગોઠવી એમને ખાવાની ટેવ પાડવી જોઈએ.

બપોરના જમવામાં લીલાં શાકભાજી, દાળ – ભાત કે રોટલી સાથે બાફીને યોગ્ય રીતે રાંધેલ કોઈ કઠોળનો ઉમેરો કરીને જમવાનું બનાવવું જોઈએ જેથી તેને એક સંપૂર્ણ આહાર મળી રહે. સાંજના સમયે દૂધ સાથે કોઈ હળવો નાસ્તો, કૂકીઝ કે પેનકેક કે પછી પૂરી અને મમરા જેવો સૂકો નાસ્તો આપી શકાય. ઇડલી, ઢોકળાં અને ચણાંના લોટની અમુક હળવી વાનગી પણ નાના બાળકને ખવરાવી શકાય છે પરંતુ તેનું પ્રમાણ ખૂબ ઓછું રાખવું જોઈએ. રાતના ભોજનમાં હળવી ખીચડી અને પાલક, ગાજર કે દૂધીના સૂપ જેવું સાવ નાના બાળકના પેટમાં જવું જોઈએ જેથી તેનું જઠર ખૂબ મજબૂતીથી કાર્યરત થવા માંડે અને તેને પેટના દુખાવાની રાતે ફરિયાદ ન રહે.

روانشناسی کودکان- حالات و رفتارهای کودک در سنین پنج سالگی

નાનું બાળક જમતું હોય ત્યારે સારી ક્વોલિટીના ફૂડ ગ્રેડ રમકડાં રાખવાં જોઈએ. એની સામે સરસ જોડકડાં કે રાઈમ્સ ગાઈને એનું ધ્યાન દોરીને જમાડી લેવું જોઈએ. એક જગ્યાએ બેસીને થાળી કે વાટકાનું બધું જ ભોજન એ જમી લે એવી ટ્રેનિંગ આપવી જોઈએ. આ માટે તેને પીરસવું પણ બહુ ઓછા પ્રમાણમાં જોઈએ. તે કંઈ ઢોળે નહીં તેની પણ કાળજી રાખતાં શીખવવું જોઈએ.

બાળકના ખોરાકની ટેવ વ્યવસ્થિત રીતે પડી હશે તો તે મોટો થઈને પણ લાંબા સમય સુધી નિરોગી જીવન જીવી શકશે અને તેની હાઈટ અને શરીરનો બાંધો પણ મજબૂત રહેશે. તેની માતાએ શરુઆતથી જ કાળજી રાખતાં થઈ જવું જોઈશે. આ મુજબનો સ્વાથ્યપૂર્ણ ખોરાક લેવાની ટેવ પરિવાર પણ રાખશે તો એ સૌને માટે લાભદાયી નિવડશે. જેથી નાના બાળકની માતાને પરિવારના મોટાં સભ્યો માટે પણ અલગથી ભોજન બનાવવું નહીં પડે.